Home /News /business /

Stock Market : બજાર સતત બીજા અઠવાડિયે દબાણ હેઠળ, પરંતુ આ 9 શેર 58% સુધી ભાગ્યા

Stock Market : બજાર સતત બીજા અઠવાડિયે દબાણ હેઠળ, પરંતુ આ 9 શેર 58% સુધી ભાગ્યા

શેર માર્કેટ

Stock Market crash: 28 જાન્યુઆરીના રોજ ખતમ થયેલા અઠવાડિયે બીએસઈ સેન્સેક્સ 1,836.95 પોઈન્ટ (3.11%) તૂટ્યો હતો. નિફ્ટી 50 પણ 515 અંક (2.92%) તૂટ્યો હતો. જોકે, તે 17,000થી નીચે નથી ગયો.

  મુંબઈ: ભારતીય શેરબજાર (Indian Share Market)માં સતત બીજા અઠવાડિયે નફાવસૂલી (Profit booking) જોવા મળી છે. જેના પગલે પ્રમુખ સૂચકાંક ત્રણ ટકા તૂટી ગયો છે. શેરબજારમાં વધારે ઉતાર-ચઢાવ જોવા મળતા રોકાણકારો પણ હવે સાવચેતી રાખવા લાગ્યા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે (Federal Reserve Bank) વ્યાજદર વધારવાના સંકેત આપ્યા છે. બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત (Crude Oil) 90 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગઈ છે. રશિયા અને યૂક્રેન વચ્ચે વધી રહેલા તણાવની અસર પણ શેરબજાર પર પડી રહી છે. આ જ કારણ છે કે શેરબજાર પર દબાણ છે.

  કયા ઇન્ડેક્સમાં કેટલો ઘટાડો?

  28 જાન્યુઆરીના રોજ ખતમ થયેલા અઠવાડિયે બીએસઈ સેન્સેક્સ 1,836.95 પોઈન્ટ (3.11%) તૂટ્યો હતો. નિફ્ટી 50 પણ 515 અંક (2.92%) તૂટ્યો હતો. જોકે, તે 17,000થી નીચે નથી ગયો. સૌથી વધારે ઘટાડો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં આવ્યો છે. તે આશરે છ ટકા તૂટી ગયો છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ પણ પાંચ ટકા તૂટ્યો છે. નિફ્ટી પીએસયૂ બેંક ઇન્ડેક્સ પણ સાત ટકા તૂટ્યો છે. બીએસઈ સ્મૉલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ ત્રણ ટકાનો ઘટાડો આવ્યો છે.

  બજારમાં કડાકો છતાં આ સાત શેરમાં તેજી

  અહીં એક વાત નોંધવી રહી કે શેર બજાર પર ખૂબ દબાણ હોવા છતાં નવ જેટલા સ્મૉલકેપ શેરમાં તેજી જોવામાં મળી છે. આ શેરમાં શારદા ક્રોપકેમ, ઓરિઅન્ટ બેલ, પીએસપી પ્રોજેક્ટ્સ, ખેતાન કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, એચટી મીડિયા, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમએમટીસી અને ટીવી18 બ્રોડકાસ્ટ સામેલ છે.  કંપનીઉછાળો (%)
  શારદા ક્રોપકેમ58
  ઓરિઅન્ટ બેલ20.42
  પીએસપી પ્રોજેક્ટ્સ13.94
  ખેતાન કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ13.83
  એચટી મીડિયા13.07
  ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ12.96
  ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન12.89
  એમએમટીસી12
  ટીવી18 બ્રોડકાસ્ટ11.42

  બીજી તરફ 43 શેરમાં 10-23 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જેમાં લક્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેષ, ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર), વિકાસ લાઇફકેર, ઉર્જા ગ્લોબલ, મહિન્દ્રા લોજિસ્ટિક્સ, કીર્તિ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા), એપીએલ એપોલો ટ્યૂબ્સ, બટરફ્લાઈ ગાંદીમઠી વગેરે શેર સામેલ છે.

  આ પણ વાંચો: Multibagger Stock: 375 ટકાથી વધુ રિર્ટન આપનાર આ મલ્ટીબેગર શેરના વિભાજન માટે મંજૂરી

  નિષ્ણાતોનો અભિપ્રાય

  જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યુ કે, "ફેડરલ રિઝર્વે પોતાની પોલિસી અંગે જણાવી દીધું છે. તે બોન્ડ ખરીદવાનો પોતાનો પ્રોગ્રામ બંધ કરી રહી છે. માર્ચમાં વ્યાજદર વધારવાના પણ સંકેત આપ્યા છે."

  આ પણ વાંચો: Mutual Funds: શેરબજારમાં કડાકા વચ્ચે ટોચના આ 10 સ્ટોકને મ્યુચ્યુઅલ ફંડોએ કહી દીધું Bye Bye

  5 પૈસા ડોટ કોમના લીડ રિસર્ચ રુચિત જૈને કહ્યુ કે, "હાલ 18,350 અંકના નિફ્ટીના ઉચ્ચ સ્તરને જોતા તાજેતરનો જોવા મળેલો ઘટાડો સ્વાભાવિક હતો. જો ડેટા તપાસવામાં આવે તો આ ઘટાડો ગ્લોબલ માર્કેટના દબાણ અને ઘરેલૂ બજારમાંથી વિદેશી રોકાણકારોની વેચવાવલીને પગલે આવ્યો છે. હવે ફેડરલ રિઝર્વનો પ્લાન પણ સામે આવી ગયો છે. હવે માર્કેટ બજેટ પર નિર્ભર કરશે. બજેટથી શેર બજારને ટૂંકા ગાળામાં દિશા મળે તેવી આશા છે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock tips, નિફ્ટી, સેન્સેક્સ

  આગામી સમાચાર