Home /News /business /HDFC Bank Stock: Q1 પરિણામ બાદ HDFC બેન્કનો શેર ખરીદવો જોઈએ કે નહીં?

HDFC Bank Stock: Q1 પરિણામ બાદ HDFC બેન્કનો શેર ખરીદવો જોઈએ કે નહીં?

એચડીએફસી બેંક

HDFC Bank Q1 Results: નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં HDFC બેન્કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 19% વધુ એટલે કે, રૂ.9,196 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

નવી દિલ્હી: રોકાણકારો 30 જૂન 2022 (Q1FY23)ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટર માટે દેવાદારોની આવક પર પ્રતિક્રિયા આપતા HDFC બેન્કના શેરમાં સોમવારે સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. બેન્કનો શેર એક્સચેન્જ પર દિવસના નીચલા સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો અને માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 10,600 કરોડથી વધુનું નુકસાન થયું છે. HDFC બેન્ક હાઈ ટ્રેઝરી લોસ, ઓપરેટિંગ ખર્ચા તથા અન્ય ક્ષેત્રે નુકસાન થતા પહેલા ક્વાર્ટરમાં એનેલિસ્ટની અપેક્ષાઓ કરતા ઓછું વળતર મળ્યું છે. તેમ છતાં HDFC બેન્કે હોમ લોન અને ગોલ્ડ લોનમાં ટ્રેક્શન મળતા પર્સનલ લોનમાં મજબૂત ધિરાણની વૃદ્ધિ નોંધાઈ હતી. સોમવારે દિવસના અંતે એચડીએફસી બેંકનો શેર 1.02 ટકા એટલે કે 13.85 રૂપિયા ઘટીને 1348.20 પર બંધ રહ્યો હતો. HDFC બેન્કે ગયા સપ્તાહના મૂડીરોકાણની સરખામણીએ રૂ.10,666 કરોડથી વધુનું બજાર મૂલ્ય ગુમાવી દીધું છે.

વર્તમાન ભાવસ્તર અનુસાર, HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 7,46,993.54 કરોડ પર છે. ગયા સપ્તાહે શુક્રવારે બંધ થયેલ ભાવ રૂ. 7,57,659.72 કરોડ કરતા આ માર્કેટ વેલ્યુએશન રૂ. 10,666.18 કરોડ ઓછું છે. BSE પર આ શેર અગાઉ ટ્રેડિંગ સેશનની કિંમત રૂ. 1,363.85 પર ખૂલ્યા હતા. જ્યારે સોમવારે આ શેર રૂ. 1,352 કિંમત પર ખુલ્યો હતો.

બેંકનો નફો


નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં HDFC બેન્કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 19% વધુ એટલે કે, રૂ.9,196 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. અગાઉ જૂન ક્વાર્ટરમાં થયેલ નેટ ઈન્ટેરેસ્ટ ઈન્કમ (NII) રૂ.7,009 કરોડથી વધીને (14.5% નો વધારો) રૂ.19,481.4 કરોડ થઈ હતી. નાણાંકીય વર્ષ 2022-23માં નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 4%થી વધીને 4.2% થઈ ગયો હતો.

30 જૂન, 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 4,830.8 કરોડની સરખામણીએ સમીક્ષા હેઠળ ક્વાર્ટરમાં જોગવાઈઓ અને આકસ્મિકતા ઘટીને રૂ. 3,187.7 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં 1.47% (મોસમી કૃષિ સેગમેન્ટમાં NPA સિવાય 1.26%) ની સરખામણીએ નોન પરફોર્મિંગ એસેટ્સ કુલ એડવાન્સિસના 1.28% પર હતી (સિઝનલ સિઝનમાં NPA સિવાયના 1.06%). કુલ ક્રેડિટ કોસ્ટ રેશિયો 0.91% હતો, જે Q1 FY22 માં 1.67% હતો.

આ દરમિયાન Q1FY23માં બેંકનો ઓપરેટિંગ ખર્ચ 28.7% વધીને રૂ.10,501.8 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 8,160.4 કરોડ હતો. 30 જૂન, 2022 સુધીમાં HDFC બેન્કે ડિપોઝીટ્સ અને ધિરાણ પુસ્તકોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. વાર્ષિક ધોરણે 21.6% વધીને રૂ. 13,95,068 કરોડનું કુલ એડવાન્સ મળ્યું, જ્યારે વાર્ષિક ધોરણે ડિપોઝિટ 19.2% વધીને રૂ.16,04,760 કરોડ થઈ.

ધીરાણકર્તાએ ત્રિમાસિક ગાળા દરમિયાન 36 શાખાઓ અને 10,932 કર્મચારીઓમાં વધારો કર્યો છે. છેલ્લા 12 મહિનામાં ધિરાણકર્તાએ 725 બ્રાન્ચ અને 29,038 કર્મચારીઓમાં વધારો કર્યો છે.

બેંકે શું કહ્યું?


શનિવારે, 28મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન HDFC બેન્કના ચેરમેન અતનુ ચક્રવર્તીએ કેટલીક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમે રિટેલ એસેટ્સ, કોમર્શિયલ અને રૂરલ બેન્કિંગ, કોર્પોરેટ બેન્કિંગ, સરકારી અને સંસ્થાકીય બેન્કિંગ, વેલ્થ મેનેજમેન્ટ અને પેમેન્ટ્સને ગ્રોથ એન્જિન તરીકે ડિફાઈન કરીએ છીએ. મને જણાવતા આનંદ થાય છે કે, આપણે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. ઉપરાંત ગ્રાહક સેવા, પ્રોડક્ટ ઈનોવેશન તેમજ સુરક્ષિત બેંકિંગ પ્રેક્ટિસમાં સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત છે."

અતનુ ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું છે કે, "અમે ફિનટેક અને અન્ય સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મની તાકાતનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. જેથી મોટો ગ્રાહક વર્ગ આ સુવિધા સુધી પહોંચી શકે અને નવી પ્રોડક્ટનું ઈનોવેશન થઈ શકે. HDFC બેન્ક પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણને માત્ર નિયમનકારી જરૂરિયાત તરીકે નહીં, પરંતુ નફાકારક ઉત્પાદન ઓફર તરીકે જોવે છે. ચેરમેન જણાવે છે કે, તેઓ દેશના અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોની મજબૂત વૃદ્ધિનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે.

ચેરમેને વધુ માહિતી આપતા જણાવ્યું કે, બેંકને દેશના ઘણા બેંક હેઠળના વિસ્તારોમાં લઈ જવાની મોટી તક છે. બેંક 6,000થી વધુ શાખાઓના વર્તમાન નેટવર્કને વધુ વિસ્તરણ કરવાની તકો પર ધ્યાન આપશે. આ કારણોસર તેની જવાબદારીના આધારને વધારવામાં મદદ મળી શકે, જે ક્રેડિટ વૃદ્ધિને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. "વૃદ્ધિની આ ગતિનો અર્થ છે કે, અમે અમારા 7 કરોડથી વધુના વધતા ગ્રાહક આધાર અને ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી માનવબળમાં વધારો કરીશું."

આ પણ વાંચો:  દરરોજ રૂ. 238ની બચત કરીને પાકતી મુદતે મેળવો રૂ. 54 લાખ

HDFC બેન્કના મર્જર અંગે ચેરમેને જણાવ્યું હતું કે, "મર્જરથી એક વધુ સ્થિર બેલેન્સ શીટ બનાવવામાં આવશે. જે અમને અમારા એક્સ્પોઝરને વધારવા અને અર્થતંત્રમાં ઉચ્ચ ધિરાણ વૃદ્ધિને સરળ બનાવવા માટે સક્ષમતામાં વધારો કરશે."

ચેરમેને વધુમાં જણાવ્યું કે, "અમે વિવિધ સત્તાધીશોને જરૂરી અરજીઓ કરી છે. બોર્ડ મર્જરના વિવિધ પાસાઓની મંજૂરી માટે કાયદાકીય પ્રક્રિયા દ્વારા આવશ્યકતા અનુસાર મર્જર પ્રક્રિયા પર ખૂબ જ ઝીણી નજર રાખવામાં આવી રહી છે."

શું તમે HDFC બેન્કના શેર ખરીદ્યા છે?


ICICI સિક્યોરિટીઝના રિસર્ચ એનેલિસ્ટ કુણાલ શાહ, રેનીશ ભુવા અને ચિંતન શાહે સંશોધનમાં જણાવ્યું હતું કે, "HDFC બેન્ક (HDFCB) નાણાકીય વર્ષ 2022-23ની 19% વાર્ષિક આવક વૃદ્ધિ રૂ. 13.1 બિલિયનની વધુ ખોટ અને એલિવેટેડ ઓપેક્સ (up 3% QoQ / 29% YoY)ને કારણે I-Sec અપેક્ષાઓથી પાછળ રહી ગઈ છે.

Q1FY23ની 19% વાર્ષિક આવક વૃદ્ધિ રૂ. 13.1 બિલિયનની ઊંચી ટ્રેઝરી ખોટ અને એલિવેટેડ ઓપેક્સને કારણે I-Sec અપેક્ષાઓથી પાછળ રહી ગઈ છે (3% QoQ / 29% YoY ઉપર).

સ્લિપેજ, કોર્પોરેટ સેગમેન્ટની ગુનાખોરી અને પુનઃરચિત પૂલમાંથી સ્લિપેજ પર 2.5% જેટલો વધારો થયો છે. તેમ છતાં આકસ્મિક બફર સર્જનની ગેરહાજરીમાં ક્રેડિટ કોસ્ટ 91bps પર સંચાલિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે પ્રોફિટ બુકિંગ કરવું? ક્યારે ફરીથી રોકાણ કરવું?

NIM 4% પર સ્થિર હતો, કારણ કે EBLR અને MCLR હાઇકનાં પુનઃપ્રાઈસિંગ લાભમાં પ્રતિબિંબિત કરવાનું બાકી છે (રીસેટ એક ક્વાર્ટર અથવા બેના અંતર સાથે થાય છે). 14.5%ની NII વૃદ્ધિ અપેક્ષિત રેખાઓ પર હતી. કોર ફી આવક 38% વધુ હતી. મોટાભાગના છૂટક અને વ્યાપારી ઉત્પાદનોએ 4-6% QoQ વૃદ્ધિ નોંધાવી હતી; હોમ લોન અને ગોલ્ડ લોન્સે ટ્રેક્શન મેળવ્યું હતું, જ્યારે પર્સનલ લોન અને પેમેન્ટ પ્રોડક્ટ્સે ગતિ જાળવી રાખી હતી."

એસેટ ક્વોલિટી પર એનેલિસ્ટોએ જણાવ્યું હતું કે, "રૂ. 24 બિલિયનના રાઇટ-ઓફ અને રૂ. 30 બિલિયનની રિકવરી/અપગ્રેડ દ્વારા આંશિક રીતે સરભર, GNPAs 11bps QoQ વધીને 1.28% પર પહોંચી ગયા છે. 0.35% પર નેટ NPA 3bps QoQ વધીને કવરેજ રેશિયો 72.9 પર જાળવી રાખ્યો હતો. સ્લિપેજમાં વધુ ઘટાડો, વધુ સારી રિકવરી અને સુધારેલ સંગ્રહ આગામી ક્વાર્ટરમાં એસેટ ગુણવત્તાના વલણોને સમર્થન આપશે. FY23E / FY24E માટે અનુક્રમે 1.2%/1.4%ના ગ્રોસ NPAની અપેક્ષા રાખવામાં આવે છે."

માર્ચ 2022ના ક્વાર્ટરમાં બેંકની ગ્રોસ NPA 1.17% હતી


વધુમાં ક્રેડિટ ખર્ચ પર આ એનેલિસ્ટોએ જણાવ્યું હતું કે, "સ્ટ્રેસમાં સુધારો, સતત પુનઃપ્રાપ્તિ ગતિ અને બેંકની આંતરિક પોર્ટફોલિયો ગુણવત્તામાં વિશ્વાસ સાથે, અમે અનુક્રમે FY23E/FY24E માટે ક્રેડિટ ખર્ચ 1.0%/1.1% પર સેટલ થવાનો અંદાજ લગાવીએ છીએ."

એનેલિસ્ટોનો અંદાજો છે કે, નજીકના ગાળામાં HDFC બેન્ક માટે ઓપરેટિંગ ખર્ચ વધુ રહેશે.

"એલિવેટેડ એમ્પ્લોયી અને બ્રાન્ચ કોસ્ટ, રિટેલમાં વધારો કરવા પર ફોકસ, ટેક્નોલોજીમાં રોકાણ (ઓપેક્સના 8-9% પર ટેક ખર્ચ) વચગાળામાં ઊંચા ઓપરેટિંગ ખર્ચમાં પરિવર્તિત થવાનું ચાલુ રહેશે. ઓપેક્સ ટુ એસેટ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે FY23E/F24E માટે અનુક્રમે 2.0%/2.0% છે".

આ પણ વાંચો: આશિષ કચોલિયાએ આ બે મલ્ટીબેગર શેરમાં રોકાણ વધાર્યું

બીજી તરફ સ્થિર NIMs વૃદ્ધિના ધીરાણમાં પણ વધુ જોખમ રહેલું છે. જેથી ઓછા ધિરાણમાં રોકાણ કરવું તે વધુ વિશ્વસનીય છે. "વધતી વૃદ્ધિ મોટાભાગે રિટેલ/એસએમઈ દ્વારા આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે, જે થાપણો કરતાં લોન પોર્ટફોલિયોના ઝડપી પુનઃપ્રાપ્તિ દ્વારા વધુ સમર્થિત છે.

"રિટેલમાં વધારો કરવા ઇન્ફ્રા, કર્મચારીઓ અને ટેક્નોલોજીમાં સતત રોકાણ, એલિવેટેડ ઓપેક્સથી 2%ની અસ્કયામતોમાં પ્રતિબિંબિત થાય છે. આ શેર રૂ.1,874 (અગાઉ: રૂ.1,955)ના સુધારેલા લક્ષ્ય ભાવ સાથે ખરીદો અને જાળવી રાખો."

બેંક માટેના મુખ્ય જોખમોમાં મર્જર સાથે જોડાયેલ નિયમનકારી ખર્ચ અને એલિવેટેડ ઓપેક્સ સામેલ છે.

LKP રિસર્ચના વિશ્લેષક અજીત કુમાર કબીએ જણાવ્યું હતું કે, "ટ્રેઝરીની ખોટને બાદ કરતાં બેંકનો ROA/ROE 2%/17% હતો. અમારું માનવું છે કે, ઉચ્ચ પ્રવાહિતા, પર્યાપ્ત કવરેજ અને મૂડીની મજબૂત સ્થિતિના કારણે બેન્કની સારી સ્થિતિ બને છે." HDFC બેન્ક પર 12-મહિનાની લક્ષ્ય કિંમત રૂ.1,709 નક્કી કરવામાં આવી છે.

(ખાસ નોંધ: ઉપર જણાવેલા તમામ મંતવ્યો નિષ્ણાતોના વ્યક્તિગત અને બ્રોકિંગ કંપનીના છે. ન્યૂઝ18 ગુજરાત તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણની સલાહ આપવામાં આવતી નથી.)
First published:

Tags: HDFC Bank, Investment, Stock tips