Home /News /business /

ભારતીય શેર બજારમાં મચ્યો હાહાકાર, 2022માં અત્યારસુધી આ 70 શેર 25%થી વધુ તૂટ્યા

ભારતીય શેર બજારમાં મચ્યો હાહાકાર, 2022માં અત્યારસુધી આ 70 શેર 25%થી વધુ તૂટ્યા

સેન્સેક્સ, નિફ્ટીમાં કડાકો (પ્રતીકાત્મક તસવીર)

Stock Market Crash: આ વર્ષે અત્યારસુધીમાં BSE મિડ કેપ ઇન્ડેક્સ 6%થી વધુ ઘટ્યો છે. બીજી તરફ BSE સ્મોલ કેપ ઈન્ડેક્સ 9%થી વધુ તૂટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 3% ઘટ્યો છે.

નવી દિલ્હી: શેરબજાર (Stock Market) માટે 2022ની શરૂઆત મુશ્કેલ છે. છેલ્લા બે મહિનામાં શેરબજારની ચાલ પરથી આ વાત સ્પષ્ટ છે. મિડ કેપ (Mid cap) અને સ્મોલકેપ (Small cap)માં મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger Stock) શોધી રહેલા રોકાણકારો બજારની ભારે અસ્થિરતાને કારણે અત્યંત હતાશ થઈ ગયા છે. BSE મિડ કેપ અને સ્મોલ કેપની 1,000 કંપનીઓમાંથી લગભગ 70 શેરો એવા છે કે જે આ વર્ષે અત્યારસુધીમાં 25%થી વધુ ઘટ્યા છે. આ 70માંથી 20 શેર એવા છે, જેણે આ વર્ષે અત્યારસુધીમાં રોકાણકારોની ત્રીજા ભાગની સંપત્તિ ઉડાવી દીધી છે.

આ વર્ષે અત્યારસુધીમાં BSE મિડ કેપ ઇન્ડેક્સ 6%થી વધુ ઘટ્યો છે. બીજી તરફ BSE સ્મોલ કેપ ઈન્ડેક્સ 9%થી વધુ તૂટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 3% ઘટ્યો છે.

બજારમાં સુધારાની શરૂઆત

ETના જણાવ્યા અનુસાર રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ વિકાસ જૈને જણાવ્યું હતું કે, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પરિણામની સિઝન શરૂ થઈ ત્યારથી બજાર સુધરી રહ્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના પરિણામો મિશ્ર રહ્યા હતા.

"પરિણામો પછી શેરમાં ભાવ કરેક્શન શરૂ થયું છે. નબળા પરિણામો વૈશ્વિક નકારાત્મક સમાચાર ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય અને રશિયા-યુક્રેન કટોકટીની બજાર પર નકારાત્મક અસર પડી છે. તેના કારણે ઊંચા બીટા શેરોમાં કરેક્શન આવ્યું છે."

સૌથી વધુ ઘટાડો કયા શેરોમાં આવ્યો?

આ વર્ષે અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો મેટ્રોપોલિસ હેલ્થકેરના શેરમાં આવ્યો છે. 22 ફેબ્રુઆરી સુધીમાં તેનો શેર 41% ઘટીને રૂ. 2031.1 પર બંધ થયો હતો. જ્યારે તેનો શેર 31 ડિસેમ્બર, 2021ના રોજ 3439.55 રૂપિયા પર બંધ થયો હતો.

યારી ડિજિટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસ અને GE પાવર ઈન્ડિયા બીજા નંબરે છે. આ બંને શેરમાં 40-40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જીઈ પાવર ઈન્ડિયામાં આ વર્ષે 39%નો ઘટાડો થયો છે. જ્યારે ટાટા સોલ્યુશન્સ અને જુબિલન્ટ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આ વર્ષે 38-38%નો ઘટાડો થયો છે.

ટાટા ટેલિસર્વિસિસિસ (મહારાષ્ટ્ર), મહિન્દ્રા લોજિસ્ટિક્સ, સ્ટોવ ક્રાફ્ટ, મહાનગર ટેલિફોન નિગમ, સ્ટરલાઇટ ટેક્નોલોજીસ, જેન્સલ ટેક અને હિમતસિંગ્કા સીડ સહિત અનેક શેરોમાં ઓછામાં ઓછા 35 ટકાનો ઘટાડો નોંધાયો છે.

રોકાણકારોની ત્રીજા ભાગની સંપત્તિ ડૂબી

અન્ય કેટલીક કંપનીઓ કે, જેમણે રોકાણકારોની કુલ સંપત્તિનો ત્રીજો ભાગ ડૂબી ગયો છે તેમાં વિનસ રેમડીઝ, રેમકો સિસ્ટમ્સ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, સબેક્સ, જીઇ ટીએન્ડડી ઇન્ડિયા, જીએનએ એલેક્સ વગેરે જેવા શેરોનો સમાવેશ થાય છે, જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં 33 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: New age stocks: ઝોમાટો, નાયકા અને પેટીએમના શેરમાં 5% સુધી રેલી, શું તમારે ખરીદી કરવી જોઈએ?

મિડ કેપ અને સ્મૉલ કેપ

બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપની 765 જેટલી કંપનીઓએ નેગેટિવ રિટર્ન આપીને રોકાણકારોને નિરાશ કર્યા છે. જ્યારે બાકીના શેર લીડ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. જોકે, કેટલાક વિશ્લેષકો આ ઘટાડાનું મુખ્ય કારણ પ્રોફિટ બુકિંગને માને છે. એવું નથી કે, આ સમય દરમિયાન દરેક સ્ટોકમાં ઘટાડો થયો છે. કેટલાક શેરોએ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન પણ આપ્યું છે. આ વર્ષે ડીબી રિયલ્ટીએ 108 ટકાનું રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો: Russia-Ukraine Conflict વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના શેરમાં 76 ટકા, ખેતાન કેમિકલ્સના શેરમાં 50 ટકા અને શારદા ક્રોપકેમના શેરમાં 45 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
First published:

Tags: Investment, Stock market, Stock tips, સેન્સેક્સ

આગામી સમાચાર