Home /News /business /Stock Market Today: આજે બજારમાં ઘટાડો જોવા મળશે કે પોતાને સંભાળશે? ક્યા ફેક્ટર છે જે ચાલ નક્કી કરશે?

Stock Market Today: આજે બજારમાં ઘટાડો જોવા મળશે કે પોતાને સંભાળશે? ક્યા ફેક્ટર છે જે ચાલ નક્કી કરશે?

નિષ્ણાતો માને છે કે આજે બજારમાં દબાણ અને આંશિક તેજી બંને જોવા મળશે અને તેની પાછળના કારણ આ છે.

Stock Market Today: ભારતીય શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં અંતિમ ત્રણ કારોબારી સત્રમાં હાહકાર મચાવતો કડાકો જોવા મળ્યો હતો. આ મહિનાની શરુઆતથી બજારમાં જેટલી પણ કમાણી થઈ તે છેલ્લા કારબોરી સત્રમાં ધોવાઈ ગઈ હતી. તેવામાં વૈશ્વિક દબાણોને પગલે આજે પણ બજારમાં મોટો કડાકો જોવા મળી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે શરુઆતમાં બજારમાં આંશિક તેજી જોવા મળી શકે છે પરંતુ આગળ ચાલીને માર્કેટ વૈશ્વિક વેચવાલીનો શિકાર થઈ શકે છે, જેના કારણે દિવસનો અંત ઘટાડા સાથે થઈ શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય શેરબજારને હાલ દુનિયામાં રોકાણની દ્રષ્ટીએ ઉત્તમ ગણવામાં આવે છે જોકે વૈશ્વિક દબાણનું શિકાર તો તે પણ બન્યું હતું. ગત સપ્તાહમાં આવેલા મોટા કડાકાએ રોકાણકારોને લાખો કરોડો રુપિયા હોમી દીધા હતા. તેવામાં એક્સપર્ટનું માનવું છે કે આજે સપ્તાહના પહેલા દિવસે પણ ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ ચાલું રહી શકે છે અને વૈશ્વિક બજારોમાં મંદી અને વેચવાલીના પગલે ભારતીય શેરબજારોમાં પણ સપ્તાહના પહેલા જ દિવસે વેચવાલી હાવી થઈ શકે છે. છેલ્લા કારોબારી સત્રમાં સેન્સેક્સ લગભગ 1100 અંક તૂટીને 58,841 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 350 અંક તૂટીને 17,531 પર અટકી ગયો હતો. એક્સપર્ટનું માનવું છે કે આજના કારોબારમાં પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર વૈશ્વિક દબાણ હાવી રહેશે. જેના કારણે તેઓ વેચવાલી તરફ જઈ શકે છે. ગ્લોબલ માર્કેટના ઘટાડાની અસર આજે પણ બજારમાં જોવા મળી શકે છે.

  આ પણ વાંચોઃ હજારો રુપિયામાં 1 કિલો વેચાતી પ્રોડક્ટનો આજે જ શરું કરો બિઝનેસ, ભારતમાંથી મોટાપાયે થાય છે એક્સપોર્ટ

  અમેરિકન અને યુરોપિયન બજારો


  અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારીના આંકડાએ બજારની સ્થિતિ ખરાબ કરી છે. ઉપરથી, ફેડરલ રિઝર્વે ફરીથી વ્યાજ દરોમાં મોટો વધારો સૂચવીને લોન મોંઘી કરવાનો નિર્ણય લીધો છે. તેની અસર શેરબજારના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા સત્રમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં 0.90 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા સત્રમાં દબાણ હેઠળ હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું શેરબજાર 1.66 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.31 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું. એ જ રીતે, લંડન સ્ટોક એક્સચેન્જમાં, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.62 ટકાનો મોટો ઘટાડો થયો હતો.

  આ પણ વાંચોઃ અમદાવાદમાં આ કંપનીનો પ્લાન્ટ શરું થતાં જ રુ.1 લાખનું લેપટોપ રુ.40 હજારમાં મળશે!

  એશિયન બજારોમાં મિશ્ર વલણ


  એશિયન બજારોમાં આજે રોકાણકારોનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.16 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે તાઇવાનનું શેરબજાર પણ આજે સવારે 0.07 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, પરંતુ આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.03 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે.

  વિદેશી રોકાણકારો દ્વારા આ મહિનાની સૌથી મોટી વેચવાલી


  ભારતીય શેરબજારમાં સતત રોકાણ કરી રહેલા વિદેશી રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આ મહિનાની સૌથી મોટી વેચવાલી કરી હતી અને તે પણ બજારમાં મોટા ઘટાડાનું કારણ હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અગાઉના સત્રમાં રૂ. 3,260.05 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 36.57 કરોડના શેર વેચ્યા છે.

  આ પણ વાંચોઃ ઘડપણમાં બેઠાં બઠાં રુ. 2 લાખની આવક કઈ રીતે થઈ શકે? અહીં સમજો

  આજે આ શેરો પર દાવ લગાવો


  નિષ્ણાતોએ આજના ટ્રેડિંગમાં કેટલાક ઉચ્ચ ડિલિવરી ટકાવારી ધરાવતા શેરોના નામ સૂચવ્યા છે. મતલબ કે આજના કારોબારમાં રોકાણકારોની નજર આ શેરો પર ટકેલી છે. આવા શેરોમાં આવા શેરોમાં Crompton Greaves Consumer Electricals, United Breweries, Power Grid Corporation of India, Bharti Airtel અને Larsen & Toubro જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Expert opinion, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन