Home /News /business /

સતત બીજા અઠવાડિયે શેર બજારમાં ઘટાડો: તમામ ઇન્ડેક્સમાં કેટલો કડાકો બોલ્યો? કયા શેર ઘટાડામાં પણ વધ્યા?

સતત બીજા અઠવાડિયે શેર બજારમાં ઘટાડો: તમામ ઇન્ડેક્સમાં કેટલો કડાકો બોલ્યો? કયા શેર ઘટાડામાં પણ વધ્યા?

સેન્સેક્સમાં કડાકો

Stock Market this week: 18 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે બીએસઈ સ્મૉલ કેપ ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. સ્મૉલ કેપમાં આશરે 16 સ્ટૉક એવા રહ્યા છે જેમાં 15 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે.

    મુંબઇ. Stock Market: રશિયા અને યૂક્રેન (Russia-Ukraine conflict) વચ્ચે તણાવની સ્થિતિ, ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો અને એફઆઈઆઈ (FII) તરફથી સતત વેચવાલી વચ્ચે 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયે શેર બજાર (Indian Stock Market) લાલ નિશાન પર બંધ રહ્યું છે. સતત બીજા અઠવાડિયે ભારતીય શેર બજાર લાલ નિશાન પર બંધ રહ્યું છે. ગત અઠવાડિયે બજારમાં એપ્રિલ 2021 પછી એક દિવસમાં સૌથી મોટો કડાકો (Sensex crash) બોલી ગયો હતો. જોકે, બીજા સત્રમાં બજારમાં રિકવરી જોવા મળી હતી. બાકીના ત્રણ દિવસ બજાર એક સીમિત દાયરામાં બંધ રહ્યું હતું.

    સ્મૉલ કેપ ઇન્ડેક્સ

    18 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે બીએસઈ સ્મૉલ કેપ ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. સ્મૉલ કેપમાં આશરે 16 સ્ટૉક એવા રહ્યા છે જેમાં 15 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે. જેમાં Axtel Industries, Syncom Formulations, Manappuram Finance, NRB Bearings, Mangalam Organics, મેટ્રોપોલિસ હેલ્થકેર જેવા નામ સામેલ છે. બીજી બાજુ 12 સ્મૉલ કેપ શેર એવા છે જેમાં 10-29 ટકાની તેજી જોવા મળી છે. આ શેર્સમાં Sree Rayalaseema Hi Strength, TCPL Packaging, Excel Industries, Solara Active Pharma Sciences, Everest Industries જેવા નામ સામેલ છે.

    મિડ કેપ ઇન્ડેક્સ

    આ જ રીતે મિડ કેપ ઇન્ડેક્સમાં બે ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. REC, Balkrishna Industries, Gland Pharma, Rajesh Exports, Godrej Industries એવા શેર્સ છે જેમાં 6-9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ Voltas, CRISIL, Adani Power, Page Industries, Cummins India જેવા શેર્સમાં 3-5 ટકાની તેજી જોવા મળી હતી.

    આ પણ વાંચો: LIC સંચાલિત યુલિપના આ સ્ટોક્સ પર રાખો નજર, ચમકાવી શકે છે તમારી કિસ્મત

    લાર્જ કેપ ઇન્ડેક્સ

    બીએસઈ લાર્જ કેપ ઇન્ડેક્સ ગત અઠવાડિયે 0.7 ટકા તૂટ્યો છે. આ ઘટાડામાં Piramal Enterprises, NMDC, Ambuja Cements, Bank Of Baroda, Interglobe Aviation જેવા શેર્સનો મોટું યોગદાન રહ્યું છે.

    સેન્સેક્સ

    બીએસઈ સેન્સેક્સ પર નજર કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો છે. તેના પછી આઈટીસી, એસબીઆઈ જેવા નામ સછે. બીજી બાજુ ટીસીએસ, રિલાયન્સ અને એચયૂએલની માર્કેટ કેપમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો છે.

    અન્ય સેક્ટર્સ

    અલગ અલગ સેક્ટર પર નજર કરીએ તો નિફ્ટી પીએસયૂ બેંક ઇન્ડેક્સ 4.6 ટકા, મેટલ ઇન્ડેક્સ 4 ટકા અને રિયલ્ટી ઇન્ટેક્સ 2.7 ટકા સુધી તૂટ્યા હતા.

    આ પણ વાંચો: શું રિટેલ રોકાણકારો માટે ટીસીએસની શેર બાયબેક ઑફર સારી તક છે?

    વિદેશી રોકાણકારો

    18 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયામાં વિદેશી રોકાણકારો (FII) તરફથી ભારતીય બજારમાં 12,215.48 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી છે. બીજી તરફ ઘરેલૂ રોકાણકારોએ 10,592.21 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. ફેબ્રુઆરી મહિનામાં અત્યારસુધી એફઆઈઆઈ તરફથી 21,928.08 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી છે. બીજી તરફ DII તરફથી 16,429.46 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી છે.

    ડોલર સામે રૂપિયો

    મુદ્રા બજાર પર નજર કરીએ તો 18 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે ડૉલરની સરખામણીમાં રૂપિયો અઠવાડિક આધારે 71 પૈસાના વધારા સાથે 74.66ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ 11 ફેબ્રુઆરીના રોજ રૂપિયો ડૉલર સામે 75.37 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, NSE, Share market, Stock market, સેન્સેક્સ

    આગામી સમાચાર