Home /News /business /

Stock Market Next Week: ગત અઠવાડિયે 100થી વધારે સ્મૉલ કેપ શેર 10-22% તૂટ્યા; નિષ્ણાતોના મતે જાણે આગળ કેવી રહેશે બજારની ચાલ

Stock Market Next Week: ગત અઠવાડિયે 100થી વધારે સ્મૉલ કેપ શેર 10-22% તૂટ્યા; નિષ્ણાતોના મતે જાણે આગળ કેવી રહેશે બજારની ચાલ

ભારતીય શેરબજાર

Share Market next week: રેલિગર બ્રોકિંગના અજિત મિશ્રાનું કહેવું છે કે, બજારમાં ટ્રેડિંગ કરતા લોકોએ શુક્રવારના એક દિવસના ઉછાળાથી બહું હરખાઈ જવાની જરૂર નથી. બજારની દિશા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર છે.

  નવી દિલ્હી. 25મી અઠવાડિયે પૂર્ણ થયેલા અઠવાડિયે ભારતીય શેર બજાર (Indian Stock Market) સતત ત્રીજા અઠવાડિયે દબાણ હેઠળ રહ્યું હતું. રશિયા-યુક્રેન સંકટ, ક્રૂડ ઓઇલની વધી રહેલી કિમત, એફએન્ડઓ એક્સપાયરી અને એફઆઈઆઈની વેચવાલીને પગલે બજાર પર દબાણ બન્યું હતું. 25 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે સેન્સેક્સ (Sensex) 1974.45 પોઇન્ટ એટલે કે 3.41 ટકા તૂટીને 55,858.52 પર બંધ રહ્યો હતો. નિફ્ટી (Nifty) 617.9 પોઇન્ટ એટલે કે 3.57 ટકા તૂટીને 16,658.40ના સ્તર પર બંધ રહ્યો હતો. અલગ અલગ સેક્ટર પર નજર કરીએ તો તમામ ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ રહ્યા હતા. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 7.6 ટકા તૂટ્યો હતો. PSU બેન્ક ઇન્ડેક્સ 5.7 ટકા, ઓટો ઇન્ડેક્સ 4.6 ટકા તૂટ્યો હતો.

  ગત અઠવાડિયે 141 સ્મૉલ કેપ શેર્સ એવા હતા જેમાં 10-20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર), Aegis Logistics, ઉર્જા ગ્લોબલ, સદભાવ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ, Soril Infra Resources, Olectra Greentech, Indiabulls Housing Finance, Syncom Formulations, ગાયત્રી પ્રોજેક્ટ્સ, GE T&D India, આર સિસ્ટમ્સ ઇન્ટરનેસનલ, ભારત રોડ નેટવર્ક, Elgi Equipments, બ્રાઇટકોમ ગ્રુપ, Cantabil Retail India વગેરે સામેલ છે.

  બીજી બાજુ Salasar Techno Engineering, ઓરિએન્ટ બેલ, Garware Hi-Tech Films, Federal-Mogul Goetze, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, Dixon Technologies, Forbes Gokak, Globus Spirits, Sunteck Realty વગેરે શેર્સમાં 8-18 ટકાની તેજી જોવા મળી હતી.

  આગળ કેવી રહેશે બજારની ચાલી?

  મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના સિદ્ધાર્થ ખેમકાનું કહેવું છે કે, શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી પરંતુ આગામી થોડા દિવસોમાં બજારમાં ઉતાર-ચઢાવ યથાવત રહી શકે છે. બજારની નજર રશિયા અને યુક્રેનની સ્થિતિ પર રહેશે. નજીકના ભવિષ્ય માટે ગુરુવારનો 16,200નો મજબૂત સપોર્ટ કામ કરી શકે છે. ટ્રેડર્સને સૂચના આપવામાં આવે છે કે ભારે ઉતાર ચઢાવ વચ્ચે સાવધાની રાખે. આ સાથે જ રોકાણકારો માટે સલાહ રહેશે કે ઘટાડા પર બ્લૂચીપ કંપનીઓના શેર ટુકડે ટુકડે પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરે.

  રેલિગર બ્રોકિંગના અજિત મિશ્રાનું કહેવું છે કે, બજારમાં ટ્રેડિંગ કરતા લોકોએ શુક્રવારના એક દિવસના ઉછાળાથી બહું હરખાઈ જવાની જરૂર નથી. બજારની દિશા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર છે. જો બજારમાં તેજી આવે છે તો 16,850-17,000 ના સ્તર પર નિફ્ટી માટે મોટું વિઘ્ન નજરે પડી રહ્યું છે. વધી રહેલા જિયોપૉલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાને પગલે બજારમાં પરેશાની ચાલુ રહેશે. આથી સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી બજારમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી પોતાની પોઝિસન હળવી રાખો અને પસંદગીના ક્વૉલિટી શેરમાં જ રોકાણ કરો.

  આ પણ વાંચો: ભારત યૂક્રેનમાંથી કઈ કઈ વસ્તુની આયાત કરે છે? કઈ વસ્તુની નિકાસ કરે છે?

  HDFC Securities ના નાગરાજ શેર્ટીનું કહેવું છે કે, શુક્રવારે બજારમાં જોવા મળેલો પુલબેક સારો સંકેત છે. પરંતુ નિફ્ટી માટે 16700-16800 પર મોટું વિઘ્ન નજરે પડી રહ્યું છે. જો નિફ્ટી તે લેવલથી ઉપર બન્યો રહે છે તો શોર્ટ ટર્મમાં તેજીની આશા રાખી શકાય છે. નિફ્ટી માટે 165,00 પર ઇમીડિએટ સપોર્ટ છે. આ સપોર્ટ તૂટે છે તો ઘટાડો આવી શકે છે.

  આ પણ વાંચો: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધથી ભારતને આ રીતે થશે અધધ 1 લાખ કરોડ રુપિયાનું નુકસાન

  Swastika Investmart ના સંતોષ મીણાનું કહેવું છે કે ગત અઠવાડિયું બજાર માટે ખૂબ ખરાબ રહ્યું છે. નિફ્ટી પોતાની 200-DMA થી નીચે સરકતો નજરે પડ્યો હતો. બજારમાં હાલમાં પણ સ્થિતિ અનિશ્ચિત છે. આગામી અઠવાડિયે પણ બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Russia Ukraine, Share market, Stock market, સેન્સેક્સ

  આગામી સમાચાર