Home /News /business /

Stock Market: શેર બજારમાં ઘટાડા સાથે પૂર્ણ થયું આ અઠવાડિયું, જાણો આગામી સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ

Stock Market: શેર બજારમાં ઘટાડા સાથે પૂર્ણ થયું આ અઠવાડિયું, જાણો આગામી સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ

ભારતીય શેર બજાર

Stock Market next week: જુલિયસ બેર (Julius Baer)ના મિલિન્દ મુછાલા (Milind Muchhala) કહે છે કે પૂર્વ યુરોપમાં લાંબા સમય સુધી ભૌગોલિક રાજકીય તણાવ અને આગામી ભાવ વધારાની માંગ અને નફા પર ધીમે ધીમે તેની અસર દેખાવા લાગી છે.

  મુંબઇ: ગઈકાલે એટલે કે 25 માર્ચે ભારતીય ઈક્વિટી માર્કેટ (Indian Equity Market)માં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. યુક્રેન-રશિયા યુદ્ધ (Ukraine-Russia War), ઇંધણના ભાવમાં વધારો અને મિશ્ર એશિયન સંકેતોએ બજારના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો. ગઈકાલે રિયલ્ટી સિવાય લગભગ તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 233.48 પોઈન્ટ એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 57362.20 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 69.80 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઘટાડા સાથે 17153 પર બંધ થયો હતો.

  જુલિયસ બેર (Julius Baer)ના મિલિન્દ મુછાલા (Milind Muchhala) કહે છે કે પૂર્વ યુરોપમાં લાંબા સમય સુધી ભૌગોલિક રાજકીય તણાવ અને આગામી ભાવ વધારાની માંગ અને નફા પર ધીમે ધીમે તેની અસર દેખાવા લાગી છે. જેના કારણે આપણે આગળ જતા વૃદ્ધિ અને કમાણીના અંદાજમાં ઘટાડો જોઈ શકીએ છીએ. વધુમાં બોન્ડ યીલ્ડમાં વધારો ઇક્વિટી માર્કેટ ફ્લો અને ઇક્વિટી વેલ્યુએશન પર અસર કરી શકે છે.

  નિષ્ણાતોનો અભિપ્રાય


  જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના વિનોદ નાયર કહે છે કે, તાજેતરની 10 ટકાની તેજી પછી બજાર નકારાત્મક વલણ સાથે બાજુ તરફ વળ્યું છે. આનું કારણ કોમોડિટીના વધતા ભાવ અને ફુગાવાના દબાણને કારણે કેન્દ્રીય બેંકોની કડક નાણાંકીય નીતિઓ છે. તેમણે વધુમાં કહ્યું કે સ્થાનિક બજારોમાં ઘણી મજબૂતી જોવા મળી રહી છે, પરંતુ હવે ઘણું બધું યુક્રેન યુદ્ધ અને કોમોડિટીની કિંમતો પર નિર્ભર રહેશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં કોવિડને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવાની સાથે, હોસ્પિટાલિટી, મલ્ટિપ્લેક્સ, પરિવહન જેવા ક્ષેત્રોમાં આઉટપરફોર્મન્સ જોવા મળી શકે છે.

  સોમવારે કેવું રહી શકે છે બજાર?


  મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના સિદ્ધાર્થ ખેમકાનું કહેવું છે કે શુક્રવારે ફરી સ્થાનિક બજારમાં રેન્જ્ડ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. ઈંધણના ભાવમાં થયેલા વધારાએ બજારના સેન્ટિમેન્ટ પર તેની અસર કરી છે. નિફ્ટી આજે સકારાત્મક નોંધ સાથે ખુલ્યો હતો, પરંતુ તેની શરૂઆતની લીડ ગુમાવી હતી અને 0.4 ટકાના ઘટાડા સાથે 17,153 પર બંધ થયો હતો. આ ઉપરાંત આજે મિડ અને સ્મોલકેપમાં પણ નરમાઈ જોવા મળી હતી.

  વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાંથી પણ મિશ્ર સંકેતો મળ્યા હતા. અમેરિકન બજાર ઉછાળા સાથે બંધ થયા છે. બીજી તરફ એશિયન બજારોમાં સુસ્તી જોવા મળી હતી. ટેક શેરોએ એશિયન બજારોમાં દબાણ બનાવ્યું. ઈંગ્લેન્ડના નબળા રિટેલ વેચાણના આંકડા પર યુરોપિયન બજારો સપાટ રહ્યા હતા.

  આ પણ વાંચો: ટાટા જૂથની આ 12 કંપનીઓએ રોકાણકારોને કરી દીધા માલામાલ

  સ્થાનિક બજાર


  સ્થાનિક બજારની વાત કરીએ તો આજે સતત છઠ્ઠા દિવસે બજાર નાની રેન્જમાં બંધાયેલું જોવા મળ્યું હતું. આ સપ્તાહના મોટાભાગના ભાગમાં નિફ્ટી 17,100-17,300ની રેન્જમાં આગળ વધતો જોવા મળ્યો હતો. બજાર ઊંચા સ્તરને ટકાવી રાખવાનું મેનેજ કરી શક્યું ન હતું અને વેચાણનું દબાણ 17,350-17,400ની નજીક દેખાઈ રહ્યું હતું. હવે જો નિફ્ટી આ સ્તરની ઉપર બંધ યથાવત રાખે છે, તો તે આપણને 17,600-17,750 તરફ આગળ વધતું દેખાઇ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે કોવિડને કારણે લાદવામાં આવેલા મોટાભાગના નિયંત્રણો હટાવી લીધા હોવાથી અમે મલ્ટીપ્લેક્સ, હોટલ, મુસાફરી અને મનોરંજનને લગતા સ્ટોક્સ સારું વળતર આપતા જોઈ શકીએ છીએ.

  આ પણ વાંચો: પેટ્રોલ, ડીઝલ, LPG સિલિન્ડર બાદ હવે જરૂરી દવાઓની કિંમત પણ વધશે

  રેલિગેર બ્રોકિંગના અજિત મિશ્રા કહે છે કે, મિશ્ર વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા બજાર માટે મુશ્કેલી ઊભી કરે છે. નિફ્ટી 17,000-17,350ની રેન્જમાં ફસાયેલો જણાય છે. આ રેન્જની ઉપર અથવા નીચે કોઈપણ બ્રેકઆઉટ બજારની દિશા સાફ સ્પષ્ટ થશે. તેથી બજારના સહભાગીઓએ સારા પ્રદર્શન કરતા ક્ષેત્રો અને શેરો પર નજર રાખવી જોઈએ. પરંતુ હાં તમારું રીસ્ક મેનેજમેન્ટ પણ મજબૂત હોવું જોઇએ.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन