Home /News /business /

Sensex-Nifty 2%થી વધુ ઉછળ્યા, આ સાત કારણને પગલે ભારતીય બજારમાં આવી દમદાર તેજી

Sensex-Nifty 2%થી વધુ ઉછળ્યા, આ સાત કારણને પગલે ભારતીય બજારમાં આવી દમદાર તેજી

સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા

Indian Stock Market: દિવસના અંતે આજે સેન્સેક્સ 1223 પોઈન્ટ એટલે કે 2.30 ટકા વધીને 54,647 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 332 પોઇન્ટ સુધરીને 16,345 પર બંધ રહ્યો હતો. બજારમાં આવેલા ઉછાળાના કારણો વિશે વિગતે વાત કરીએ.

  નવી દિલ્હી: રોકાણકારો માટે બુધવારનો દિવસ હાશકારા સમાન રહ્યો. આજે સેન્સેક્સ (Sensex today) અને નિફ્ટીમાં બે ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. બીજી રીતે કહીએ તો પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો (Election results) જાહેર થવાના છે તેના એક દિવસ પહેલા જ બજારમાં રોનક જોવા મળી છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી (Ukraine President Zelenskyy)એ નાટો (NATO)ના સભ્યપદ માટે ભાર ન આપતા માર્કેટના સેન્ટીમેન્ટ મજબૂત બન્યા હતા. આ ઉપરાંત બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે યૂએસ ફેડ પણ વ્યાજદરોને લઈને વધારે સખત પગલાં નહીં લે, જેના પગલે બજારને સુધરવાની મદદ મળી હતી. દિવસને અંતે બાદ આજે સેન્સેક્સ 1,223 પોઈન્ટ એટલે કે 2.30 ટકા વધીને 54,647 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 332 પોઇન્ટ સુધરીને 16,345 પર બંધ રહ્યો હતો. બજારમાં આવેલા ઉછાળાના કારણો વિશે વિગતે વાત કરીએ.

  ચૂંટણી પરિણામ (Election results)

  10મી માર્ચના રોજ ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભાના પરિણામ આવશે. વિવિધ એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરીથી સરકાર બનાવશે તો પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. એક્ઝિટ પોલ પ્રમાણે મણિપુરમાં બીજેપીને સ્પષ્ટ બહુમત મળશે. ઉત્તરાખંડ અને ગોવામાં સ્થિતિ સ્પષ્ટ નથી.

  રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ ઓછો થયો (Russia-Ukraine conflict)

  આજે એવા સમાચાર આવ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ NATOના સભ્યપદને લઈને વધારે ભાર નથી આપ્યો. રશિયાએ આ જ મુદ્દાને લઈને યુક્રેન પર આક્રમણ કર્યું હતું.

  સરકારની નીતિ

  મોર્ગન સ્ટેનલીના જણાવ્યા પ્રમાણે યુક્રેન સંકટ અને ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઘટાડાને પગલે માર્કેટ એટલું નથી ઘટ્યું જેટલી આશા હતી. એજન્સીનું કહેવું છે કે પોલિસીની દ્રષ્ટીએ ભારત દુનિયામાં સૌથી મજબૂત છે. બીજી તરફ એક નવી પ્રોફિટ સાઇકલ તૈયાર થઈ રહી છે. ક્રૂડ ઓઇલની કિંમત એક પડકાર છે, પરંતુ પોલિસીની દ્રષ્ટીએ જોતા તે મોટી સમસ્યા નથી. FIIની સતત વેચવાલી વચ્ચે માર્કેટ એટલું નથી ઘટ્યું.

  આરબીઆઈનું પગલું

  બજાર નિષ્ણાતો આગામી પૉલિસી બેઠકમાં આરબીઆઈ તરફથી મોંઘવારી મુદ્દે ઉઠાવવામાં આવનારા પગલાની રાહ જોઈ રહ્યા છે. આરબીઆઈને પહેલાથી જ અંદાજ હતો કે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં 10 ટકાના વધારાથી રિયલ જીડીપી ગ્રોથ પર 15 બીપીએસના ઘટાડાનું દબાણ આવશે. બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે નબળા જીડીપી ગ્રોથ રેટને પગલે આરબીઆઈએ રેપો રેટમાં સંભવિત વધારો બીજા છ માસિક સુધી ટાળવો પડી શકે છે.

  આ પણ વાંચો: નઝારા ટેક અને ઇન્ડસઇન્ડ બેંકના શેર અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

  જીએસટી કલેક્શન (GST Collection)

  ફેબ્રુઆરીમાં ભારતનું જીએસટી કલેક્શન 18 ટકા વધીને 1.33 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ સતત પાંચમો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન 1 લાખ રૂપિયાથી વધારે રહ્યું છે.  પૉવેલનું નિવેદન

  ફેડરલ રિઝર્વના ચેરમેન જીરોમ પૉવેલ (Jerome Powell) તરફથી કહેવામાં આવ્યું છે કે, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સેન્ટ્રલ બેંક પોતાની બેઠકમાં સાવધાની રાખીને વ્યાજદરોમાં વધારો કરશે.

  આ પણ વાંચો: શું બજારમાં 1920ના દાયકાની સ્થિતિ ઊભી થઈ રહી છે? એ સમયે શું થયું હતું?

  એલઆઈસી આઈપીઓ (LIC IPO)

  અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર એલઆઈસીનો આઈપીઓ આગામી નાણાકીય વર્ષ સુધી ટાળી શકે છે. બજારમાં ઘટાડાને પગલે નિષ્ણાતો માની રહ્યા છે કે સરકારે આઈપીઓ ડિસ્કાઉન્ટ ભાવે લાવવો પડી શકે છે. એલઆઈસીનો આઈપીઓ આવતા વર્ષ સુધી ટળે તો તે સારી વાત છે. તેનાથી આવતા વર્ષની નાણાકીય ખાધ ઓછી રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

  આગામી સમાચાર