Home /News /business /

Stock Market: અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે અને ભારતમાં સેન્સેક્સમાં ગાબડું! અહીં જાણો તેના કારણો

Stock Market: અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે અને ભારતમાં સેન્સેક્સમાં ગાબડું! અહીં જાણો તેના કારણો

સેન્સેક્સ ડાઉન

Share Market Crash: અમેરિકાના લેબર વિભાગ (US Labour Department)એ જાન્યુઆરીમાં સમાપ્ત થયેલા 12 મહિનાના ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. તે આંકડા મુજબ ફુગાવાનું સ્તર વધીને 7.5 ટકા પર પહોંચી ગયું છે.

નવી દિલ્હી. Share Market Crash: અમેરિકામાં મોંઘવારી (US Inflation) દર 40 વર્ષના ટોચના સ્તર પર પહોંચી ગયો છે. અમેરિકાના લેબર વિભાગ (US Labour Department)એ જાન્યુઆરીમાં સમાપ્ત થયેલા 12 મહિનાના ફુગાવાના આંકડા જાહેર કર્યા છે. તે આંકડા મુજબ ફુગાવાનું સ્તર વધીને 7.5 ટકા પર પહોંચી ગયું છે અને આ અમેરિકામાં 1982 બાદથી અત્યારસુધીનું સૌથી ઊંચું ફુગાવાનું સ્તર છે. નોંધનીય છે કે, તજજ્ઞોને ફુગાવામાં આટલા ઉછાળાની અપેક્ષા નહોતી. આંકડા જોઈને તજજ્ઞોને પણ આંચકો લાગ્યો છે. ફુગાવાના આંકડાથી અમેરિકી શેરબજારો (US Stock Markets) પર અસર પડી છે અને શેરબજારોમાં મોટો કડાકો થયો હતો. બીજી તરફ તેની અસર ભારતીય શેર બજારો (Indian Share Market) પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ (Sensex) 900 અંકથી વધુ તૂટ્યો હતો. ત્યારે અમેરિકામાં મોંઘવારી વધવાની અસર ભારતીય શેરબજાર પર કેમ પડી રહી છે? તે જાણવું જરૂરી બની ગયું છે.

લોકોનું બજેટ બગડ્યું

અમેરિકામાં મોંઘવારીમાં ઝડપથી વધારાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જૂની કાર અને ટ્રકની કિંમતમાં 41 ટકાનો વધારો થયો છે. ફર્નિચરના ભાવમાં 14 ટકા અને મહિલાઓના કપડાંના ભાવમાં 11 ટકાનો વધારો થયો છે. આ ભાવ વધારાથી લોકોનું બજેટ બગડી ગયું છે.

એક વર્ષથી પડી રહ્યો છે મોંઘવારીનો માર

ફેડરલ રિઝર્વે અમેરિકામાં ફુગાવાનો આટલો બધો વધારો થવાની અપેક્ષા નહોતી રાખી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માત્ર 1.7 ટકા હતો. પછી ધીમે ધીમે તેમાં વધારો થતો રહ્યો છે. માર્ચમાં 2.7 ટકા, એપ્રિલમાં 4.2 ટકા, મેમાં 4.9 ટકા, જૂનમાં 5.3 ટકા, ઓક્ટોબરમાં 6.2 ટકા, ડિસેમ્બરમાં 7.1 ટકા અને અત્યારે 7.5 ટકા સુધી પહોંચી ગયો છે.

મોંઘવારી કેમ વધી?

વર્ષ 2020માં કોરોના મહામારીની સૌથી મોટી અસર વેપાર ધંધા પર પડી હતી. લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ હતી. દુકાનો બંધ કરી દેવામાં આવી હતી અને લોકો પોતાના ઘરોમાં બંધ હતા. બીજી તરફ કંપનીઓએ 20 મિલિયનથી વધુ લોકોને બરતરફ કર્યા છે. તેના કારણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં ઘણો ઘટાડો થયો હતો અને અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી.

આ પણ વાંચો: 2022માં અત્યારસુધી આ સ્ટૉકમાં મળ્યું 270% વળતર, શું તમારી પાસે છે?

આ સાથે જ મહામારી ચાલુ રહેવાના ડરથી કંપનીઓએ નવા રોકાણો કર્યા ન હતા. પરંતુ, અર્થતંત્રમાં રિકવરી અપેક્ષા કરતા વહેલી શરૂ થઇ ગઇ હતી. સરકાર અને ફેડરલ રિઝર્વ દ્વારા લિક્વિડિટી વધારવાના પગલાંથી અર્થતંત્રમાં જીવ આવ્યો હતો. તેમજ રસીકરણના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધ્યો હતો, પરિણામે માંગ વધી હતી. અચાનક વધેલી માંગ પ્રમાણે પુરવઠો વધ્યો ન હતો. જેના કારણે ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચી ગયો છે.

ભારત પર શું અસર થશે?

જો દુનિયાના કોઈ દેશમાં મોંઘવારી ખૂબ વધારે હોય તો તેની અસર અન્ય દેશો પર પણ પડે છે. ખાસ કરીને અમેરિકા જેવા મોટા અર્થતંત્રમાં આવેલા ઊંચા ફુગાવાની અસર ભારત સહિત અન્ય દેશોને થાય તે નક્કી છે. સૌથી પહેલા તેની અસર હાયર ઇમોર્ટેડ ઇન્ફલેશનના સ્વરૂપમાં પડે છે. આનો અર્થ એ છે કે હવે આપણે અમેરિકાથી આયાત કરેલી વસ્તુઓ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. પરિણામે સ્થાનિક બજારમાં પણ તેમના ભાવ વધારે રહેશે અને તેની સીધી અસર ઘરેલુ મોંઘવારી પર પડશે.

આ પણ વાંચો: ઝોમાટોનો શેર 9% તૂટ્યો, જાણો કારણ, શું તમારે રોકાણ કરવું જોઈએ?

આ ઉપરાંત ફેડરલ રિઝર્વ અમેરિકામાં ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે વ્યાજદરમાં ઝડપથી વધારો કરશે. આનાથી અમેરિકામાં યીલ્ડનો વધારો થશે. આ સાથે વિદેશી ફંડ વિકાસ પામતા બજારોમાંથી નાણાં ઉપાડીને અમેરિકામાં રોકાણ કરવા ઇચ્છશે. તેમજ અમેરિકામાં વ્યાજના દરમાં વધારો થવાથી ભારતીય કંપનીઓને ત્યાં નાણાં એકત્ર કરવાં મોંઘાં પડશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: BSE, Inflation, NSE, Share market, Stock market, US, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन