Home /News /business /

Closing Bell: યૂક્રેન પર રશિયાના હુમલાથી માર્કેટ લોહીલુહાણ, સેન્સેક્સ 2700 પોઈન્ટ તૂટ્યો

Closing Bell: યૂક્રેન પર રશિયાના હુમલાથી માર્કેટ લોહીલુહાણ, સેન્સેક્સ 2700 પોઈન્ટ તૂટ્યો

શેર બજારમાં કડાકો

Stock Market crash: યૂક્રેન પર રશિયાના હુમલાથી આજે ભારતીય શેર બજારમાં હાહાકાર મચી ગયો હતો. આજે BSEના તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

    મુંબઇ. Stock Market Closing Bell: આજનો દિવસ (24 ફેબ્રુઆરી, 2022) ભારતીય શેર બજાર (Indian Stock Market) માટે ભારે રહ્યો હતો. રશિયાએ યૂક્રેન પર હુમલો (Russia-Ukraine Conflict) કરી દેતા આજે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty50) ખૂબ જ ખરાબ રીતે પટકાયા હતા. આજે દિવસના અંતે સેન્સેક્સ 2702.15 પોઈન્ટ એટલે કે 4.72 ટકા તૂટીને 54,529.91ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 815.30 અંક એટલે કે 4.78 ટકા તૂટીને 16247.95ના સ્તર પર બંધ રહ્યો હતો. આજે તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. શેર બજારમાં કડાકો બોલી જતાં રોકાણકારોને પોતાનો નફો ધોવાઈ જવાની ચિંતા સતાવી રહી છે.

    યૂક્રેન પર રશિયાના હુમલાથી આજે ભારતીય શેર બજારમાં હાહાકાર મચી ગયો હતો. આજે BSEના તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી50ના તમામ 50 શેર પર અને સેન્સેક્સના તમામ 30 શેરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેંકના 12 શેરમાં વેચવાલી જોવા મળી હતી. બજારમાં આશરે બે વર્ષ પછી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો જોવા મળ્યો હતો.

    કયા શેર તૂટ્યા?

    આજે ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, યુપીએલ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ નિફ્ટીના સૌથી મોટા લૂઝર રહ્યા છે. બીએસઈ મીડ અને સ્મૉલ ઇન્ડેક્સ પાંચ ટકા તૂટ્યા છે.

    આ પણ વાંચો: રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધથી શેર બજારમાં અફડાતફડી, જાણો તમારે અત્યારે શું કરવું જોઈએ?

    ક્રિપ્ટો કરન્સીમાં મોટો કડાકો

    યૂક્રેન પર રશિયાના હુમલાની અસર ગુરુવારે ક્રિપ્ટોકરન્સી પર પણ જોવા મળી હતી. બિટકોઈન પણ આ તોફાનમાં ખુદને બચાવી શક્યો ન હતો. બિટકોઈનના ભાવમાં 10 ટકાનો કડાકો બોલી ગયો હતો. આજે ઇથેરિયમ બ્લોકચેનથી લિંક ઈથરની કિમતમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. Dogecoin 12 ટકા, Shiba Inu 10 ટકા તૂટી હતી. સોલોના (Solana), XRP, ટેરા, એવલાંચ (Avalanche), સ્ટેલર (Stellar), કારડાનો (Cardano), પોલિગોન (Polygon), પોલ્કાડૉટ (Polkadot)ની કિંમતમાં પણ 8થી 15 ટકા ઘટાડો નોંધાયો હતો.



    આ પણ વાંચો: શેર બજારમાં કડાકો બોલી ગયો છે ત્યારે કયા શેરની ખરીદી કરવી? 

    ક્રૂડ ઓઇલ 100 ડૉલરને પાર

    યૂક્રેન પર રશિયાના હુમલાની અસર ક્રૂડ ઓઇલ પર પડી છે. ગુરુવારે ક્રૂડ ઓઇલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ હતી. 2014 પછી પ્રથમ વખત ક્રૂડ ઓઇલની કિંમત આ સપાટી પર પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલની કિંમત વધવાની સીધી અસર ભારત પર પડશે. જેનાથી અનેક કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. જેના પગલે સરવાળે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, Stock market, સેન્સેક્સ

    આગામી સમાચાર