Home /News /business /

Multibagger stock: આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં આપ્યું શાનદાર રિટર્ન, એક વર્ષમાં એક લાખના થયા 16 લાખ

Multibagger stock: આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં આપ્યું શાનદાર રિટર્ન, એક વર્ષમાં એક લાખના થયા 16 લાખ

પ્રતીકાત્મક તસવીર

Investment in Stock market: આ વર્ષે આ શેરમાં 15,600 ટકાનો વધારો થયો છે.

    કોરોનાની અસર ઓછી થયા બાદ વર્ષ 2021 માં ભારતીય શેરમાર્કેટમાં અનેક મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ મલ્ટીબેગર સ્ટોકમાં ખૂબ જ વધારો થયો છે તથા અનેક શેર ભારતીય મલ્ટીબેગર સ્ટોકમાં શામેલ થયા છે. છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થવા છતા ભારતીય શેરબજાર ટોચ પર રહ્યું છે. જિંદલ પોલી ઈન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ (Jindal Poly Investment & Finance) શેર મલ્ટીબેગર સ્ટોકમાંથી એક છે. આ શેરની કિંમત આ વર્ષે રૂ.22 થી રૂ.367 સુધી થઈ ગઈ છે. આ વર્ષે આ શેરમાં 15,600 ટકાનો વધારો થયો છે.

    છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત રૂ.289 થી વધીને રૂ.367 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન આ સ્ટોકની કિંમતમાં 19 ટકાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત રૂ.37.20 થી વધીને રૂ.367 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન આ સ્ટોકની કિંમતમાં 825 ટકાનો વધારો થયો છે. છેલ્લા 1 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત રૂ.22 થી વધીને રૂ.367 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન આ સ્ટોકની કિંમતમાં 15,600 ટકાનો વધારો થયો છે.

    આ પણ વાંચો - Education loan: એજ્યુકેશન લોનમાં કર લાભ પણ મળશે, જાણો એજ્યુકેશન લોન લેવાના ફાયદા વિશે

    રોકાણ પર અસર

    આ મલ્ટીબેગર સ્ટોકના ઈતિહાસને ધ્યાનમાં રાખીને જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, આ રકમ અત્યારે રૂ.1.19 લાખ થઈ ગઈ હોત. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, આ રકમ અત્યારે રૂ.9.25 લાખ થઈ ગઈ હોત. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેર રૂ.22 માં ખરીદીને તે સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, આ રકમ અત્યારે રૂ.16.7 લાખ થઈ ગઈ હોત.

    આ પણ વાંચો - Driving Licence: શું તમારુ ડ્રાઈવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે? આવી રીતે ઘર બેઠા 30 દિવસમાં મેળવો લાઇસન્સ

    કિ બેન્ચમાર્ક શેર સાથે સરખામણી

    અત્યાર સુધીમાં NSE નિફ્ટી (Nifty ) એ 23.60 ટકા રિટર્ન આપ્યું છે. BSE સેન્સેક્સે (Sensex) વર્ષ 2021 માં લગભગ 21.50 ટકા રિટર્ન આપ્યું છે. Jindal Poly Investment & Finance શેરે કિ બેન્ચમાર્કને ખૂબ જ વધુ માર્જિનથી પાછળ છોડી દીધા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Investment, Multiaggar Stocks, Stock market

    આગામી સમાચાર