Home /News /business /

Dividend stock: દિગ્ગજ ફર્ટિલાઇઝર કંપની તેના રોકાણકારને આપશે ડિવિડન્ડ, એક મહિનામાં આપ્યું છે અધધ રિટર્ન

Dividend stock: દિગ્ગજ ફર્ટિલાઇઝર કંપની તેના રોકાણકારને આપશે ડિવિડન્ડ, એક મહિનામાં આપ્યું છે અધધ રિટર્ન

શેર બજાર વળતર (પ્રતીકાત્મક તસવીર)

Dividend Stock: ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ મિડ-કેપ કંપની (Mid cap company) છે. કંપનીની માર્કેટ કેપ 6511.12 કરોડ રૂપિયા છે. કંપની તરફથી રેકોર્ડ ડેટ વિશે માહિતી આપવામાં આવી છે.

નવી દિલ્હી: હાલ શેરબજારમાં ડિવિડન્ડ (dividend) વહેંચવાનો સમય ચાલી રહ્યો છે. ઘણી કંપનીઓએ તેમના નફાનું શેરહોલ્ડરો સાથે વિતરણ કરી દીધું છે. તો સાથે જ ઘણી કંપનીઓ ડિવિડન્ડ ચૂકવવાની તૈયારી કરી રહી છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ (GUJARAT STATE FERTILIZER & CHEMICALS)ના પાત્ર શેરહોલ્ડરો ટૂંક સમયમાં ડિવિડન્ડનો સ્વાદ ચાખશે.

ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (DIVIDEND FOR GUJARAT STATE FERTILIZER & CHEMICALS) પોતાના રોકાણકારોને ડિવિડન્ડ આપવાની તૈયારી કરી રહી છે. આ કંપની ખૂબ જ ખાસ છે કારણ કે, DAP, મેલામાઇન અને કાપરોલેક્ટમ બનાવનાર ભારતની એકમાત્ર કંપની છે. આ સાથે જ આ કંપની કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ બનાવનાર એકમાત્ર કંપની છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ મિડ-કેપ કંપની (Mid cap company) છે. કંપનીની માર્કેટ કેપ 6511.12 કરોડ રૂપિયા છે. કંપની તરફથી રેકોર્ડ ડેટ વિશે માહિતી આપવામાં આવી છે.

શેરની કિંમત


ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર અને કેમિકલ્સના શેર સોમવારે 163.20 રૂપિયા પર બંધ થયા હતા. 1 જાન્યુઆરી, 1999માં આ શેર માત્ર 13.23 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. પરંતુ હવે આ શેર 163.20 રૂપિયા પર પહોંચી ગયા છે. આ ગણતરી અનુસાર જોઇએ તો આ મલ્ટીબેગર શેરે 1133.56 ટકાનું રિટર્ન આપ્યું છે. 2022માં અત્યાર સુધીમાં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સના શેરોએ 34.49 ટકાનું રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો: SBIનો શેર અઢી ટકા તૂટ્યો, બ્રોકરેજ ફર્મ પાસેથી જાણો વેચી દેવા કે વધુ ખરીદવા

આ વર્ષે 5 એપ્રિલે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ કંપનીના શેરોએ 198.80 રૂપિયા દ્વારા પોતાના 52 સપ્તાહના હાઇએસ્ટ લેવલને અડક્યું છે. જ્યારે તેનું 52 સપ્તાહનું નીચલું લેવલ 98.10 રૂપિયા છે.

વળતર


ગત મહિને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એનડ કેમિકલ્સ કંપનીના શેરે 20.18 ટકાનું રિટર્ન આપ્યું હતું. પરંતુ છેલ્લા 5 દિવસોમાં કંપનીના શેર 2.80 ટકા નીચે પટકાયા છે. હાલ કંપનીના શેર તેની 52 સપ્તાહની ઉચ્ચ સપાટીએથી 17.90 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે 52 સપ્તાહની નીચલી સપાટીએથી 66.36 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 12 ઓગસ્ટના રોજ ખુલશે આ કંપનીનો આઈપીઓ, જાણો વિગત

કંપની કરી રહી છે ડિવિડન્ડ આપવાની તૈયારી


ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ કંપની પોતાના રોકાણકારોને ડિવિડન્ડ આપવાની તૈયારી કરી રહી છે. કંપની 2.50 રૂપિયા પ્રતિ શેરના હિસાબે ડિવિડન્ડ આપશે, જે 3 ઓક્ટોબર, 2022 પહેલા ખાતામાં જમા થઇ જશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Stock market, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन