Home /News /business /Stock Market: એપ્રિલમાં બજાર 2% તૂટ્યું, આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ

Stock Market: એપ્રિલમાં બજાર 2% તૂટ્યું, આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Stock Market forecast: એપ્રિલમાં સેન્સેક્સમાં 1507.64 પોઇન્ટ અથવા 2.57 ટકાનો ઘટાડો આવ્યો હતો. નિફ્ટીમાં 362.25 પોઈન્ટ અથવા 2.07 ટકાનો ઘટાડો આવ્યો હતો.

  નવી દિલ્હી: એપ્રિલ મહિનામાં ભારતીય શેર બજાર (Indian Stock Market)માં બે ટકાનો ઘટાડો આવ્યો છે. વૈશ્વિક અને ઘરેલૂ ચિંતાને પગલે માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો રહ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં આક્રમક વધારો, બોન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઇલની કિંમત (Crude oil price)માં વધારો, રશિયા-યુક્રેન યુદ્ધ , ભારતીય કંપનીઓનું મિશ્રિત પરિણામ અને એફઆઈઆઈની સતત વેચવાલીએ રોકાણકારોની ચિંતા વધારી છે.

  સતત બીજા અઠવાડિયા માર્કેટ લાલ નીશાન પર બંધ


  29 એપ્રિલના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ 136.28 ટકા અથવા 0.23 ટકા તૂટીને 57,060.87ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી 69.45 અથવા 0.40 ટકા તૂટીને 17,102.5ના સ્તર પર બંધ રહ્યો હતો. એપ્રિલમાં સેન્સેક્સમાં 1507.64 પોઇન્ટ અથવા 2.57 ટકાનો ઘટાડો આવ્યો હતો. નિફ્ટીમાં 362.25 પોઈન્ટ અથવા 2.07 ટકાનો ઘટાડો આવ્યો હતો.

  સેક્ટર્સની વાત કરીએ તો નિફ્ટી મીડિયા 6 ટકા, ઓઇલ એન્ડ ગેસ 2.6 ટકા અને આઈટી ઇન્ડેક્સ 2.5 ટકા તૂટ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ એક ટકા વધ્યો હતો. બીએસઈ મિડ કેપ 1.1 ટકા, સ્મૉલ કેપ ઇન્ડેક્સ 2 ટકા અને લાર્જ કેપ ઇન્ડેક્સમાં 0.45 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

  એફઆઈઆઈની વેચવાલી


  ગત અઠવાડિયે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) તરફથી 11,446.52 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી હતી. બીજી તરફ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારો (DIIs) તરફથી 9,703.04 કરોડ રૂપિયાની ઇક્વિટી ખરીદવામાં આવી હતી. ગત અઠવાડિયે 46 મિડ કેપ શેર્સમાં 10થી 54 ટકા ઘટાડો નજરે પડ્યો હતો.

  આગળ કેવી રહેશે નિફ્ટીની ચાલ?


  સેમ્કો સિક્યોરિટીઝના યેશા શાહનું કહેવું છે કે નિફ્ટી બે અઠવાડિયાથી 16,900-17,350ની હદમાં ટ્રેડ કરી રહ્યો છે. 16,800 આસપાસ તેના માટે મહત્ત્વનો સપોર્ટ ઝોન છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ આ સ્તરથી અનેક વખત ઉપર પણ ચડ્યો છે. વીકલી ચાર્ટ પર નિફ્ટીએ ગત અઠવાડિયે ડોઝી કેન્ડલ બનાવ્યા બાદ આ અઠવાડિયે એક ઇન્વર્ટેડ હેમર બનાવી છે. આ તેજીનો સંકેત છે. આ માટે અમે સલાહ આપીએ છીએ કે ટ્રેડર્સ અમુક અઠવાડિયા માટે 18,000ના લક્ષ્ય માટે તેજીનું વલણ બનાવી રાખે.

  આ પણ વાંચો: ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ અંબુજા સિમેન્ટ્સના શેરધારકોએ શું કરવું?

  કોટક સિક્યોરિટીઝના અમોલ આઠવલેનું કહેવુ છે કે ટેક્નિકલ રીતે બજાર હાયર બૉટમ ફોર્મેશનને હોલ્ડ કરી રહ્યું છે. બજાર વોલેટાઇલ અને નૉન-ડાયરેક્શનલ છે. બુલ્સ માટે 200 દિવસ SMA અથવા 17,300નું સ્તર એક મહત્ત્વના વિઘ્નનું કામ કરશે. તેની ઉપર નિફ્ટી 17,400-17,550 સુધી જઈ શકે છે. બીજી બાજુ 17,000 અને 50 દિવસ SMA નિફ્ટી માટે બે મહત્ત્વના સપોર્ટ સ્તર છે. જ્યારે 17 હજાર નીચે 16,900-16,800 સુધી વધુ એક કરેક્શન પણ જોવા મળી શકે છે.

  આ પણ વાંચો: રાધાકિશન દામાણીએ આ બે કંપનીમાં વધાર્યો હિસ્સો

  શેરખાનના ગૌરવ રત્નપારખીનું કહેવું છે કે 29 એપ્રિલના રોજ નિફ્ટી ડેઇલી ચાર્ટ પર સ્વિંગ હાઈના જંક્શન અને 20 દિવસની DMA એટલે કે 17,400 નજીક હતો. જે બાદમાં સત્રના અંતે નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે ઇન્ડેક્સ 17,000-17,400ની રેન્જમાં કન્સોલિડેટ કરી શકે છે. જો તે 16,958 નીચે જાય છે તો 16,600 સુધી જઈ શકે છે.

  (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन