Home /News /business /

Closing Bell: બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 768 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 16,300 નીચે બંધ

Closing Bell: બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 768 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 16,300 નીચે બંધ

સેન્સેક્સ, નિફ્ટીમાં કડાકો (પ્રતીકાત્મક તસવીર)

Stock Market crash: રશિયા અને યુક્રેન વચ્ચે સતત નવ દિસથી ચાલી રહેલા સંઘર્ષની અસર દુનિયાભરના શેર બજાર પર જોવા મળી. ભારતીય શેર બજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.

  મુંબઈ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine war)ની અસર શેર બજાર પર જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે ભારતીય શેર બજાર (Indian stock market) ઘટાડો સાથે બંધ રહ્યું છે. આ અઠવાડિયે બજારમાં આશરે 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ (Mid cap stock), સ્મૉલ કેપ ઇન્ડેક્સ (Small cap index) પર દબાણ જોવા મળ્યું છે. ઓટો, રિયલ્ટી, મેટલ સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો જોવામાં આવ્યો છે. શુક્રવારે દિવસના અંતે સેન્સેક્સ (Sensex) 768.87 પોઇન્ટ એટલે કે 1.40 ટકા તૂટીને 54,333.81ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 252.70 પોઇન્ટ એટલે કે 1.53 ટકા તૂટીને 16245.35ના સ્તર પર બંધ રહ્યો હતો. હાલ ભારતીય બજાર પર નીચેના ચાર કારણોને લઈને દબાણ બન્યું છે.

  1) ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગ (Fire at nuclear plant)

  સમાચાર પ્રમાણે રશિયાએ દક્ષિણ યુક્રેન સ્થિત અનેર્હોદર શહેરના પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. જેના પગલે બે રિએક્ટર્સમાં આગ લાગી ગઈ હતી. એક સરકારી અધિકારીએ ન્યૂઝ એજન્સી એપીને જણાવ્યું કે જપોરિજિયા ન્યૂક્લિયર પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં રેડિએશનનું સ્તર વધી ગયું છે. આ પ્લાન્ટમાંથી દેશની 25 ટકા વીજળીનું ઉત્પાદન થાય છે.

  2) ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખનું નિવેદન (French President Macron)

  ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ નિવેદન આપ્યું છે કે યુક્રેનનો સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે 90 મિનિટ સુધી વાતચીત બાદ આવી આશંકા વ્યક્ત કરી હતી. ફ્રાંસના એક અધિકારીએ જણાવ્યું કે, મેક્રોંન સાથેની વાતચીત દરમિયાન પુતિને યુક્રેનમાં ઑપરેશન શરૂ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આથી લાગે છે કે પુતિન યુક્રેન પર સંપૂર્ણ કબજો કરવા માંગે છે.

  આ પણ વાંચો:  Sensex 100,000ની સપાટીએ પહોંચી શકે

  3) ટ્રેડ ડેફિસિટમાં વધારો (trade deficit)

  ફેબ્રુઆરી મહિનામાં વેપાર ખાધ વધીને 21.2 અબજ ડૉલર હતી, જ્યારે જાન્યુઆરીમાં તે 17.9 અબજ ડૉલર હતી. તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની આયાત અને અર્થતંત્ર ત્રીજી લહેરમાંથી બહાર નીકળવાને પગલે મુખ્ય આયાતોમાં થયેલો વધારો છે. નિકાસ પણ વધી છં પરંતુ આયાતને સરભર કરી શકે તેટલી નથી. નોમુરા રિસર્ચે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે યુક્રેન ટેન્શનને પગલે ક્રૂડ અને કોમોડિટીની કિંમત વધી છે. જેનાથી આગામી દિવસોમાં ઇમ્પોર્ટ બિલ વધી શકે છે.

  આ પણ વાંચો: 16 દિગ્ગજ અને નાના સ્ટૉક્સમાં ખરીદીની આપી સલાહ

  4) એફએમસીજી સેક્ટરના ગ્રોથમાં સુસ્તી (FMCG sector slowdown)

  નીલસનઆઈક્યૂ તરફથી પોતાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્બન માર્કેટમાં ભારતના એફએમસીજી (FMCG) ગુડ્સના વેચાણમાં સુસ્તી દેખાઈ રહી છે. ગત વર્ષે રુરલ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો જેનું મુખ્ય કારણ મોંઘવારી હતી. ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક દરમિયાન રૂરલ માર્કેટની ખપત 4.8 ટકા ઓછી રહી હતી. જ્યારે અર્બન માર્કેટમાં પણ 0.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એકંદરે મોંઘવારીના દબાણ હેઠળ અને અન્ય માઇક્રોનોમિક કારણોને પગલે ઘટાડો 2.6 ટકા રહ્યો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Business, Share market, Stock market, સેન્સેક્સ

  આગામી સમાચાર