Home /News /business /

Stock Market: આજથી ચાર દિવસ સુધી શેર બજાર રહેશે બંધ, હવે 18મી એપ્રિલના રોજ થશે ટ્રેડિંગ; આગળ કેવી રહેશે બજારની ચાલ?

Stock Market: આજથી ચાર દિવસ સુધી શેર બજાર રહેશે બંધ, હવે 18મી એપ્રિલના રોજ થશે ટ્રેડિંગ; આગળ કેવી રહેશે બજારની ચાલ?

બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)

Stock Market Holiday: શેર બજારમાં બુધવારે 13મી એપ્રિલના રોજ સતત ત્રીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 237.44 પોઇન્ટ એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 58,338.93ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી 54.65 પોઇન્ટ એટલે કે 0.31 ટકા તૂટીને 17,475.65ના સ્તર પર બંધ રહ્યો હતો

વધુ જુઓ ...
    મુંબઇ. Stock Market Holiday: શેર માર્કેટ (Stock Market) કરન્સી માર્કેટ (Currency Market) અને ડેરિવેટિવ માર્કેટ (Derivative Market)માં આગામી ચાર દિવસ સુધી ટ્રેડિંગ બંધ રહેશે. હકીકતમાં આજે એટલે કે ગુરુવારે 14મી ફેબ્રુઆરીના રોજ મહાવીર જયંતિ (Mahavir Jayanti) છે, અને ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ છે, જેના પગલે બજાર બંધ રહેશે. આ ઉપરાંત 15મી એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે છે, જેના કારણે બજાર બંધ રહેશે. તેના પછીના બે દિવસમાં શનિવાર અને રવિવાર આવતો હોવાથી માર્કેટ બંધ રહેશે. આથી માર્કેટ સતત ચાર દિવસ સુધી બંધ રહેશે. આ દરમિયાન શેર માર્કેટ, કરન્સી માર્કેટ અને ડેરિવેટિવ માર્કેટ બંધ રહેશે. ત્રણેય માર્કેટ હવે સમવારે 18મી એપ્રિલના રોજ શરૂ થશે. જોકે, કોમોટિડી માર્કેટ ગુરુવારે 14મી એપ્રિલના રોજ ફક્ત સવારના સત્રમાં બંધ રહેશે. જ્યારે શુક્રવારે બંને સત્રમાં ટ્રેડિંગ નહીં થાય.

    સતત ત્રીજા દિવસે માર્કેટ લાલ નિશાન પર બંધ


    આ દરમિયાન શેર બજારમાં બુધવારે 13મી એપ્રિલના રોજ સતત ત્રીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 237.44 પોઇન્ટ એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 58,338.93ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી 54.65 પોઇન્ટ એટલે કે 0.31 ટકા તૂટીને 17,475.65ના સ્તર પર બંધ રહ્યો હતો.

    18 એપ્રિલના રોજ કેવી રહેશે બજારની ચાલ?


    LKP Securitiesના રુપક ડેનું કહેવું છે કે બુધવારે પૂર્ણ થયેલા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ખૂબ વોલેટાઇલ રહ્યો હતો. આખો દિવસ તેનું વલણ નકારાત્મક બની રહ્યું હતું. નીચલા સ્તરે તેણે 17,400-17,450 ના સ્તરને ચેલેન્જ કર્યું હતું અને તે 17,600 ઉપર ટકી રહેવામાં સફળ રહ્યો હતો. આશા છે કે બજારમાં કમજોરી ચાલુ રહેશે.

    તેમણે જણાવ્યું કે નિફ્ટી માટે હવે 17,400 પર મહત્ત્વનો સપોર્ટ નજરે પડી રહ્યો છે. જો નિફ્ટી તેનાથી નીચે સરકે છે તો બજારમાં વધારે કમજોરી આવી શકે છે. ઉપરની બાજુએ નિફ્ટી માટે 17,600-17800 પર રેજિસ્ટન્સ નજરે પડે છે.

    આ પણ વાંચો: નાણાંકીય વર્ષ 2021-22માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ સર્જ્યા નવા રેકોર્ડ

    કમજોર લાગી રહ્યો છે બજારનો ટ્રેન્ડ


    કોટક સિક્યોરિટીઝ (Kotak Securities)ના અમોલ અઠાવલેનું કહેવું છે કે બજારમાં સતત ઉપરના સ્તરેથી નફાવસૂલી જોવા મળી રહી છે. બજારનો ટ્રેન્ડ કમજોર છે પરંતુ નિફ્ટી પોતાના 20-day SMA ઉપર રહેવામાં સફળ રહ્યો છે તો પુલબેક રેલીની સંભાવનાને નકારી શકાય નહીં. જ્યારે નીચેની બાજુએ નિફ્ટી માટે 17,450-17,400 પર અને સેન્સેક્સ માટે 58,200-58,000 પર સપોર્ટ નજરે પડી રહ્યો છે.

    એપ્રિલ મહિનામાં સૌથી લાંબી રજા


    14 એપ્રિલ અને 15મી એપ્રિલના રોજ શેર બજારમાં રજા રહેશે. તેના પછી 16મી એપ્રિલના રોજ શનિવાર અને 17મી એપ્રિલના રોજ રવિવાર છે. શનિવાર અને રવિવારે ભારતીય શેર બજારમાં રજા રહે છે. આથી શેર બજારમાં એક સાથે ચાર દિવસની રજા આવી છે. એપ્રિલ મહિનામાં આ સૌથી લાંબી રજા છે. એટલે કે હવે શેર બજારમાં 18મી એપ્રિલ એટલે કે સોમવારે ટ્રેડિંગ થશે.

    આ પણ વાંચો: લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી પસંદ કરતા પહેલા ખાસ ધ્યાનમાં રાખો આ પાંચ વાત

    શેર બજારમાં આ વર્ષે 13 રજા


    શનિવાર અને રવિવારને બાદ કરતા આ વર્ષે BSE અને NSE પર કુલ 13 દિવસની રજા રહેશે. વર્ષ 2022ની પ્રથમ રજા 26મી જાન્યુઆરીના રોજ આવી હતી. તે બાદમાં માર મહિનામાં મહાશિવરાત્રી અને હોળીના દિવસે શેર બજારમાં રજા હતી. એપ્રિલ મહિનામાં હવે ચાર દિવસની રજા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: APRIL, BSE, Holiday, NSE, Share market, Stock market

    આગામી સમાચાર