Home /News /business /

Russia Attacks Ukraine: રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધથી શું તમને Stock Market Crash થવાનો ડર છે? જાણો અત્યારે શું કરવું

Russia Attacks Ukraine: રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધથી શું તમને Stock Market Crash થવાનો ડર છે? જાણો અત્યારે શું કરવું

ભારતીય શેર બજાર

Stock Market Crash: રશિયા અને યૂક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રોકાણકારોને પોતાના પૈસા ડૂબી જવાની ચિંતા સતાવી રહી છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કર્યું છે તો નીચેની વિગતો તમારા કામની છે.

  Indian Market crash: યૂક્રેન પર રશિયાના હુમલા (Russia Attacks on Ukraine) ના સમાચાર સાથે જ શેર બજાર ક્રેશ (Stock market crash) થઈ ગયું છે. ભારતીય શેર બજાર (Indian stock market)માં આજે મોટો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સ 2,000 પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. નિફ્ટીની પણ આવી જ હાલત છે. શેર બજારમાં બોલી ગયેલા કડાકાને પગલે ડરનો માહોલ છે. રોકાણકારોને મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે. જો કડાકા ચાલુ જ રહેશે તો રોકાણકારોને પોતાની તમામ કમાણી સાફ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે.

  અમુક રોકાણકારોને પોતાની મૂડી ડૂબી જવાનો ડર સતાવી રહ્યો છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરી રાખ્યું છે તો તમારે ડરવાની જરૂરી નથી. આ મુશ્કેલ સમયમાં ન્યૂઝ18 ગુજરાતી તમારી સાથે છે. અહીં અમે તમને કેટલિક ટીપ્સ જણાવી રહ્યા છીએ. અમે તમને જણાવીશું કે કડાકા વખતે તમારે શું કરવાની જરૂર છે.

  1) SIP બંધ ન કરો

  શેર બજારમાં કડાકાની સ્થિતિમાં તમારે SIP (Systematic investment plan) બંધ ન કરવી જોઈએ. અમારી આ સલાહ પાછળ ઠોસ તર્ક છે. IDFC Mutual Funds ના એક અભ્યાસ પરથી માલુમ પડે છે કે 2020માં કોરોનાની શરૂઆત બાદ શેર માર્કેટ ક્રેશ થયું ત્યાર બાદ જેમણે પોતાની SIP શરૂ રાખી હતી તેમને ખૂબ મોટું વળતર મળ્યું છે. આથી ડરીને આવી સ્થિતિમાં એસઆઈપી બંધ ન કરો.

  2) રોકાણ કરો, સટ્ટાથી બચો

  આ સમયે અનેક રોકાણકારો જાતે જ શેર ખરીદવાનો નિર્ણય કરે છે. અમુક લોકો તો ડેરિવેટિવમાં પણ ટ્રેડિંગ શરૂ કરી દે છે. હાલ સાવધાની રાખવાનો સમય છે. આ સમયે તમારે એવા શેરમાં બિલકુલ રોકાણ ન કરવું જોઈએ જેના વિશે તમારી પાસે કોઈ જાણકારી ન હોય. તમને ન સમજાય તેવો કોઈ સોદો કરવો જોઈએ નહીં. ખાસ કરીને મિત્રો અને સંબંધીઓની સલાહ પર કોઈ જ રોકાણ ન કરો. જો તમે પૈસા લગાવી શકો તો એવી કંપનીઓમાં રોકાણ કરો જેના પ્રદર્શનને લઈને કોઈ ચિંતા ન હોય. સ્થિતિ સામાન્ય થતા જ આ કંપનીઓના શેરમાં ઉછાળો આવશે.

  આ પણ વાંચો: આ Multibagger Textile Stock બુધવારે 5% ભાગ્યો, નિષ્ણાતોને 18% તેજીની આશા, શું તમારી પાસે છે?

  3) વિવિધતા પર ધ્યાન આપો

  જો તમે અલગ અલગ પ્રકારની અસેટ્સમાં રોકાણ કર્યું છે તો ખૂબ સારું છે. આથી તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો. જેનો મતલબ એવો થાય કે તમારે એક જ પ્રકારની અસેટમાં રોકાણ કરવું જોઈએ નહીં. તમારા પોર્ટફોલિયોમાં શેર, ગોલ્ડ સહિત બીજી અસેટ સામેલ કરી શકાય છે. બીજું કે તમારા પોર્ટફોલિયોમાં એક જ સેક્ટરના શેર્સ પણ ન હોવા જોઈએ.

  4) સોનામાં રોકાણનું મહત્ત્વ સમજો

  જો તમે સોનું, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું છે તો તેને જાળવી રાખો. દુનિયામાં જ્યારે ઉથલપાથલ થાય છે ત્યારે સોનાને ખૂબ જ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આવા સમયે સોનાની કિંમત વધે છે. આથી સોના પર રિટર્ન ભલે ઓછું મળે પરંતુ મુશ્કેલની ઘડીમાં તે તમારા પૈસાના સુરક્ષિત રાખે છે.

  આ પણ વાંચો: ઝોમાટો, નાયકા અને પેટીએમના શેરમાં 5% સુધી રેલી, શું તમારે ખરીદી કરવી જોઈએ?

  5) વધારાના પૈસાનું જ રોકાણ કરો

  અમુક રોકાણકારો શેર બજારમાં ઘટાડાનો ઉપયોગ રોકાણના મોકા તરીકે કરતા હોય છે. આ રણનીતિ યોગ્ય છે. પરંતુ અત્યારે જે સ્થિતિ છે તેના વિશે કંઈ પણ અંદાજ લગાવી શકાય નહીં. એટલે કે જો હાલ તમારી પાસે એવી રકમ છે જેની આગામી વર્ષોમાં તમારે કોઈ જરૂરિયાત નથી તો તેનું રોકાણ શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં કરો. કારણ કે મુશ્કેલીના સમયમાં રોકડનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. એવા પૈસાનું રોકાણ ન કરો જે મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરી શકે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Russia Ukraine, Russia ukraine news, Russia ukraine war, Share market, Stock market, સેન્સેક્સ

  આગામી સમાચાર