Home /News /business /

Stock Market: બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સે 60,000 અને નિફ્ટીએ 18,000ની સપાટી વટાવી

Stock Market: બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સે 60,000 અને નિફ્ટીએ 18,000ની સપાટી વટાવી

ભારતીય શેર બજાર

Stock Market update: સોમવારે બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 18,000ને પાર ચાલ્યો ગયો છે. નિફ્ટીએ 19 જાન્યુઆરી, 2022 પછી પ્રથમ વખત 18 હજારની સપાટી પાર કરી છે. સેન્સેક્સ પણ 60 હજારના પાર ચાલ્યો ગયો છે.

    મુંબઈ: સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બજારે (Indian stock market)માં શાનદાર તેજી જોવા મળી રહી છે. સવારે 10:30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1458.64 પોઈન્ટ વધીને 60738.54 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી (Nifty) 391.00 પોઈન્ટ ઉછળીને 18061.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. એચડીએફસી (HDFC) અને એચડીએફસી બેંક (HDFC Bank)ને મર્જરની મંજૂરી મળતા આજે એચડીએફસી બેંકનો શેર 10 ટકા ઉછળ્યો છે. સવારે 10:30 વાગ્યે તમામ સેક્ટર્સ લીલા નિશાન પર ટ્રડે કરી રહ્યા છે.

    બજારમાં જોરદાર તેજી


    આજે એટલે કે સોમવારે બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 18,000ને પાર ચાલ્યો ગયો છે. નિફ્ટીએ 19 જાન્યુઆરી, 2022 પછી પ્રથમ વખત 18 હજારની સપાટી પાર કરી છે. સેન્સેક્સ પણ 60 હજારના પાર ચાલ્યો ગયો છે.

    માર્કેટ ઓપન


    વૈશ્વિક બજારમાંથી મળેલા મિશ્ર સંકેત વચ્ચે આજે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 599.50 પોઇન્ટ એટલે કે 1.01 ટકા વધીને 59876.19 પર ખુલ્યો હતો. નિફ્ટી 150.40 પોઇન્ટ એટલે કે 0.85 ટકા મજબૂતી સાથે 17820.90 ના સ્તર પર જોવા મળ્યો હતો.

    માર્કેટ પ્રી-ઓપન


    મિશ્ર વૈશ્વિક પ્રતિસાદ વચ્ચે પ્રી-ઓપનિંગમાં બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 261.3 પોઈન્ટ અને નિફ્ટી 45 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

    FII અને DII ના આંકડા


    પહેલી એપ્રિલના રોજ ભારતીય શેર બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ કેશ માર્કેટમાં 1,910 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. બીજી તરફ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 184 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. બીજી તરફ FIIએ Index Futures માં 278 કરોડ રૂપિયા, Index Options માં 2849 કરોડ રૂપિયા અને Stock Futuresમાં 44 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી.

    આ 20 શેરમાં કરો મોટી કમાણી:


    બજાર નિષ્ણાત આશીષ વર્માના પસંદગીના શેર:

    01) HDFC <GREEN>: કંપનીની પેટા-કંપની HDFC BANKના મજબૂત Q4 પરિણામની અસર.

    02) HPCL <GREEN> : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, ક્રૂડ-ઓઇલ નરમ.

    03) ALKEM LABORATORIES <GREEN> : ISP chile ની દમણ પ્લાન્ટની તપાસમાં કોઈ સમસ્યા સામે ન આવી.

    04) GARDEN REACH SHIPBUILDERS & ENGINEERS <GREEN> : FY22 દરમિયાન કંપનીએ રેકોર્ડ 1750 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું.

    05) BLUE STAR <GREEN> : નવી મેડિકલ સુવિધાની શરૂઆત કરી.

    06) SANDHAR TECHNOLOGIES <GREEN> : ટીવીએસ મોટર પાસેથી Sandhar Techના મશીનનો બિઝનેસ ખરીદ્યો.

    07) JUBILANT PHARMOVA <GREEN> : એસપીવી લેબ સાથે હેર્બલ એન્ડ આયુર્વેદ ફોર્મ્યુલેશન માટે કરાર કર્યો.

    08) ACRYSIL <GREEN> : યૂકે સબ્સિડિયરી મારફતે ‘Tickford Orange’ની ખરીદી કરી.

    09) MANGALAM CEMENT <GREEN> : પ્રમોટરે ઓપન માર્કેટમાંથી 1 લાખ શેર ખરીદ્યા.

    10) IIFL WEALTH MANAGEMENT <RED> : WF Asian Reconnaissance Fund તરફથી 6.98 લાખ શેર 1,714 રૂપિયાના ભાવ ખરીદ્યા.

    આ પણ વાંચો: અદાણી જૂથની કંપનીઓના શેરમાં શા માટે આવી તેજી?

    બજાર નિષ્ણાત નીરજ બાજપાઈની પસંદગીના શેર:

    1) HDFC BANK (GREEN) : Q4માં ડિપોઝિટ 16.8 ટકા અને એડવાન્સિસમાં 20.8 ટકાનો વધારો (YoY)

    2) ICICI BANK (GREEN) : એચડીએફસી બેંકના Q4ના શાનદાર નફાની બેંક પર અસર

    3) AXIS BANK (GREEN) : એચડીએફસી બેંકના Q4ના શાનદાર નફાની બેંક પર અસર

    4) JB CHEM (GREEN) : Novartis AG પાસેથી દવા બ્રાન્ડ Azmarda ને 246 કરોડ રૂપિયામાં ખરીદી.

    5) DECCAN HEALTH (GREEN) : 9મી એપ્રિલના રોજ પ્રેફરેન્સિયલ શેર જાહેર કરવા પર વિચાર.

    આ પણ વાંચો: અઠવાડિયાના પ્રથમ દિવસે સોના-ચાંદીની કિંમતમાં કેટલો વધારો-ઘટાડો થયો?

    6) LEMON TREE (GREEN) : Keys Lite બ્રાન્ડ અંતર્ગત જયપુરમાં 47 હોટલ માટે કરાર કર્યો.

    7) ASIAN PAINTS (GREEN) : CITI તરફથી ન્યૂટ્રલ રેટિંગ સાથે 3,615 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ

    8) BEL (GREEN) : CITI તરફથી બાય રેટિંગ સાથે 253 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ.

    9) MPHASIS (RED) : CITI તરફથી ન્યૂટ્રલ રેટિંગ. 3625 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ

    10) KPIT TECH (GREEN) : ગોલ્ડમેન સાક્સે બાય રેટિંગ સાથે 840 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, Stock market, Stock tips, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन