Home /News /business /Stock Tips: આ સરકારી કંપનીનો રૂ. 100થી ઓછી કિંમતનો શેર 70 ટકા ઉછળી શકે

Stock Tips: આ સરકારી કંપનીનો રૂ. 100થી ઓછી કિંમતનો શેર 70 ટકા ઉછળી શકે

શેરબજાર ટીપ્સ

Expert on BHEL: સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝના અંદાજ મુજબ, આ શેર ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. જાણકારોના મતે જો તમે વર્તમાન ભાવે BHELના શેર ખરીદો તો 70 ટકા સુધીનો નફો મેળવી શકો છો.

Stock Tips: ઓછી કિંમતના શેરમાં રોકાણ કરી મસમોટું વળતર મેળવવા માંગતા લોકો માટે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે કે BHELના શેર સારો વિકલ્પ બની શકે છે. સ્ટોક માર્કેટના તજજ્ઞો આ શેર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. દેશમાં એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સૌથી મોટી સરકારી કંપની BHELના શેર શુક્રવારે લગભગ 2.61% ટકાના ઘટાડા સાથે રૂ. 57.85ના ભાવે બંધ રહ્યા હતા.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝના અંદાજ મુજબ, આ શેર ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. જાણકારોના મતે જો તમે વર્તમાન ભાવે BHELના શેર ખરીદો તો 70 ટકા સુધીનો નફો મેળવી શકો છો. બ્રોકરેજ ફર્મના જણાવ્યા પ્રમાણે કોમોડિટીના ભાવમાં નરમાઇથી કંપનીનો નફો વધશે અને પાવરની માંગ વધવાથી કંપનીનો બિઝનેસ પણ મજબૂત થશે.

કંપનીનો નફો વધશે


ગત નાણાંકીય વર્ષ 2021-22માં કંપનીનો કારોબાર સારો રહ્યો હતો. ફિક્સ ખર્ચમાં ઘટાડો અને પ્રોવિઝન્સમાં રિવર્સલના કારણે કંપનીનું EBITDA પોઝિટિવ થઈને રૂ. 740 કરોડ સુધી બન્યું છે. વધુમાં બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે, સસ્તા રૉ મટિરીયલ અને હાયર ઓપરેટિંગ લીવરેજના કારણે કંપનીનો નફો વધશે. બીજી તરફ, આગામી ક્વાર્ટરમાં પાવર ઓર્ડરમાં તેજી આવશે તેવી બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝને આશા છે.

ટાર્ગેટ પ્રાઇસ રૂ. 76 રૂપિયાથી વધારીને રૂ. 100 કરી


સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)એ તાજેતરમાં જ નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાનના ડ્રાફ્ટમાં આગામી દાયકામાં 43 ગીગાવોટ કોલસા આધારિત પ્લાન્ટ ઉમેરવાની વાત કરી હતી. જેમાંથી 25 ગીગાવોટ પર કામ શરૂ થઈ ગયું છે અને બાકીનું હજી મંજૂર થયું નથી. નવા કોલસા પ્લાન્ટના ઓર્ડર સાથે BHEL આગામી વર્ષોમાં નોન-પાવર સેગમેન્ટમાં પણ વૃદ્ધિ કરી શકશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સ્થાનિક બ્રોકરેજ ફર્મે તેને બાય રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 76 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દીધી છે.

આ પણ વાંચો: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

70 ટકા ઉછાળાની અપેક્ષા


BHELનો શેર ગયા વર્ષે 13 ઓક્ટોબરે 78.65 રૂપિયાની વિક્રમી 52 સપ્તાહની ઊંચી સપાટીએ હતો. તે પછી તેમાં વેચવાલી જોવા મળી હતી અને આ વર્ષે તે 20 જૂન, 2022ના રોજ 41.40 રૂપિયાના 52 અઠવાડિયાના રેકોર્ડ નીચલા સ્તરે સરકી ગયો હતો. જો કે, આ નીચલા સ્તરેથી BHELનો શેર હવે 42 ટકા ઊછળ્યો છે અને આગળ 70 ટકા વધવાની ધારણા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment, Share market, Stock market

विज्ञापन
विज्ञापन