Home /News /business /

Stock Market: દોઢ વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોના નાણાં 10 ગણા કરી આપ્યા, શું તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક છે?

Stock Market: દોઢ વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોના નાણાં 10 ગણા કરી આપ્યા, શું તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક છે?

શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

Multibagger stock 2022: જો તમે માર્ચ 2021માં આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે તો આજે તે 10 લાખ રૂપિયા થઇ ગયા હશે.

નવી દિલ્હી: આજકાલ શેર બજારમાં રોકાણ (Investment in Stock Market) કરવું અને નફો કમાવો તે સૌ કોઇ ઇચ્છે છે. શેર બજારમાં નફો તમારા પોર્ટફોલિયો (Portfolio) પર સૌથી વધુ આધાર રાખે છે. છેલ્લા થોડા સમયથી શેર બજારમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે, જેથી ઘણા શેરમાં ઉછાળો તો ઘણા શેરમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જો કોઇ શેર એક કે દોઢ વર્ષમાં તમારા પૈસા 10 ગણા કરી તો શું થશે? સ્વાભાવિક છે કે તમે માલામાલ થઇ જશો. બીએસઇ પર લિસ્ટેડ એક શેરે (BSE Listed Stocks) પણ આ પરાક્રમ કર્યુ છે. લિસ્ટિંગ બાદ લગભગ 16 મહીનામાં આ શેરે ઇન્વેસ્ટર્સના પૈસા લગભગ 10 ગણા કરી દીધા છે. આ શેર નોલેજ મરીન એન્ડ એન્જીનિયરિંગ વર્ક્સ (KMEW) છે. સોમવાર (25 જુલાઇ)એ આ શેરની કિંમત 20 ટકા વધીને 392 રૂપિયા પર બંધ થયા હતા.

આ શેર માર્ચ 2021માં લીસ્ટ થયો હતો. કંપનીએ આઇપીઓમાં ઇન્વેસ્ટર્સને 37 રૂપિયાના ભાવ પર શેર અલોટ કર્યા હતા. આજકાલ શેરનો ભાવ 392 રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. તેનો અર્થ છે કે તેણે છેલ્લા 16 મહીનામાં ઇન્વેસ્ટર્સના પૈસા લગભગ 10 ગણા કરી દીધા છે. જો તમે માર્ચ 2021માં આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે તો આજે તે 10 લાખ રૂપિયા થઇ ગયા હશે.

ગત બે ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં 44 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ શેરના ટ્રેડિંગ વોલ્યૂમમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને ડેલી ટ્રેડિંગ વોલ્યૂમ 2,51,000 શેરો સુધી પહોંચીય ગયું છે. બે સપ્તાહ પહેલા તેનું ડેલી ટ્રેડિંગ વોલ્યૂમ 16,000 શેર હતું. આ શેર બીએસઇ-એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે.

આ પણ વાંચો: ઝોમાટોના સ્ટોકમાં કડાકો છતાં મળી શકે છે 130% રિટર્ન, જાણો શું કહે છે બ્રોકરેજ હાઉસ

કંપનીની શરૂઆત


KMEWની શરૂઆત વર્ષ 2015માં થઇ હતી. આ કંપની મરીન એન્જીનિયરિંગ માટેના સોલ્યુશન્સ આપે છે. તેમાં પોર્ટ્સની ડ્રેજિંગ, રીપેરિંગ વર્ક અને નેવલ અને મર્ચેન્ટ શિપ માટે રેફિટ સર્વિસીઝ સામેલ છે. તે હાઇડ્રોલિકને મેગ્નેટોમીટર સર્વેનું કામ પણ કરે છે. એટલું જ નહીં કંપની દરિયાઇ જહાજનું મેન્ટેનન્સ અને ઓપરેશન સોલ્યૂશન્સ પણ આપે છે.

આ વર્ષે મે માસમાં જ કંપનીને ડ્રેજીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી એક કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો. 68 કરોડ રૂપિયાના આ ઓર્ડરને 12 મહીનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ડ્રેજીંગ કોર્પોરેશન સરકારી કંપની છે. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મત્સ્ય સંપત્તિ યોજના અંતર્ગત વિકસિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઓગસ્ટથી બદલાઈ જશે બેંકને લગતા કેટલાક નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર 

આ ઓર્ડર બાદ કંપનીની ઓર્ડર બુક 250 કરોડ રૂપિયાથી વધુ થઇ ગઇ છે. આ નાણાંકીય વર્ષની શરૂઆતમાં કંપનીની ઓર્ડર બુક 182 કરોડ રૂપિયા હતી. હાલ કંપનીની બજાર વેલ્યૂ 401 કરોડ રૂપિયા છે. કંપનીને આ ફાઇનાન્શિયલ યરમાં 125 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરની આશા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Investment, Stock market, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन