શેરબજારમાં (Stock Market) લોકડાઉન બાદની (Unlcok) અનલોક પ્રક્રિયાથી શરૂ થયેલ તેજી અટકી નહોતી રહી. જાન્યુઆરી માસમાં સેન્સેકસે 50 હજારની સપાટી વટાવતા માર્કેટમાં ડર બેઠો અને લોકોએ મોટી મંદીની આશંકાઓ વ્યકત કરવાનું શરૂ કર્યું હતુ અને બજેટ (Budget 2021) જ મંદીનું ટ્રિગર બનવાનો ભય વ્યકત કર્યો હતો.જોકે નિર્મલા સીતારમણના (Nirmala Sitharaman) ઈતિહાસના પ્રથમ ડિજિટલ બજેટે તો સમગ્ર દિશા અને દશા જ બદલી નાખી અને માર્કેટનો (BSE-Nifty) તેજીનો ઘોડો ડબલ સ્પીડે વધવાનો શરૂ થઈ ગયો.જોકે, બજેટના દિવસે અને ત્યારબાદ સતત એકતરફી રેલી છતા પણ માર્કેટ એક્સપર્ટસ, સંસ્થાગત રોકાણકારોનો ભારતીય માર્કેટ પર વ્યૂ હજી પણ બુલિશ છે.
જો તમારે પણ આ લેવલે 5થી 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું છે તો હાલના તબક્કે પણ રોકાણ ઝડપી વળતર આપશે પરંતુ, ભારત જેવા ગ્રોથ એન્જિન બજારમાં દરેક ઘટાડે ઈક્વિટી માર્કેટમાં રોકાણનો સર્વાનુમત છે. આવો તો જાણીએ માર્કેટ એક્સપર્ટસ કયા સેક્ટરમાં અને કયા શેરમાં આ લેવલે પણ ઈન્વેસ્ટમેન્ટ સૂચવી રહ્યાં છે અને ખાસ કરીને BUY રેકમેન્ડેશનનું કારણ પણ જાણીએ.
માય વેલ્થ ગ્રોથ (MyWealthGrowth.com) ના સહ-સ્થાપક હર્ષદ ચેતનવાલાએ કહ્યું કે જો તમારી પાસે રોકાણ માટે 100 રૂપિયા છે તો આ તબક્કે 25થી 30 રૂપિયા રોકાણ કરવું હિતકારક છે. બાકીના પૈસા આગામી 4-6 મહિનામાં તબક્કાવાર કરવા જોઈએ.જોકે પ્રત્યક્ષ રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) સહિતના રોકાણ સાધનો થકી ટુકડે-ટુકડે રોકાણ કરવું જોઈએ.તો આવો જાણીએ તમારા પૈસા તમારે કેટલા રિસ્ક સાથે ઈક્વિટી, ડેટ, સોના-ચાંદી અને મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવું.જોકે અમે અહિં રોકડ કેટલી હાથે રાખવી તે બાબતને પણ ધ્યાન આપ્યું છે.
FYERS
FYERSના એજ્યુકેશન હેડ અભિષેક ચિંગચાલકરે કહ્યું કે બજેટ બાદ હવે માર્કેટમાં ચોતરફ સ્થિતિ સુધરી છે અને સ્પષ્ટ થઈ છે. બજારમાં દરેક ઘટાડે અગ્રેસીવ ખરીદારી કરવી. નિફટીમાં 15,000ની સપાટી હાંસલ થયા બાદ 13,800ના સ્ટોપલોસે ખરીદારીની સલાહ.40 ઈક્વિટી માર્કેટમાં પ્રત્યક્ષ અને 20% મ્યુચ્યુઅલ ફંડ થકી ઈક્વિટી સ્કીમમાં રોકવા હિતકારક રહેશે. ડેટ અને ગોલ્ડમાં પણ 15-15% રોકાણ કરવું,તેમ અભિષેકે જણાવ્યું છે.
રિલાયન્સ સિક્યોરિટીસ
રોકાણના ગોલ્ડન રૂલ 100માંથી તમારી ઉંમર બાદ જેટલી રકમ વધે એટલું રોકાણ કરોઈક્વિટી માર્કેટમાં કરવાની સલાહ રિલાયન્સ સિક્યોરિટીસના મુખ્ય બિઝનેસ ઓફિસર રાજીવ શ્રીવાસ્તવે લાંબાગાળાના રોકાણકારોને આપી છે.મધ્યમથી લાંબાગાળાની જ રોકાણની સલાહ રિલાયન્સ સિક્યોરિટીસે આ લેવલે આપી છે તેમાં પણ 50% ઈક્વિટીમાં પ્રત્યક્ષ અને 10% Gold કે REIT પર ઈન્વેસ્ટમેન્ટની સલાહ આપી છે.
આ પણ વાંચો : નવી સ્ક્રેપ પોલિસી: જાણો, જૂની કારના ફિટનેસ ટેસ્ટમાં થશે કેટલો ખર્ચ, કારના માલિકો ખાસ વાંચો
માસ્ટર કેપિટલ
માસ્ટર કેપિટલના માસ્ટર પોર્ટફોલિયોમાં જશન અરોરા કહે છે કે રિસ્ક હૈ તો ઈશ્ક હૈ. તેઓ 65% ઈક્વિટીમાં રોકાણ કરવાનું કહે છે અને 25% ડેટ માર્કેટમાં કહે છે. જોકે આ લેવલે તેઓ ગોલ્ડમાં કોઈપણ રોકાણની સલાહ નથી આપી રહ્યાં.
કેપિટલ વાયા ગ્લોબલ રીસર્ચના સહ સ્થાપકસ રોહિત ગેડિયાનું માનવું છે કે 45% ઈક્વિટીમાં અને 20% બોન્ડ જેવા ફિક્સ્ડ ઈન્કમ પ્લાનમાં રોકાણ કરવા જોઈએ. જોકે તેમને એક નવો કોન્સેપ્ટ REAL ESTATEમાં પણ પોર્ટફોલિયોના 15% પૈસા રોકવાની સલાહ આપી છે.
આ પણ વાંચો : માત્ર 5 લાખ રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 70 હજારની કમાણી
માયવેલ્થગ્રોથની ગ્રોથની સલાહ
તમારી વેલ્થને ગ્રો કરવા MyWealthGrowth.comનો સરળ અને સ્પષ્ટ ફંડા છે. આ લેવલે ગોલ્ડમાં કોઈ રોકાણ નહિ. 60% પૈસા ઈક્વિટી માર્કેટમાં અને 40% ડેટ માર્કેટમાં રોકવા.