Home /News /business /Closing Bell: સેન્સેક્સમાં આજે 1,000થી વધુ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 16,900 ઉપર બંધ, તમામ સેક્ટર્સ લીલા નિશાન પર બંધ

Closing Bell: સેન્સેક્સમાં આજે 1,000થી વધુ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 16,900 ઉપર બંધ, તમામ સેક્ટર્સ લીલા નિશાન પર બંધ

સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા

Indian stock market: બુધવારનો દિવસ રોકાણકારો માટે ખુશી લઈને આવ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1039.80 પોઈન્ટ વધીને 56816.65 પર બંધ (Sensex close) રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 (Nifty 50 close) 312.35 પોઇન્ટ્સ વધીને 16975.35ના સ્તર પર બંધ રહ્યો હતો.

વધુ જુઓ ...
  મુંબઈ. શેર બજાર (Indian stock market)માં રોકાણ કરતા લોકો માટે બુધવારનો દિવસ ખૂબ જ ઉત્સાહભર્યો રહ્યો. આજે સેન્સેક્સમાં મોટો ઉછાળો (Sensex rise) જોવા મળ્યો છે. યુએસ અને એશિયન બજારોમાં ઉછાળાને પગલે, તેમજ ક્રૂડ ઓઇલ (Crude oil price)ની કિંમત ઘટવાને પગલે સેન્સેક્સ આજે મોટા ઉછાળા સાથે ખુલ્યો હતો. મંગળવારે સેન્સેક્સ 55776.85 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ 56555.33ના સ્તર પર ખુલ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1039.80 પોઈન્ટ વધીને 56816.65 પર બંધ (Sensex close) રહ્યો હતો. 50 શેરનો નિફ્ટી 50 (Nifty 50 close) આજે 312.35 પોઇન્ટ્સ વધીને 16975.35ના સ્તર પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં આજે 1.86% અને નિફ્ટીમાં 1.87 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

  આજના ટોપ ગેનર:


  એલ્ટ્રાટેક સીમેન્ટ, એક્સિસ બેંક, શ્રી સીમેન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને બજાજ ઓટો.

  આજના ટોપ લૂઝર:


  સિપ્લા, સન ફાર્મા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને પાવર ગ્રીડ કોર્પોરેશન.

  તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ:


  આજના ટ્રેડિંગમાં તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ રહ્યા છે. IT, oil & gas, metal અને realty ઇન્ડેક્સ 2-3 ટકા વધ્યા હતા. જ્યારે auto, bank, capital goods, FMCG અને power ઇન્ડેક્સ એક ટકા વધ્યા હતા. બીએસઈ મિડ કેપ અને સ્મૉલ કેપ પણ 1-1 ટકા વધીને બંધ રહ્યા હતા.

  વિજય શેખર શર્માને મોટો ઝટકો


  16 માર્ચના ફોર્બ્સના ડેટા (Forbes data) પ્રમાણે પેટીએમ ફાઉન્ડર વિજય શેર શર્મા (Paytm founder Vijay Shekhar Sharma) હવે અબજોપતિ નથી રહ્યા. વિજય શેખર શર્માની પેટીએમ કંપનીની પેરેન્ટ કંપનીના શેરમાં સતત કડાકો (Paytm stock crash) બોલી રહ્યો છે. જેના પગલે 2,150 રૂપિયાની ઇશ્યૂ કિંમતની સરખામણીએ શેર 70 ટકા તૂટી ગયો છે. નોઇડામાં મુખ્ય ઑફિસ ધરાવતી કંપનીના શેરમાં આવેલો મોટો ઘટાડો મોટી ઉથલ પાથલનો સંકેત આપે છે. છેલ્લા અઠવાડિયે જ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)એ પેટીએમ પેમેન્ટ્સ બેંક (Paytm Paytments Bank) પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. (સંપૂર્ણ અહેવાલ વાંચો...)

  મ્યુચ્યુઅલ ફંડની પસંદગીના ટોપ 10 Small cap stocks


  ભારતીય શેરબજારો (Indian stock market)માં છેલ્લા ઘણા મહિના ખૂબ જ વોલેટાઇલ રહ્યા છે. ક્યારેક ઐતિહાસિક ગાબડા તો ક્યારેક તોતિંગ ઉછાળા (Up and down in stock market) જોવા મળ્યા છે. ત્યારે સ્મોલ કેપ શેર (Small cap stocks)નું પ્રદર્શન મિડ અને લાર્જ કેપ કરતા વધુ સારું રહ્યું હોવાનું આંકડા કહે છે. અહીં અમે મ્યુચ્યુઅલ ફંડે 3 મહિના દરમિયાન રોકાણ (Mutual fund invested Small cap stocks) કર્યું હોય એવા 10 સ્મૉલકેપ શેરોની યાદી આપી રહ્યા છીએ. આ આંકડા 28 ફેબ્રુઆરી 2022 સુધીના છે અને ACEMFની જાણકારી પર આધારિત છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો...)

  Blinkit સાથે સંભવિત મર્જરના સમાચારથી ઝોમાટોના શેરમાં ઉછાળો


  આજે એટલે કે 16 માર્ચના રોજ શરૂઆતના ટ્રેડિંગમાં ઝોમાટોના શેર (Zomato Stock)માં બે ટકાનો વધારો જોવા મળ્યો હતો. મનીકંટ્રોલના સમાચારે આજે આ શેર પર પોતાની અસર બતાવી હતી. ઉલ્લેખનીય છે કે મનીકંટ્રોલે પહેલા જ એવી જાણકારી આપી હતી કે ઝોમાટોએ ઑનલાઇન ગ્રૉસરી પોર્ટલ Blinkit સાથે ભાગીદારી (Zomato Blinkit merger) માટે એક ઑલ સ્ટૉક ડીલ કરી છે. Zomato એ સ્ટૉક એક્સચેન્જને માહિતી આપી છે કે તે Blinkitને પોતાની કેપિટલ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે 15 કરોડ ડૉલરની મદદ કરશે. આ લોન એક અથવા તેનાથી વધારે હપ્તામાં ચૂકવવામાં આવશે. (સંપૂર્ણ અહેવાલ વાંચો...)


  સોના-ચાંદીની કિંમતમાં વધુ ઘટાડો


  રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ (Russia Ukraine War) માટે વાતચીત ચાલુ છે ત્યારે સોના-ચાંદીની કિંમતમાં આજે પણ ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. સવારે 9:45 વાગ્યે સોનું (Gold rate today) 0.36 ટકા અને ચાંદી (Silver rate today) 0.66 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આ સાથે જ સોનાની કિંમત 51,400 રૂપિયાથી નીચે અને ચાંદીની કિંમત 67,900 રૂપિયાની નીચે આવી ગઈ છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો...)

  Brightcom Group ના શેરમાં સતત પાંચમા દિવસે અપર સર્કિટ


  બ્રાઇટકૉમ ગ્રુપના શેરમાં આજે સતત પાંચમાં સેશનમાં અપર સર્કિટ લાગી છે. આ મલ્ટીબેગર શેર મંગળવારના 64.30 ટકાના બંધ ભાવથી પાંચ ટકા ઉપર ખુલ્યો હતો. Brightcom Group કંપની માર્ચ 2022 દરમિયાન બોનસ શેર જાહેર કરનારી પસંદગીની કંપનીઓમાંની એક છે. બોનસ શેર માટે 16 માર્ચ રેકોર્ડ ડેટ છે. કંપની 2:3 ના રેશિયોમાં બોનસ શેર આપશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन