Home /News /business /BSE Sensex: નિફ્ટી 18400 નીચે ખૂલી તો સેન્સેક્સ 150 પોઈન્ટ તૂટીને ખૂલ્યો, વૈશ્વિક દબાણ સામે ભારતીય બજારની લડત

BSE Sensex: નિફ્ટી 18400 નીચે ખૂલી તો સેન્સેક્સ 150 પોઈન્ટ તૂટીને ખૂલ્યો, વૈશ્વિક દબાણ સામે ભારતીય બજારની લડત

Stock Market News: ભારતીય શેરબજારની મજબૂત સ્થિતિ વિશે તેના પરતી ખ્યાલ આવે છે કે છેલ્લા બે દિવસમાં ભારે વૈશ્વિક દબાણ વચ્ચે પણ બજાર અંતે ઉછળીને બંધ થયું છે. એક્સપર્ટનું માનવું છે કે વૈશ્વિક દબાણ છતાં સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. જેથી આજે પણ બજારમાં તેજીનો ચમકારો જોવા મળી શકે છે.

Stock Market News: ભારતીય શેરબજારની મજબૂત સ્થિતિ વિશે તેના પરતી ખ્યાલ આવે છે કે છેલ્લા બે દિવસમાં ભારે વૈશ્વિક દબાણ વચ્ચે પણ બજાર અંતે ઉછળીને બંધ થયું છે. એક્સપર્ટનું માનવું છે કે વૈશ્વિક દબાણ છતાં સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. જેથી આજે પણ બજારમાં તેજીનો ચમકારો જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતીય શેરબજારઆ સપ્તાહમાં સતત બે કારોબારી સત્રમાં તેજી નોંધાવી ચૂક્યું છે. ગઈકાલના સત્રમાં તો વૈશ્વિક દબાણ વચ્ચે તેની શરુઆત ઘટાડા સાથે થઈ હતી પરંતુ રોકાણકારોનો ભરોસો તૂટ્યો નહીં અને ખરીદી વધતા બજાર તેજી સાથે ઉપર આવવામાં સફળ રહ્યું હતું. તેવામાં આજે ગુરુવારે પણ ભારતીય બજારમાં વૈશ્વિક માર્કેટમાં આવેલા ઘટાડાનું દબાણ જોવા મળી શકે છે. અનુમાન છે કે આજે પણ બજારની શરુઆત ઘટાડા સાથે થઈ શકે છે.

  આ પણ વાંચો: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ

  ગઈકાલના કારોબારી સત્રમાં સેન્સેક્સ 108 પોઈન્ટના વધારા સાથે 61,981 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 6 પોઈન્ટ વધીને 18,410 પર પહોંચી હતી. નિષ્ણાતો કહે છે કે દબાણ અને ઘટાડા સાથે સંઘર્ષ કર્યા બાદ આખરે બજારને ફાયદો થયો. જે રોકાણકારોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. આજે પણ જો શરૂઆતી ઘટાડો જોવા મળે તો પણ રોકાણકારોના સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે બજાર તેજી પર સવાર થઈ શકે છે. જો આમ થશે તો આજે સેન્સેક્સ ચોક્કસપણે 62 હજારનો આંકડો પાર કરી જશે.

  અમેરિકાના બજારોની સ્થિતિ


  યુએસ શેરબજાર ફરી એકવાર ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધારો કરવાના સંકેતોથી સંઘર્ષ કરી રહ્યું છે અને મંદીના ડરને કારણે રોકાણકારો તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ યુએસ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી અને મુખ્ય સ્ટોક એક્સચેન્જમાં સામેલ નાસ્ડેકમાં 1.54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં બે-બે પ્લાન્ટ ધરાવતી આ ફાર્મા કંપનીના શેરમાં 43%ના ઉછળાનો બ્રોકરેજ હાઉસને છે વિશ્વાસ

  યુરોપના બજારોની સ્થિતિ


  યુરોપિયન બજારો હજુ પણ અમેરિકાન બજારના દબાણ હેઠળ છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુરોપના તમામ મુખ્ય શેરબજારો ઘટાડા પર બંધ થયા છે. જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં પાછલા સત્રમાં 1 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.52ના નુકસાન સાથે બંધ થયું હતું. એ જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  એશિયન માર્કેટ પણ લાલ નિશાન પર છે


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા છે અને લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.24 ટકાનો ઘટાડો દર્શાવે છે, જ્યારે જાપાનનો નિક્કી 0.12 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું શેરબજાર 0.18 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે તો દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.55 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

  આ પણ વાંચોઃ નહિ આવે ક્યારેય ખોટ, આ બિઝનેસ બહુ જ ઓછા ખર્ચે કરાવશે દમદાર કમાણી

  આ શેરમાં તગડી કમાણીના ચાન્સ


  નિષ્ણાતોના મતે દબાણ હોવા છતાં આજે બજારમાં એવા ઘણા શેર છે જે વધુ સારું પ્રદર્શન કરી શકે છે. આ શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે અને આજે આ કેટેગરીમાં SBI Life Insurance Company, ICICI Prudential Life Insurance, ICICI Lombard General Insurance, Hindustan Petroleum Corporation અને Dabur India જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.

  વિદેશી રોકાણકારો વેચવાલી તરફ વળ્યા


  આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ વેચવાલીનો આગ્રહ રાખ્યો છે. છેલ્લા સત્રમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેર વેચીને ભારતીય શેરબજારમાંથી રૂ. 386.06 કરોડ પાછા ખેંચ્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,437.40 કરોડના શેર ખરીદ્યા હતા, જેણે બજારને મોટા ઘટાડાથી બચાવ્યું હતું.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन