Stock Market: આજે સેન્સેક્સ 58030.41 પોઈન્ટ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન વધીને 58127.95 પોઇન્ટ પર પહોંચ્યો હતો. ગત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 57863.93 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
નવી દિલ્હી: સોમવારનો દિવસ ભારતીય શેર બજાર (Indian Stock Market) માટે બહુ સારો રહ્યો ન હતો. આજે ફરી એકવાર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty 50) ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં આજે 571 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. જ્યારે નિફ્ટી 169 પોઇન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સ આજે ઘટીને 57,292.49 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 17171.60 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આ રીતે સેન્સેક્સમાં 0.99 ટકા અને નિફ્ટી-50માં 0.98 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આજે બેન્કિંગ, એફએમસીજી, પાવર શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. મેટલ શેર્સમાં ખરીદી જોવા મળી હતી. આ દરમિયાન મેટલ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો હતો. આજે દિવસના અંતે સેન્સેક્સના 30 શેરમાંથી 26 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંકના 12 શેરમાંથી 10 શેરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરમાંથી 40 શેરમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ આજે 58,030.41 પોઈન્ટ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન વધીને 58,127.95 પોઇન્ટ પર પહોંચ્યો હતો. ગત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 57,863.93 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
સોના-ચાંદીની કિંમત
અઠવાડિયાના પ્રથમ દિવસે સોનાની કિંમત ફ્લેટ (Gold price today) રહી છે. બીજી તરફ ચાંદીની કિંમતમાં થોડો ઉછાળો (Silver price today) નોંધાયો છે. આજે સવારે 9:40 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.11 ટકા એટલે કે 56 રૂપિયા ઘટીને 51,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.21 ટકા એટલે કે 144 રૂપિયા વધીને 68,020 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. (વાંચો સમગ્ર અહેવાલ...)
ક્રિપ્ટોકરન્સીની કિંમત
આજે ક્રિપ્ટોકરન્સીને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બિટકોઈન 41 હજાર ડૉલર નીચે ટ્રેડ કરી રહ્યો છે. ડિજિટલ ટોકન બે ટકા ઘટીને 40,072 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. દુનિયાની સૌથી લોકપ્રીય ક્રિપ્ટોકરન્સી 2020માં અત્યારસુધી 11 ટકા નીચે છે. ગત વર્ષે બિટકોઈને 69,000 ડૉલરની રેકોર્ડ સપાટી બનાવી હતી. ડૉગકોઈનની કિંમત ત્રણ ટકા ઘટીને 0.11 ડૉલર થઈ ગઈ છે. શીબા ઇનુની કિંમત પાંચ ટકા ઘટીને 0.000023 ડૉલર થઈ ગઈ છે.
પેટીએમના શેરમાં આજે પણ ઘટાડો ચાલુ રહ્યો છે. 3:20 વાગ્યે એનએસઈ પર પેટીએમનો શેર છ ટકાની આસપાસ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જમા વેલ્થ (Jama Wealth)ના સીઈઓ રામ કલ્યાણ મેદુરી (Ram Kalyan Meduri)એ ઇન્વેસ્ટર્સને પેટીએમ (Paytm) જેવા ગ્લેમરસ આઈપીઓ (Paytm IPO)થી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ છે કે કંપનીનું હજુ સુધી કોઈ સ્પષ્ટ બિઝનેસ મોડલ નથી. રિટલે રોકાણકારોને આ અંગે સ્પષ્ટતા મેળવવા અને તેને સમજવા માટે હજુ સમય લાગશે. મેદુરીએ કહ્યુ કે, "શેર 450 રૂપિયા (Macquarieનું અનુમાન)ના ટાર્ગેટથી નીચે જઈ શકે છે. તમામ વાતની એક વાત કે આપણે આવા વૈભવી આઈપીઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે પ્રમોટર્સ વિશે આપણે વધારે કંઈ નથી જાણતા." (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર