Home /News /business /આ કારણોને લીધે સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો ભારે કડાકો

આ કારણોને લીધે સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો ભારે કડાકો

પ્રતિકાત્મક તસવીર

    બોન્ડ યીલ્ડ વધવાથી રોકાણકારોમાં વધતી ગભરામણને કારણે અમેરિકા સહિત દુનિયાભરના શેર બજારમાં કડાકો આવ્યો હતો. આ સંકેતોની અસર આજે ભારતના બંન્ને પ્રમુખ ઈન્ડેક્સ પર પણ જોવા મળી છે.

    બીએસઈના શેરવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 500 અંકો નીચે આવીને 33934ના સ્તર પર આવી ગયો છે. જ્યારે નિફ્ટી 150 અંક નીચે પડીને 10,347ના સ્તર પર છે. ફોર્ટિસ હેલ્થકેરનો શેર 18 ટકા, SAILનો શેર 6 ટકા, વકરાંગનો શેર 5 ટકા અને રેલિગેયર એન્ટપ્રાઈઝનો શેર 5 ટકા ઉછળ્યો છે.

    વિશેષજ્ઞોનું માનવું છે કે દુનિયાભરમાં આવેલ આ કડાકાની અસર આપણા શેર બજાર પર પણ જોવા મળી રહી છે. જો કે રોકાણકારો માટે આ કડાકો  સંભાળીને ખરીદી કરવાની મોટી તક છે.

    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ કડાકો
    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ કડાકો દેખાઈ રહ્યો છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 1.3 ટકા ઘટ્યો છે જ્યારે નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.2 ટકા ઓછો દેખાય છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.5 ટકાનો ઘટાડો જોવા મળે છે.

    માર્ચ સુધી દુનિયાભરના શેર બજારોમાં કડાડાની આશંકા
    કમોડિટી ગુરૂ જિમ રોજર્સનું કહેવું છે કે વૈશ્વિક બજારોમાં લાંબા સમયથી કડાકો નહોતો થયો. ક્રુડમાં વધારે કડાકાની સંભાવના નથી. અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની બેઠક પહેલા અમેરિકી શેર બજાર કમજોર રહેશે. તેમનું માનવું છે કે લોન્ગ ટર્મ કેપિટલ ગેંસ ટેક્સને કારણે ભારતમાં રોકાણ પર અસર પડશે. આ સમયે રોકાણ માટે એગ્રી સેક્ટરની પસંદગી કરવી ફાયદાકારક બનશે. ભારતમાં અત્યારે પૈસા લગાવવાની સલાહ નથી. જો કે ડોલર, એગ્રી સાથે જોડાયેલ વેપારમાં રોકાણ કરી શકાય છે.

    અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વધારી શકે છે વ્યાજ દરો
    ફેડ દરો પર વાત કરતાં રોજર્સે કહ્યું કે માર્ચમાં યુએસ ફેડ દરો વધારી શકે છે. ફેડરલ રિઝર્વની માર્ચ બેઠક પહેલા બજાર કમજોર રહેશે. આવનાર કેટલાક વર્ષો સુધી બોન્ડ યીલ્ડમાં વધારો થઈ શકે છે. શેર ખરીદવાનો અત્યારે સમય નથી.

    ક્યાં કરી શકાય રોકાણ
    જિમ રોજર્સને એશિયન ટુરિઝમ, એગ્રી કંપનીઓ પસંદ છે. આ ઉપરાંત તેમને પ્રદુષણને દુર કરી રહેલ કંપનીઓ પણ પસંદ છે. તેમનું માનવું છે કે ક્રુડમાં બોટમ બનવાની તૈયારી, આવનાર કેટલાક વર્ષો સુધી ક્રુડ ચાલશે પરંતુ સોનાની ખરીદી કરવાની સલાહ નહીં આપવામાં આવે. તે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીના પક્ષમાં પણ નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन