Home /News /business /Stock Market: શેર બજાર માટે ઉતાર-ચઢાવ ભર્યુ રહ્યું આ સપ્તાહ, મિડ-કેપ અને સ્મોલ કેપે કર્યું Outperform

Stock Market: શેર બજાર માટે ઉતાર-ચઢાવ ભર્યુ રહ્યું આ સપ્તાહ, મિડ-કેપ અને સ્મોલ કેપે કર્યું Outperform

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Stock market this week: સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, બીએસઇ પાવર ઇન્ડેક્સમાં 9 ટકા, બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સમાં 4.4 ટકા અને મેટલ ઇન્ડેક્સમાં 4 ટકાનો વધારો નોંધાયો હતો.

નવી દિલ્હી: 8મી એપ્રિલે પૂરા થયેલા અસ્થિર સપ્તાહમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ (Benchmark equity indices) નજીવા ઊંચા સ્તરે બંધ થયા હતા. સપ્તાહની શરૂઆતમાં HDFC-HDFC બેન્કના મર્જર (HDFC-HDFC Bank Merger)ની જાહેરાત સાથે બજારે મિશ્ર સંકેતો આપ્યા હતા. બીજી બાજુ, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં ફેડે વ્યાજદરમાં વધારો દર્શાવ્યો હતો અને આરબીઆઈ (RBI)એ "અનુકૂળ" વલણ જાળવી રાખીને દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 170.49 પોઈન્ટ (0.28 ટકા) વધીને 59,447.18 પર બંધ થયો હતો. નિફ્ટી-50 113.9 પોઈન્ટ (0.64 ટકા)ના વધારા સાથે 17,784.35 પર બંધ રહ્યો હતો.

સ્મૉલ કેપ ઇન્ડેક્સ


BSE સ્મોલ-કેપ ઇન્ડેક્સ 3.7 ટકા વધ્યો હતો. તેમાં સ્વાન એનર્જી, શ્રી રેણુકા સુગર્સ, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, BLS ઇન્ટરનેશનલ સર્વિસિસ, ઓનમોબાઇલ ગ્લોબલ, ઝુઆરી એગ્રો કેમિકલ્સ, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, રામકો સિસ્ટમ, જયપ્રકાશ એસોસિએટ્સ, 3i ઇન્ફોટેક, રિલાયન્સ કેપિટલ અને સિયારામ સિલ્ક મિલ્સનો સમાવેશ થાય છે. જોકે, ઘટાડો નોંધાવનારમાં એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, જીઆરએમ ઓવરસીઝ, ફ્યુચર રિટેલ, ટીમલીઝ સર્વિસિસ, વી-માર્ટ રિટેલ, એવીટી નેચરલ પ્રોડક્ટ્સ અને એક્સપ્લીયો સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.

મિડ-કેપ ઇન્ડેક્સ


BSE મિડ-કેપ ઇન્ડેક્સ પણ 3.5 ટકા ઉછળ્યો હતો. તેમાં બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, ટાટા પાવર કંપની, ભારત ઈલેક્ટ્રોનિક્સ, વોડાફોન આઈડિયા, જેએસડબ્લ્યુ એનર્જી અને એનએચપીસીમાં વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, આરબીએલ બેંક, રાજેશ એક્સપોર્ટ્સ, એમફેસીએસ અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝમાં ઘટાડો થયો હતો.

લાર્જ કેપ


BSE લાર્જ-કેપ ઇન્ડેક્સ ગયા સપ્તાહે એક ટકા વધ્યો હતો. આમાં અદાણી ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ્સ, એફએસએન ઇ-કોમર્સ વેન્ચર્સ નાયકા, ટાટા મોટર્સ - ડીવીઆર, હેવેલ્સ ઇન્ડિયા અને વન 97 કોમ્યુનિકેશન્સ પેટીએમના શેરોએ લાભમાં ફાળો આપ્યો હતો.

આ પણ વાંચો: પીપીએફ એકાઉન્ટ એટલે ચાંદી જ ચાંદી! જાણો તેના ફાયદાઓ વિશે

આ શેરોના મૂલ્યમાં ઘટાડો


BSE સેન્સેક્સ પર બજાર મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદો હિન્દુસ્તાન યુનિલિવરમાં જોવા મળ્યો હતો. આ પછી આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એશિયન પેઈન્ટ્સના માર્કેટ વેલ્યુમાં સૌથી વધુ વધારો થયો છે. બીજી તરફ ઈન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બજાર મૂલ્યમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

FII Vs DII


ગયા સપ્તાહે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નીચે ગગડ્યો હતો. 8 એપ્રિલે INR 12 પૈસા ઘટીને 75.90 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. 31 માર્ચે રૂપિયો 75.78 પર બંધ થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ રૂ. 6,337.53 કરોડની ઇક્વિટી ખરીદી હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ પણ રૂ. 4,161.54 કરોડની ઇક્વિટી ખરીદી હતી.

આ પણ વાંચો: અઠવાડિયામાં આ પાંચ શેરોએ આપ્યું દમદાર રિટર્ન

સેક્ટોરિયલ ઇન્ડેક્સ


સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, બીએસઇ પાવર ઇન્ડેક્સમાં 9 ટકા, બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સમાં 4.4 ટકા અને મેટલ ઇન્ડેક્સમાં 4 ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, બીએસઇ ઇન્ફર્મેશન ટેકનોલોજી ઇન્ડેક્સ 2 ટકા નીચે ધસ્યો ગયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन