Home /News /business /

Indian Stock Market: શું શેર બજારમાં ઘટાડાનો સિલસિલો પૂર્ણ થયો? શું કહે છે બજાર વિશ્લેષકો?

Indian Stock Market: શું શેર બજારમાં ઘટાડાનો સિલસિલો પૂર્ણ થયો? શું કહે છે બજાર વિશ્લેષકો?

શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

Indian Stock Market: ઘણા લોકોના મનમાં સવાલ થશે કે શું તો હવે શેર બજારમાં ઘટાડાનો સિલસિલ ખતમ થઇ ગયો? તેના માટે સપ્તાહના ચાર્ટ પર નજર કરીએ. નિફ્ટીએ 11 ઓક્ટોબરના સપ્તાહમાં 18,338ની ઓલટાઇમ હાઇ ક્લોઝિંગ દર્શાવી હતી. જે બાદ ઘટાડાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ બજારે 20 ડિસેમ્બર, 28 ફેબ્રુઆરી, 9 મે અને 13 જૂનના સપ્તાહમાં ચાર બોટમ દર્શાવ્યા હતા.

વધુ જુઓ ...
નવી દિલ્હી. Indian Stock Market: ઘણા લોકોના મનમાં સવાલ થશે કે શું તો હવે શેર બજારમાં ઘટાડાનો સિલસિલ ખતમ થઇ ગયો? તેના માટે સપ્તાહના ચાર્ટ પર નજર કરીએ. નિફ્ટીએ 11 ઓક્ટોબરના સપ્તાહમાં 18,338ની ઓલટાઇમ હાઇ ક્લોઝિંગ દર્શાવી હતી. જે બાદ ઘટાડાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ બજારે 20 ડિસેમ્બર, 28 ફેબ્રુઆરી, 9 મે અને 13 જૂનના સપ્તાહમાં ચાર બોટમ દર્શાવ્યા હતા.

ભુવન ભાસ્કર, મનીકંટ્રોલ: 22 જુલાઇ, શુક્રવારના રોજ નિફ્ટી (Nifty) 16719 પર બંધ થયો, જે 17 જૂને 15,293ની નીચલી સપાટીથી લગભગ 10 ટકા ઉપર છે. રોજીંદા ટેક્નિકલ ચાર્જ (Daily Technical Chart) પર નજર કરીએ તો 17 જૂનથી 22 જુલાઇની વચ્ચ નીફ્ટીએ હાયર ટોપ અને હાયર બોટમની ફોર્મેશન (Bottom Formation) જાળવી છે, જે તેજીની પેટર્ન છે. નિફ્ટી 17થી 27 જૂન સુધી ઉપર ગયા બાદ નીચે પટકાયો હતો અને 1 જુલાઇએ બોટમ બનીને 8 જુલાઇ સુધી ઉપર ધકેલાતો રહ્યો હતો. આંકડાકીય હિસાબથી 27 જૂને 15832ની ક્લોઝિંગ આપ્યા બાદ તેનો આગામી ઉછાળો 8 જુલાઇએ 16220નો રહ્યો હતો.

તે જ પ્રકાર 1 જુલાઇએ 15,752નું બોટમ બનાવ્યા બાદ જ્યારે તે 8 જુલાઇ ફરી નીચે પટકાયો, તો 14 જુલાઇએ 15,938 સાથે પરત આવ્યો. એટલે કે ટેક્નિકલ ભાષામાં 8 જુલાઇની ઉચ્ચ સપાટી 27 જૂનની ટોપ સપાટીથી ઉપર હતી અને 14 જુલાઇની બોટમ સપાટી 1 જુલાઇની બોટમ સપાટી કરતા ઉપર હતી. 14 જુલાઇથી બજારમાં જે વધારો શરૂ થયો તો તે શુક્રવાર સુધી યથાવત રહ્યો હતો.

તો શું હવે નહીં આવે શેર બજારમાં ઘટાડો?


ઘણા લોકોના મનમાં સવાલ થશે કે શું તો હવે શેર બજારમાં ઘટાડાનો સિલસિલ ખતમ થઇ ગયો? તેના માટે સપ્તાહના ચાર્ટ પર નજર કરીએ. નિફ્ટીએ 11 ઓક્ટોબરના સપ્તાહમાં 18,338ની ઓલટાઇમ હાઇ ક્લોઝિંગ દર્શાવી હતી. જે બાદ ઘટાડાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ બજારે 20 ડિસેમ્બર, 28 ફેબ્રુઆરી, 9 મે અને 13 જૂનના સપ્તાહમાં ચાર બોટમ દર્શાવ્યા હતા.

જોકે, 9 મેના રોજ ડબલ બોટમ ફોર્મેશન બન્યું હતું, પરંતુ તે પણ ટકી શક્યું નહોતું અને 13 જૂને ફરી એક નીચલું સ્તર દર્શાવ્યું હતું. ટોપની વાત કરીએ તો 18 જુલાઇ એટલે કે ગત સપ્તાહમાં નિફ્ટીની ચાલ ખૂબ આગળ સુધીનો સંકેત આપશે. તેથી શુક્રવારની ક્લોઝિંગે દૈનિક અને સાપ્તાહિક બંને ચાર્ટ પર પોતાના પાછળના ટોપની એકદમ નજીક છે. દૈનિક ચાર્ટ પર નિફ્ટીએ 3 જૂને, 16,793નો વધારાનો રેકોર્ડ સ્તર દર્શાવ્યો હતો, જ્યારે 22 જુલાઇએ નિફ્ટીનું મહત્તમ સ્તર 16,752 હતું. આ બંને સ્તર 30 મે અને 18 જુલાઇના સાપ્તાહિક ઉચ્ચતમ સ્તર છે.

શુક્રવારે બન્યો નવો ડબલ ટોપ ચાર્ટ


શુક્રવારે નિફ્ટીના સ્તરે દૈનિક અને સાપ્તાહક બંને ચાર્ટ પર ડબલ ટોપ બનાવ્યું છે અને તેથી આ સ્તર નિફ્ટી માટે ખૂબ મજબૂત રેઝીસ્ટન્સ થઇ શકે છે. પરંતુ અહીં તેજીના પક્ષકારો માટે માસિક ચાર્ટ જ આશારૂપ છે. માસિક ચાર્ટ પર જુલાઇના 3 સપ્તાહે બુલિશ એનગલ્ફિંગ પેટર્ન બનાવી છે અને તો આ સપ્તાહ બાદ નિફ્ટી 16,600ની ઉપર બંધ થાય છે તો આ પેટર્નની પુષ્ટિ થઈ જશે અને તેનો અર્થ થશે કે ભલે ઓગસ્ટ મહીનામાં નિફ્ટીના આ સ્તરો પર થોડી રસાકસી જોવા મળે, પરંતુ મધ્યમ સમયગાળામાં બજાર તેજી દર્શાવશે.

જો નિફ્ટી આગામી સપ્તાહમાં 16,800ની ઉપર બંધ થવામાં સફળ રહે છે, તો તે દૈનિક ચાર્ટ અને સાપ્તાહિક ચાર્જ પક 16,750-16,800ની વચ્ચેમાં જે ડબલ ટોપ હાલ મજબૂત રેઝીસ્ટન્સ તરીકે દેખાઇ રહ્યો છે તે એક એટલો જ મજબૂત સપોર્ટ બની જશે અને ઓગસ્ટમાં નિફ્ટીમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે.

બજારના ફંડામેન્ટલ્સ પણ સ્થિતિમાં સુધારાનો સંકેત આપી રહ્યા છે. સપ્ટેમ્બર 2021માં છેલ્લી વખત FIIsએ માસિક 913 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. ત્યાર બાદ જૂન 2022 સુધી FIIsએ કુલ 3,84,373 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. જ્યારે DIIsએ 2,97,256 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. એટલે બજારમાંથી કુલ 87,000 કરોડ રૂપિયા બહાર ગયા છે, જેની અસર બજારમાં ઘટાડા તરીકે દેખાવા લાગી હતી

ગત વર્ષે FIIsની વેચવાલી સપ્ટેમ્બર માસ બાદ સતત વધતી ગઇ હતી. ઓક્ટોબરમાં આ વેચવાલી 25,572 કરોડ હતી, જે નવેમ્બર-ડિસેમ્બરમાં 35-40 હજાર કરોડ રૂપિયા વચ્ચે પહોંચી ગઇ હતી. જાન્યુઆરી-એપ્રિલ સુધી FIIsની વેચવાલી વધીને 40-45 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ અને મે તથા જૂનમાં આ વેચવાલી ક્રમશઃ 54,292 રૂપિયા અને 58,112 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો: આજે (25 જુલાઈ) આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

જોકે, હાલના સંકેતો દર્શાવે છે કે ભારતીય બજારોમાં FIIsનો રસ ફરીથી વધી રહ્યો છે. જુલાઇની શરૂઆતના 3 સપ્તાહમાં FIIsની કુલ વેચવાલી 6421 કરોડ રૂપિયા જ રહી છે. જ્યારે ગત સપ્તાહમાં સોમવારથી ગુરૂવાર સુધી સતત 4 દિવસો સુધી FIIsએ 4700 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. વર્ષ 2022માં આ ત્રીજી વખત છે, જ્યારે FIIsએ સતત 4 દિવસોમાં ખરીદી કરી છે. ભારતીય શેરબજારોની ચાલ કઇ રીતે FIIsની ખરીદી કે વેચવાલી સાથે સીધી રીતે જોડાયેલી છે, તે હાલના ખરીદીના દિવસો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. નિફ્ટીએ 18થી 21 જુલાઇની વચ્ચે 3.46 ટકાની તેજી નોંધાવી છે.

જારમાં વેલ્યૂ પિકિંગ શરૂ


આ પહેલા જ્યારે 29 માર્ચથી 5 એપ્રિલ સુધી સતત 6 કારોબારી સત્રોમાં FIIsએ 7,919 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી, ત્યારે નિફ્ટી50માં 4.27 ટકા વધારો જોવા મળ્યો હતો. વધુ એક ખાસ વાત તે છે કે, ગત એક મહિનામાં નિફ્ટી મિડકેપમાં 12.73 ટકાનો ઉછાળો આવ્યો છે અને જે બેંચમાર્કથી પણ વધુ છે. આ એક સંકેત છે કે બજારમાં વેલ્યૂ પિકિંગ શરૂ થઇ ગઇ છે ને જે વધારો આવી રહ્યો છે તે વિસ્તૃત છે.

આ પણ વાંચો: ગત અઠવાડિયે આ 10 શેરમાં જોવા મળ્યો મોટો ઉછાળો

આ તમામ ફંડામેન્ટલ્સ અને ટેક્નિકલ સંકેતોને એક સાથે રાખીને જોઇએ તો આ નિષ્કર્ષ કાઢી શકાય છે કે 14 જુલાઇએ નિફ્ટીમાં બનેલ 15858નું નિમ્નસ્તર આગામી અમુક સપ્તાહ માટે તો તૂટવું અશક્ય છે અને જો અર્થવ્યવસ્થા માટે કોઇ ખૂબ નકારાત્મક સમાચાર ન આવે તો શક્ય છેકે નીમ્ન સ્તર ફરી જોવા ન મળે. (લેખક કૃષિ અને શેર બજારના નિષ્ણાત છે.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Share market, Stock market, Stock tips, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन