Home /News /business /

Paytm Stock: પેટીએમનો શેર 450 રૂપિયાથી નીચે જઈ શકે, આવા ગ્લેમર આઈપીઓથી દૂર રહો: રામ કલ્યાણ મેદુરી

Paytm Stock: પેટીએમનો શેર 450 રૂપિયાથી નીચે જઈ શકે, આવા ગ્લેમર આઈપીઓથી દૂર રહો: રામ કલ્યાણ મેદુરી

પેટીએમ શેર (પ્રતીકાત્મક તસવીર)

Paytm IPO: મેદુરીએ કહ્યુ કે, "ત્યાં સુધી શેર 450 રૂપિયા (Macquarie નું અનુમાન)ના ટાર્ગેટથી નીચે જઈ શકે છે. તમામ વાતની એક વાત કે આપણએ આવા વૈભવી આઈપીઓથી દૂરી રહેવું જોઈએ, કારણ કે પ્રમોટર્સ વિશે આપણે વધારે કંઈ નથી જાણતા."

  નવી દિલ્હી: જમા વેલ્થ (Jama Wealth)ના સીઈઓ રામ કલ્યાણ મેદુરી (Ram Kalyan Meduri)એ ઇન્વેસ્ટર્સને પેટીએમ (Paytm) જેવા ગ્લેમરસ આઈપીઓ (Patytm IPO)થી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ છે કે કંપનીનું હજુ સુધી કોઈ સ્પષ્ટ બિઝનેસ મોડલ નથી. રિટલે રોકાણકારોને આ અંગે સ્પષ્ટતા મેળવવા અને તેને સમજવા માટે હજુ સમય લાગશે. પેટીએમના શેર (Paytm Stock) ઇશ્યૂ કિંમતથી 70 ટકા સુધી તૂટી ગયા છે. મેદુરીએ મનીકંટ્રોલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

  ઇક્વિટી કંપનીઓ માટે ફંડ મેળવવું મુશ્કેલ બનશે


  મેદુરીએ કહ્યુ કે, "શેર 450 રૂપિયા (Macquarieનું અનુમાન)ના ટાર્ગેટથી નીચે જઈ શકે છે. તમામ વાતની એક વાત કે આપણે આવા વૈભવી આઈપીઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે પ્રમોટર્સ વિશે આપણે વધારે કંઈ નથી જાણતા."

  તેમણે કહ્યુ, ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક્સે લિક્વિડિટી ઓછી કરવા માટે વ્યાજદરો વધારવાની શરૂઆત સાથે જ ઇક્વિટી કંપનીઓ માટે નવા રાઉન્ડ અંતર્ગત ફંડ એકઠું કરવું મુશ્કેલ બની શકે છે. જેનાથી રોકાણ પરત લેવા માટે મજબૂર થવું પડી શકે છે.

  ટ્રેડર્સ પોઝિશન લઈને ફાયદો ઉઠાવી શકે


  જમા વેલ્થના સીઈઓએ જણાવ્યું કે, "માર્કેટ ન્યૂક્લિયર વોરના ખતરા અને યૂએસ ફેડ તરફથી કડક પગલાને પગલે પહેલા જ નબળું પડી ચૂક્યું છે. ટ્રેડર્સ પોઝિશન લઈને આગાળના ઘટનાક્રમનો ફાયદો ઉઠાવી શકે છે. કારણ કે બજારમાં ઉતાર ચઢાવ ચાલી રહી છે."

  આ પણ વાંચો: તજના છોડ વાવીને કરી શકો છો લાખોની કમાણી, જાણો કેવી રીતે કરશો શરૂઆત

  તેમને લાગે છે કે ફેડના દબાણ, અથવા ચીનનું રશિયાને સમર્થન, અથવા વ્યાજદરોમાં વધારાને પગલે ફરી એકવાર ઘટાડાની શરૂઆત થઈ શકે છે.

  મેદુરીએ પોતાના 23 વર્ષની કારકિર્દીની શરૂઆત ઇન્ફોસિસ સાથે કરી હતી. છેલ્લે તેઓ ઇન્ફોસિસમાં હૈદરાબાદ ફિનટેક વર્ટિકલના હેડ હતા. તેમણે અનેક ફોર્ચ્યુન કંપનીઓમાં તેમની સાથે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્શ્યોરન્સ બિઝનેસ ટેક્નોલોજી સ્ટ્રેટજીસ પર નજીકથી કામ કર્યું છે. બાદમાં તેઓ આઈસીઆઈસીઆઈ ગ્રુપમાં સીઈઓ અને ત્યાર પછી પૂનાવાલા ફિનકૉર્પમાં ગ્રુપ સીઈઓ પણ રહ્યા હતા.

  આ પણ વાંચો: 3 વર્ષમાં આ પેની સ્ટોક બન્યો મલ્ટીબેગર, રોકાણકારોને કર્યા માલામાલ

  વ્યાજદરમાં વધારો અંદાજ કરતા વધારે રહી શકે


  જિયોપૉલિટિકલ ટેન્શન (geopolitical tensions) અને રશિયા પર પ્રતિબંધોને જોતા યૂએસ ફેડ તરફથી વ્યાજદરોમાં વધારા અંગેના સવાલ પર મેદુરીએ કહ્યુ કે, યુક્રેન રશિયા યુદ્ધ પહેલા જ અમેરિકામાં અમેરિકામાં વ્યાજદરો વધવાની સંભાવના હતી. ફેડની ડિસેમ્બરની મિટિંગના અંદાજ કરતા વધારે જ વ્યાજદરો વધવાની સંભાવના છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, Paytm, Share market, Stock market

  આગામી સમાચાર