Home /News /business /

Market Crash: રોકાણકારોના 13.32 લાખ કરોડ રૂપિયા સ્વાહા; દર છમાંથી એક શેરમાં લાગી લોઅર સર્કિટ

Market Crash: રોકાણકારોના 13.32 લાખ કરોડ રૂપિયા સ્વાહા; દર છમાંથી એક શેરમાં લાગી લોઅર સર્કિટ

ભારતીય શેર બજારમાં કડાકો

Russia-Ukraine crisis impact: 24મી ફેબ્રુઆરીનો દિવસ ભારતીય શેર બજાર માટે ભારે રહ્યો હતો. રશિયાએ યૂક્રેન પર હુમલો કરતા એક જ દિવસમાં રોકાણકારોને 13.20 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

    મુંબઇ. Russia-Ukraine crisis: રશિયાએ પૂર્વ યૂક્રેનના બે વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી (Russia attacks Ukraine) શરૂ કરતાની સાથે જ ગુરુવારે ભારતીય શેર બજાર (Indian stock market crash)માં કડાકો બોલી ગયો હતો. આ દિવસે દર 10માંથી નવ શેરમાં ઘટાડો નોંધાયો હતો. દિવસને અંતે રોકાણકારોએ આશરે 13.32 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. બપોરે કુલ 3057 શેરમાંથી 2,758 શેર લાલા નિશાન પર હતા. જ્યારે 95 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો. 224 શેર મજબૂત સ્થિતિમાં ટ્રેડ કરી રહ્યા હતા. આ ઘટાડામાં બપોરે 12 વાગ્યા સુધી જ રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

    દર છમાંથી એક શેરમાં લોઅર સર્કિટ

    યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં શેર બજારમાં ડરનો માહોલ ફેલાયો હતો. બીએસઈ પર નોંધાયેલી કંપનીઓની માર્કેટ કેપ બપોરે 12 વાગ્યે ઘટીને 246 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. બુધવારે દિવસના અંતે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 256 કરોડ રૂપિયા હતી. હાલત એવી હતી કે દર છ શેરમાંથી એક શેરમાં લોઅર સર્કિટ લાગી હતી.

    ક્યારે ક્યારે સેન્સેક્સમાં મોટો કડાકો બોલ્યો?

    સેન્સેક્સમાં અત્યારસુધીનો સૌથી મોટો કડાકો 23મી માર્ચ, 2020ના રોજ બોલ્યો હતો. એ દિવસે દિવસના અંતે સેન્સેક્સ 4,035 પોઈન્ટ તૂટી ગયો હતો. 2020ના વર્ષમાં જ 13 માર્ચના રોજ સેન્સેક્સ 3,389 પોઈન્ટ તૂટી ગયો હતો. તેના એક દિવસ પહેલા એટલે કે 12 માર્ચ, 2020ના રોજ સેન્સેક્સ 3,204 પોઈન્ટ તૂટ્યો હતો. જે બાદમાં 16 માર્ચના રોજ સેન્સેક્સ 2,827 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. 24 ફેબ્રુઆરી, 2022ના રોજ સેન્સેક્સમાં 2,702 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. કોરોનાની અસરથી બજારમાં કડાકો બોલ્યા બાદ આ સૌથી મોટો કડાકો છે.



    આ પણ વાંચો: શેર બજારમાં કડાકો, આ સલાહ માની લેશો તો થઈ જશો માલામાલ

    સેન્સેક્સ 4.72%, નિફ્ટી 4.78 ટકા તૂટ્યો

    24 ફેબ્રુઆરીને દિવસના અંતે સેન્સેક્સ 2702.15 પોઈન્ટ એટલે કે 4.72 ટકા તૂટીને 54,529.91ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 815.30 અંક એટલે કે 4.78 ટકા તૂટીને 16247.95ના સ્તર પર બંધ રહ્યો હતો. યૂક્રેન પર રશિયાના હુમલાથી ભારતીય શેર બજારમાં હાહાકાર મચી ગયો હતો.

    ગુરુવારે BSEના તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી50ના તમામ 50 શેર પર અને સેન્સેક્સના તમામ 30 શેરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેંકના 12 શેરમાં વેચવાલી જોવા મળી હતી. બજારમાં આશરે બે વર્ષ પછી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો: શેર બજારમાં સોદાની પતાવટ માટે આજથી લાગૂ થશે નવી વ્યવસ્થા

    આજે ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, યુપીએલ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ નિફ્ટીના સૌથી મોટા લૂઝર રહ્યા છે. બીએસઈ મીડ અને સ્મૉલ ઇન્ડેક્સ પાંચ ટકા તૂટ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine war, Share market, Stock market, Stock tips, સેન્સેક્સ

    આગામી સમાચાર