Home /News /business /Stock Tips: 2022ના વર્ષમાં તમારું રોકાણ થશે ડબલ, બજાર નિષ્ણાતોએ આ ટેલીકોમ ઇન્ફ્રા શેર માટે આપ્યું Buy રેટિંગ

Stock Tips: 2022ના વર્ષમાં તમારું રોકાણ થશે ડબલ, બજાર નિષ્ણાતોએ આ ટેલીકોમ ઇન્ફ્રા શેર માટે આપ્યું Buy રેટિંગ

એક વર્ષમાં આ પાંચ શેર કરાવશે બમ્પર કમાણી

Multibagger Stock: સાલસાર ટેક્નો શેરનું વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.738 કરોડ છે. હાલમાં સ્મોલ કેપ શેરનું ટ્રેડ વોલ્યુમ 1,10,704 છે, જે તેના 20 દિવસના સરેરાશ વોલ્યુમ 1,77,774થી ઓછું છે.

  નવી દિલ્હી: કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થા (Global Economy) વચ્ચે પણ ભારતીય શેર બજારે 2021 (Indian Stock Market in 2021)માં તેના રોકાણકારોને શાનદાર વળતર આપવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પેની સ્ટોક્સ (Penny Stocks) સહિત સારી સંખ્યામાં શેરોએ તેના શેર ધારકોને મલ્ટીબેગર રિટર્ન (Multibagger Return) આપ્યું છે. નવા વર્ષ 2022ની શરૂઆત કર્યા પછી ભારતમાં સેકન્ડરી માર્કેટ રોકાણકારો તેમના સ્ટોક પોર્ટફોલિયોમાં ફરી તેવું જ વળતર મેળવવા માંગે છે. તેથી રોકાણકારો 2022 માટે સંભવિત મલ્ટીબેગર સ્ટોક્સ અને 2022 માટે મલ્ટીબેગર પેની સ્ટોક્સ શોધી રહ્યા છે. આવા રોકાણકારો માટે સારા સમાચાર છે. બજારના નિષ્ણાતોના મતે, સાલાસર ટેકનો એન્જિનિયરિંગ લિમિટેડ (Salsar Techno Engineering Ltd shares)ના શેર્સ 2022માં શેર ધારકોના નાણા બમણા કરી શકે છે. તેઓના મતે સાલાસર ટેકનોના શેર આ વર્ષના અંત સુધીમાં રૂ.500ના સુધી જઈ શકે છે.

  અનુજ ગુપ્તાની સલાહ

  મિન્ટના અહેવાલ પ્રમાણે 2022માં સાલાસર ટેક્નો શેરના ભાવમાં તેજીને ઉત્તેજન આપતા ફંડામેન્ટલ્સ વિશે IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ લિમિટેડ એક ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. કંપની ઇલેક્ટ્રિફિકેશન, પાવર ટ્રાન્સમિશન લાઇન અને સોલાર પાવર પ્લાન્ટ માટે એન્જિનિયરિંગ, પ્રોસ્યુરમેન્ટ અને કન્ટ્રોલ સર્વિસિઝ આપે છે. ભારતમાં 5G રોલ આઉટના પગલે બજાર લાંબા ગાળાના આગામી ક્વાર્ટર્સમાં કંપની પાસેથી મજબૂત આંકડાની અપેક્ષા છે.

  મનોજ દાલમિયાનો અભિપ્રાય

  કાઉન્ટરમાં પ્રોફિટ-બુકિંગની અપેક્ષા હોવાથી નવા રોકાણકારોને થોડો સમય રાહ જોવાની સલાહ આપતા મનોજ દાલમિયા, પ્રવીણ ઇક્વિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “વ્યક્તિ રૂ.210 થી રૂ.240ના સ્તરે કોન્સોલિડેશન અથવા બેઝ ફોર્મેશનની રાહ જોઈ શકે છે. જે ખરીદી માટે સારી જગ્યા હોઈ શકે છે. જો આવું થાય તો અમને સારા પ્રદર્શનની અપેક્ષા છે, ટૂંકા ગાળાનું લક્ષ્ય રૂ.291 હોઈ શકે છે.” તેમણે જણાવ્યું હતું કે, રૂ.212ના દરેક સ્તરે બ્રેકઆઉટ આપ્યા પછી શેરના વખાણ થઇ રહ્યા છે અને તેથી પ્રોફિટ-બુકિંગની રાહ જોવી અને પછી રૂ.210થી રૂ.240ની રેન્જમાં પ્રવેશવું વધુ સારું છે.

  આ પણ વાંચો: આ Multibagger સ્ટોકે 20 વર્ષમાં રૂપિયા એક લાખના બનાવી દીધા રૂ. 6.5 કરોડ

  અનુજ ગુપ્તાનો અભિપ્રાય

  સાલસાર ટેક્નો શેરનો ભાવ આજે NSE પર રૂ.257.80 પ્રતિ શેર છે અને તે લગભગ રૂ.233 થી રૂ.257.80ના સ્તરે વધ્યા પછી છેલ્લા એક મહિનામાં 10 ટકાથી વધુ વધ્યો છે. શેર બજારના રોકાણકારોને લાંબા ગાળા માટે આ સ્ટોક ખરીદવાની સલાહ આપતા, IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "ટેકનિકલ ચાર્ટ પેટર્ન પર શેર રૂ.3502ના સ્તરે રેઝીસ્ટન્સનો સામનો કરી રહ્યો છે. એક વખત તે મધ્ય ગાળામાં આ પડકારને તોડવામાં સફળ થઈ જાય તો પછી આ વર્ષના અંત સુધીમાં તે રૂ.450થી રૂ.500ના સ્તરે પહોંચી શકે છે. જો કે, રોકાણકારો રૂ.220ના સ્તરે પ્રવેશ કરી શકે છે, કારણ કે ટેલિકોમ ઇન્ફ્રા કાઉન્ટરમાં થોડું પ્રોફિટ બુકિંગ થઈ શકે છે."

  આ પણ વાંચો: 11 મહિના પહેલા આ IPOમાં 1.22 લાખનું રોકાણ બની ગયું 91 લાખ

  જાણો સાલસાર ટેક્નોના શેર વિશે

  સાલસાર ટેક્નો શેરનું વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.738 કરોડ છે. હાલમાં સ્મોલ કેપ શેરનું ટ્રેડ વોલ્યુમ 1,10,704 છે, જે તેના 20 દિવસના સરેરાશ વોલ્યુમ 1,77,774થી ઓછું છે. સાલસાર ટેકનો શેરનો વર્તમાન P/E રેશિયો 21.77 આસપાસ છે, જે તેના સેક્ટર P/E રેશિયો 48.78 કરતા ઘણો ઓછો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Multibagger Stock, Penny stocks, Share market, Stock market, Stock tips

  विज्ञापन
  विज्ञापन