Home /News /business /

રશિયા-યૂક્રેન તણાવ વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો; સેન્સેક્સ 1,000 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 16,850 નીચે

રશિયા-યૂક્રેન તણાવ વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો; સેન્સેક્સ 1,000 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 16,850 નીચે

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Market live updates: સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ આશરે 1000 પોઇન્ટ તૂટીને 56,680 પોઈન્ટ આસપાસ અને નિફ્ટી 230થી વધારે પોઈન્ટ તૂટીને 16,972 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

    મુંબઈ: યૂક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આજે ભારતીય શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ આશરે 1000 પોઇન્ટ તૂટીને 56,680 પોઈન્ટ આસપાસ અને નિફ્ટી 230થી વધારે પોઈન્ટ તૂટીને 16,972 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિની પગલે આજે પ્રી-ઓપનિંગમાં જ શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

    FII અને DII આંકડા

    21 ફેબ્રુઆરીના રોજ ભારતીય બજારમાંથી વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 2261.90 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. બીજી તરફ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2392.85 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

    F&O બેનમાં સામેલ શેર

    22 ફેબ્રુઆરીના રોજ NSE પર બે સ્ટૉક F&O બેનમાં સામેલ છે. આ શેરમાં Escorts અને Punjab National Bank સામેલ છે. ઉલ્લેખનીય છે કે F&O સેગમેન્ટમાં સામેલ શેરને એ સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખી દેવામાં આવે છે, જેમાં સિક્યોરિટીઝની પોઝિશન તેમની માર્કેટ વાઇડ પોઝિશન લિમિટથી વધારે થઈ જાય છે.

    વૈશ્વિક બજારોમાં ઘટાડો

    રશિયા-યૂક્રેન સંકટ વધારે ચાલતા વૈશ્વિક બજારનો મૂડ બગડી ગયો છે. એશિયા, યૂરોપથી લઈને રશિયન બજારોમાં કડાકો બોલી ગયો છે. બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત 96 ડૉલરને પાર થઈ ગઈ છે. સોનાની વાત કરીએ તો સોનું 1900 ડૉલરને પાર થઈ ગયું છે.

    આજે આ 20  શેરમાં કરો મોટી કમાણી: 

    સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે.

    કેપ્ટન આશીષ વર્માની ટીમમાં સામેલ શેર:

    1) THYROCARE TECHNOLOGIES <GREEN> : પેરેન્ટ કંપની API Holdings ને આઈપીઓ માટે સેબીએ મંજૂરી આપી. કંપની આઈપીઓ મારફતે 6,250 કરોડ રૂપિયા એકઠા કરશે.

    2) METROPOLIS HEALTHCARE <GREEN> : API Holdings ના આઈપીઓના સેબીએ આપી મંજૂરી.

    3) DR LAL PATHLABS <GREEN> : API Holdings ના આઈપીઓના સેબીએ આપી મંજૂરી.

    4) KRSNAA DIAGONISTICS <GREEN> : હિમાચલ સરકાર સાથે કંપનીએ કરાર કર્યો. કંપની સરકારી હેલ્થ સેવાઓને ડાયગ્નોસ્ટિક સેવાો આપશે.

    5) CADILA HEALTHCARE <RED> : CDSCO તરફથી CORBEVAX રસીના ઇમરજન્સી ઉપયોગની છૂટ આપવામાં આવી છે. CORBEVAX કોરોના વેક્સીન 12-18 વર્ષના કિશોરોને આપવામાં આવશે.

    6) ADVANI HOTELS <RED> : ડેલ્ટા કોર્પે 99.4 રૂપિયા પ્રતિ શેરના ભાવ 5,41,797 શેર વેચ્યા.

    7) AARTI INDUSTRIES <RED> : બ્રેન્ટ $97ને પાર, કેમિકલ શેર પર દબાણની આશંકા.

    8) DEEPAK NITRITE <RED> : બ્રેન્ટ $97ને પાર, કેમિકલ શેર પર દબાણની આશંકા.

    9) BIRLASOFT <RED> : આજે શેર ભારે દબાણ વચ્ચે ટ્રેડ થઈ શકે છે.

    10) APOLLO TYRES <RED> : યૂએસ-યૂક્રેન સંક્ટ અને રબરમાં તેજીને પગલે શેરના ભાવ પર દબાણ શક્ય.

    આ પણ વાંચો: બજાર નિષ્ણાતોએ આ Penny Stock ખરીદવાની આપી સલાહ, જાણો ટાર્ગેટ અને સ્ટૉપલૉસ

     કેપ્ટન નીરજ વાજપેયીની ટીમમાં સામેલ શેર.

    1) ONGC (Green) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેરના ભાવમાં તેજીની આશા.

    2)OIL (Green) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેરના ભાવમાં તેજીની આશા.

    3) SELAN EXP. (Green) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેરના ભાવમાં તેજીની આશા.

    4) HOEC (Green) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેરના ભાવમાં તેજીની આશા.

    5) GAIL (Green) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેરના ભાવમાં તેજીની આશા.

    6) HUL (Red) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેર પર દબાણ જોવા મળી શકે.

    આ પણ વાંચો: કમાણીના શેર (22 ફેબ્રુઆરી, 2022) : એવા 20 શેર જેમાં ટ્રેડ કરીને આજે તમે કરી શકો છો મોટી કમાણી

    7) BERGER PAINTS (Red) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેરમાં વેચવાલીની આશંકા.

    8) INDIGO PAINTS (Red) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેર પર દબાણ જોવા મળી શકે.

    9) BPCL (Red) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેરમાં વેચવાલીની આશંકા.

    10) IOC (Red) : ક્રૂડ ઓઈલ $97ને પાર, શેર પર દબાણ જોવા મળી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, સેન્સેક્સ

    આગામી સમાચાર