Home /News /business /Weekly Market Wrap: માત્ર 4 સત્રમાં જ ઇક્વિટી રોકાણકારોના રૂ.12 લાખ કરોડ ધોવાયા, શું ઘટાડામાં ખરીદી કરવી જોઈએ?

Weekly Market Wrap: માત્ર 4 સત્રમાં જ ઇક્વિટી રોકાણકારોના રૂ.12 લાખ કરોડ ધોવાયા, શું ઘટાડામાં ખરીદી કરવી જોઈએ?

FMCG કંપની અદાણી વિલ્મરના શેર તૂટયા

Market this week: ગયા સપ્તાહમાં બીએસઈ (BSE)Pનો 30 શેરનો સેન્સેક્સ 2225.29 પોઈન્ટ અથવા 3.90 ટકા ઘટીને 54835.58 પર પહોંચ્યો હતો. જ્યારે, NSEનો 50 શેરવાળો નિફ્ટી ઇન્ડેક્સ 691.30 પોઈન્ટ અથવા 4.04 ટકા ઘટીને 16,411.25 પર બંધ થયો હતો.

નવી દિલ્હી: નબળા વૈશ્વિક સંકેતો, ફુગાવા અંગે વધતી ચિંતા, વિદેશી ભંડોળના પ્રવાહ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા અચાનક વ્યાજદરમાં વધારો થવાને કારણે આ સપ્તાહમાં ઈક્વિટી બેન્ચમાર્ક (Equity benchmarks crashed) લગભગ 4 ટકા તૂટી ગયા હતા. વેચાણના પગલે, 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રોકાણકારોનું રૂ.11.80 લાખ કરોડનું નુકસાન (Loss) થયું હતું. BSE- લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે ઘટીને રૂ. 255.17 લાખ કરોડ થયું હતું જે 29 એપ્રિલના રોજ રૂ. 266.97 લાખ કરોડ હતું.

ગયા સપ્તાહમાં બીએસઈ (BSE)નો 30 શેરનો સેન્સેક્સ 2225.29 પોઈન્ટ અથવા 3.90 ટકા ઘટીને 54835.58 પર પહોંચ્યો હતો. જ્યારે, NSEનો 50 શેરવાળો નિફ્ટી ઇન્ડેક્સ 691.30 પોઈન્ટ અથવા 4.04 ટકા ઘટીને 16,411.25 પર બંધ થયો હતો.

એપોલો હૉસ્પિટલમાં 13.93 ટકાનો કડાકો


નિફ્ટી ઇન્ડેક્સમાં 41 જેટલા શેરો સપ્તાહમાં લાલ નિશાનમાં સ્થિર થયા હતા. એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝમાં સૌથી વધુ 13.93 ટકાનો કડાકો થયો હતો. જ્યારે આઇશર મોટર્સ (10.11 ટકા નીચે), બજાજ ફાઇનાન્સ (10.02 ટકા નીચે), ટાઇટન કંપની (9.89 ટકા), બજાજ ફિનસર્વ (8.34 ટકા નીચે) અને હિન્દાલ્કો (8 ટકા નીચે) સહિતના પણ તૂટયા હતા. બીજી તરફ પાવર ગ્રીડ, ONGC, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ અને કોલ ઈન્ડિયા 2 ટકાથી 5 ટકા વચ્ચે વધ્યા હતા.

શું છે નબળા સપ્તાહ પાછળના કારણો?


ટ્રેડર્સ દરમાં વધારો, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી, વધતો ફુગાવો અને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ચિંતિત હતા, જેથી સમગ્ર સપ્તાહ દરમિયાન સેન્ટિમેન્ટ નબળું રહ્યું છે. કોલસા અને ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આઠ કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથ માર્ચમાં 12.6 ટકાની સામે ધીમી પડીને 4.3 ટકા થઈ ગયા પછી સપ્તાહની નિરાશાજનક શરૂઆત થઈ હતી.

બીજી તરફ આરબીઆઈએ અચાનક રેપો રેટમાં આશ્ચર્યજનક વધારો કરવાની જાહેરાત કર્યા પછી અફરાતફરી સર્જાઇ હતી. RBIએ તાત્કાલિક અસરથી પોલિસી રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા કર્યો છે. RBIએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં કોર ફુગાવો ઊંચો રહેવાની શક્યતા છે. વિશ્લેષકો માને છે કે, શેરબજારમાં સતત ઘટાડા વચ્ચે રોકાણકારોએ લાંબા ગાળાનો સમય જાળવી રાખવો જોઈએ અને ગુણવત્તાયુક્ત સ્ટોક્સ પોર્ટફોલિયોમાં સામેલ કરવા જોઈએ.

શું કહે છે બજાર વિશ્લેષકો?


બિઝનેસટુડેના અહેવાલ પ્રમાણે ટ્રસ્ટપ્લુટસ વેલ્થના મેનેજિંગ પાર્ટનર વિનીત બાગરીએ જણાવ્યું હતું કે, રોકાણકારો ચિંતિત છે કે ફુગાવાને રોકવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા દરમાં વધારો વૈશ્વિક વૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. બજારોમાં ભય છે કે યૂએસ ફેડ અને અન્ય સેન્ટ્રલ બેંકોએ ફુગાવા સામે લડવા માટે જે આયોજન કરવામાં આવ્યું હતું તેની સરખામણીમાં વ્યાજદરમાં ઝડપી વધારો કરવો પડશે. જે મોટી અર્થવ્યવસ્થાઓને મંદીમાં ધકેલી શકે છે.

10 વર્ષના યૂએસ સરકારી બોન્ડ ઓગસ્ટ 2020માં 0.5 ટકાથી વધીને હવે 3 ટકાથી વધારે થઈ ગયા છે. ભારતમાં, બેન્ચમાર્ક 10-વર્ષના સરકારી બોન્ડની ઉપજ જુલાઈ 2020 માં 6.8 ટકાથી વધીને હવે 7.4 ટકાથી વધુ થઈ ગઈ છે.

બાગરીએ વધુમાં જણાવ્યું કે, આ કરેક્શન પછી બજાર નજીકના ગાળામાં કોન્સોલિડેટ થઈ શકે છે. બધાની નજર Q4FY22ના પરિણામો પર છે. આ સમયે ગુણવત્તાયુક્ત બિઝનેસની ઓળખ કરવી અને આગામી થોડા અઠવાડિયામાં તેમાં નાના લોટમાં રોકાણ કરવાનું આયોજન યોગ્ય ગણાય.

આ પણ વાંચો: લગ્ન કરવા પર પગાર વધારી આપે છે આ કંપની! વર્ષમાં બે વખત આપે છે ઇન્ક્રીમેન્ટ

આ શેરમાં થયો ઘટાડો


8.68 ટકાના ઘટાડા સાથે BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ BSE પરના સેક્ટોરિયલ ઇન્ડીસિસમાં સૌથી વધુ ખોટ કરનાર રહ્યા હતા. તે પછી રિયલ્ટી (8.02 ટકા નીચે), હેલ્થકેર (5.85 ટકા), ઓટો (4.95 ટકા નીચે), ટેલિકોમ (4.85 ટકા નીચે) હતા. મેટલ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ પણ ક્યાંક 0.40 ટકાથી 4.50 ટકા વચ્ચે ઘટ્યા હતા. BSE પાવર ઇન્ડેક્સ (1.33 ટકા સુધી) સેક્ટોરલ ઇન્ડેક્સમાં એકમાત્ર ગેનર તરીકે રહ્યો હતો.

ત્રિમાસિક પરિણામોની અસર


આગામી સપ્તાહમાં બજાર પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ક્વાર્ટરલી નંબર પરની પ્રતિક્રિયા દર્શાવશે. જે 6 મેના રોજ સાંજે જાહેર કરાયા છે. અન્ય અગ્રણી નામોમાં આરતી ડ્રગ્સ, બીએએસએફ ઈન્ડિયા, પીવીઆર, યુપીએલ, એશિયન પેઇન્ટ્સ, સેરા સેનિટરીવેર, સિપ્લા, વોડાફોન આઈડિયા, એમજીએલ, એમઆરએફ, બિરલા કોર્પોરેશન, પેટ્રોનેટ એલએનજી, પીએનબી, રિલેક્સો ફૂટવેર, આઈસીઆરએ, એલએન્ડટી, ટાટા મોટર્સ, એચએએલનો સમાવેશ થાય છે. મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સ આગામી સમયમાં તેમના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરશે.

આ પણ વાંચો: આજથી ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ

ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરી 2022માં વાર્ષિક ધોરણે 1.7 ટકા વધ્યું હતું. અગાઉના મહિનામાં સુધારેલા 1.5 ટકાના ઉછાળાથી આગળ વધી રહ્યો છે. એ જ દિવસે એપ્રિલ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ બહાર પાડવામાં આવશે. ભારતમાં વાર્ષિક ફુગાવાનો દર માર્ચ 2022માં વધીને 6.95 ટકા થયો હતો, જે ઓક્ટોબર 2020 પછી સૌથી વધુ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: BSE, NSE, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन