Home /News /business /

Stock Market: આ 11 શેરોમાં થયો 40%નો કડાકો, હવે 13%થી 64% અપસાઇડની ક્ષમતા, જાણો શેરના નામ

Stock Market: આ 11 શેરોમાં થયો 40%નો કડાકો, હવે 13%થી 64% અપસાઇડની ક્ષમતા, જાણો શેરના નામ

ભારતીય શેર બજાર

Stock tips: હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ સ્ટોક તેના 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 636 રૂપિયાથી લગભગ 44 ટકા ઘટીને 14 જૂને 358 રૂપિયાના સ્તરે આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 64 ટકાની અપસાઇડ ક્ષમતા છે.

નવી દિલ્હી: ગ્લોબલ બજારોની (Global Market) જેમ છેલ્લા થોડા સપ્તાહોમાં ભારતીય શેર બજારોમાં પણ ભારે કડાકાઓ (Loss in Indian Stock Markets) જોવા મળ્યા છે. બેન્ચમાર્ક સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) ઇન્ડેક્સમાં તેના હાઇ લેવલથી 15 ટકાથી વધુના ઘટાડા સાથે ચાલી રહ્યા છે. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 20 ટકાથી વધુ તૂટ્યા છે. કોઇ બજારમાં હાલ હાઇ લેવલથી 20 ટકાથી વધુનો ઘટાડો આવવાથી તે બજારને બીઅર માર્કેટ (Bear Market) કહેવામાં આવે છે. તેમાં વધુ ઘટાડા દરમિયાન બીએસઇ 100 ઇન્ડેક્સના 12 શેર વર્ષના હાઇ લેવલથી 40 ટકાથી વધુ નીચે સરકી પડ્યા છે. બ્લૂમબર્ગની રેટિંગ (Bloomberg Rating) અનુસાર, અદાણી ગ્રીને બાદ કરતા આમાં 11 શેરોમાં 12 મહીનામાં સારી તેજીની સંભાવના જોવા મળી છે.

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (Hindalco Industries)


આ સ્ટોક તેના 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 636 રૂપિયાથી લગભગ 44 ટકા ઘટીને 14 જૂને 358 રૂપિયાના સ્તરે આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 64 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 589 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

પિરામલ એન્ટરપ્રાઇઝ (Piramal enterprises)


આ સ્ટોક તેના 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 3013 રૂપિયાથી લગભગ 47 ટકા ઘટીને 14 જૂને 597 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર, સ્ટોકમાં 53 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 2451 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

ઝી એન્ટરટેનમેન્ટ (Zee entertainment)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 379 રૂપિયાથી લગભગ 41 ટકા ઘટીને 14 જૂને 223 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 47 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 328 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

બજાજ ફીનસર્વ (Bajaj Finserv)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 19,320 રૂપિયાથી લગભગ 41 ટકા ઘટીને 14 જૂને 11,335 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 44 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 16,308 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

ટેક મહિન્દ્રા (Tech Mahindra)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 1838 રૂપિયાથી લગભગ 44 ટકા ઘટીને 14 જૂને 1030 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 41 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 1451 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

L&T ઇન્ફોટેક લિ. (L&T Infotech Ltd)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 7595 રૂપિયાથી લગભગ 45 ટકા ઘટીને 14 જૂને 4192 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 39 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 5810 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: 55થી 72 વર્ષની વય વચ્ચે સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની નેટ વર્થ કેવી રીતે બદલાઈ?

ઇન્દ્રપ્રસ્થ ગેસ (Indraprastha Gas)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 604 રૂપિયાથી લગભગ 43 ટકા ઘટીને 14 જૂને 342 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 38 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 472 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

ઓરોબિંદો ફાર્મા (Aurobindo Pharma)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 1017 રૂપિયાથી લગભગ 47 ટકા ઘટીને 14 જૂને 535 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 31 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 700 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

ઇન્ફો એજ (Info Edge)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 7463 રૂપિયાથી લગભગ 52 ટકા ઘટીને 14 જૂને 3604 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 30 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 4668 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: પંજાબ નેશનલ બેંકે FD વ્યાજદરમાં કર્યો વધારો, જાણો ક્યારથી થશે લાગૂ

જ્યુબિલન્ટ ફૂડવર્ક (Jubilant Foodworks)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 915 રૂપિયાથી લગભગ 44 ટકા ઘટીને 14 જૂને 517 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 26 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 653 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

લ્યુપિન લિ. (Lupin Ltd)


આ સ્ટોક 52 સપ્તાહના હાઇ લેવલ 1206 રૂપિયાથી ઘટીને 14 જૂને 609 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. બ્લૂમબર્ગની રેટિંગ અનુસાર સ્ટોકમાં 13 ટકાની અપસાઇડ ક્ષમતા છે અને તેમાં 688 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર