Home /News /business /

Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

ભારતીય શેર બજાર (Shutterstock તસવીર)

Sidha Sauda (30 ઓગસ્ટ, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1. ESCORTS KUBOTA : Q1 દરમિયાન નફો 185.2 કરોડ રૂપિયાથી ઘટીને 147.5 કરોડ રૂપિયા, માર્જિન 14.2% થી ઘટીને 10% થયું. જુલાઈમાં ટ્રેક્ટરનું વેચાણ 18.3% ઘટીને 5,360 યૂનિટ રહ્યું.

    2. HERO MOTOCORP : જુલાઈમાં વેચાણ 1.8% ઘટીને 4.46 લાખ યૂનિટ. જુલાઈમાં સ્કૂટર વેચાણ 19.8% ઘટીને 24,292 યૂનિટ રહ્યું. બાઇકનું વેચાણ 0.7% ઘટીને 4.21 લાખ યૂનિટ રહ્યું. જુલાઈમાં નિકાસ 40.9% ઘટીને 14,896 યૂનિટ.

    3. ZOMATO : Q1 દરમિયાન નુકસાન 356.2 કરોડ રૂપિયાથી ઘટીને 185.7 કરોડ રૂપિયા રહ્યું, Q1 દરમિયાન આવક 844.4 કરોડ રૂપિયાથી વધીને 1,413.9 કરોડ રૂપિયા રહી.

    4. PUNJAB ALKALIES : Q1 દરમિયાન નફો 11% વધીને 47 કરોડ રૂપિયા, આવક 16% ઘટીને 186 કરોડ રૂપિયા રહી.

    5. RATEGAIN : Q1 દરમિયાન માર્જિન 2.5% વધીને 10% રહ્યું, આવક 59% વધીને 186 કરોડ રૂપિયા રહી.

    6. NELCAST : Q1 દરમિયાન આવક 60% વધીને 295 કરોડ રૂપિયા, નફો 284% વધીને 8 કરોડ રૂપિયા रहा

    7. MASTEK : SMALLCAP WORLD FUND તરફથી 5,54,883 શેરની ખરીદી.

    8. PATEL INTEGRATED LOGISCTICS : PATEL HOLDINGS તરફથી 207,296 શેર વેચવામાં આવ્યા.

    9. BERGER PAINTS : ક્રૂડ ઓઇલનો ભાવ $100 નીચે, શેરમાં તેજીની સંભાવના.

    10. KANSAI NEROLAC : ક્રૂડ ઓઇલનો ભાવ $100 નીચે, શેરમાં તેજીની સંભાવના.

    આ પણ વાંચો: બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા, વેપારીએ તેમાંથી 5 લાખની કમાણી કરી લીધી

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ITC (Green) : Q1 દરમિયાન નફો 38% વધીને 4169 કરોડ રૂપિયા, આવક 42% વધીને 17,290 કરોડ રૂપિયા રહી.

    2) CASTROL (Green) : Q1 દરમિયાન આવક 40% વધીને 1242 કરોડ રૂપિયા, નફો 47% વધીને 206 કરોડ રૂપિયા રહ્યો.

    3) GOODYEAR (Green) : Q1 દરમિયાન નફો 40% વધીને 38 કરોડ રૂપિયા, આવક 53% વધીને 819 કરોડ રૂપિયા રહી

    4) SHREE DIGVIJAY CEMENT (Red) : Q1 દરમિયાન નફો 21% ઘટીને 17 કરોડ રૂપિયા, માર્જિન 26%થી ઘટીને 19% થયું.

    5) KRSNAA DIAGONSTIC (Red) : કંપનીએ પંજાબમાં ત્રણ ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કર્યાં. કંપનીની ઓફિસ પર આવકવેરા વિભાગના દરોડાં પડ્યાં છે.

    આ પણ વાંચો: હવે આ કારણથી પણ તમારો ચેક રિજેક્ટ થઈ શકે છે! 

    6) THYROCARE (Red) : Q1 દરમિયાન નફો 61% ઘટીને 22 Cr કરોડ રૂપિયા, EBITDA માં 50% નો ઘટાડો.

    7) ONGC (Red) : ક્રૂડ ઓઇલનો ભાવ $100 નીચે, શેર દબાણ હેઠળ રહી શકે.

    8) OIL INDIA (Red) : ક્રૂડ ઓઇલનો ભાવ $100 નીચે, શેર દબાણ હેઠળ રહી શકે.

    9) HOEC (Red) : ક્રૂડ ઓઇલનો ભાવ $100 નીચે, શેર દબાણ હેઠળ રહી શકે.

    10) RCF (Red) : શેરમાં ઘટાડાની શક્યતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Stock market, Stock tips, Stock Tips: આજે આ 20 શેર કરાવી શકે છે મોટી કમાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन