Gold Silver Price Today: આજે સોના અને ચાંદીમાં આવી તેજી, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

Gold Silver Price Today: મંગળવારે MCX પર સોના અને ચાંદીના વાયદામાં તેજી જોવા મળી, આ ભાવે વેચાઈ રહ્યું છે 24 કેરેટ ગોલ્ડ

Gold Silver Price Today: મંગળવારે MCX પર સોના અને ચાંદીના વાયદામાં તેજી જોવા મળી, આ ભાવે વેચાઈ રહ્યું છે 24 કેરેટ ગોલ્ડ

  • Share this:
    Gold Silver Price, 31 August 2021: ગત કારોબારી સત્રમાં ઘટાડા બાદ આજે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર મંગળવાર એટલે કે 31 ઓગસ્ટ 2021ની સવારે 10:04 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.21 ટકા એટલે કે 101 રૂપિયાના ઉછાળા સાથે 47,265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદી વાયદામાં 0.66 ટકા એટલે કે 414 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સિલ્વર વાયદો 63,439 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું.

    આ ઉપરાંત, ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમતની વાત કરીએ તો અહીં 0.1 ટકાની તેજી જોવા મળી રહી છે. અહીં ગોલ્ડનો ભાવ 1,812.27 ડૉલર પ્રતિ ઔંસના લેવલ પર થઈ ગયો છે. બીજી તરફ, અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.1 ટકા ઘટીને 24.03 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે, જ્યારે પ્લેટિનમ 0.3 ટકાના ઘટાડાની સાથે 1,003.89 ડૉલર પર આવી ગયું. નોંધનીય છે કે, અમેરિકન ડૉલરમાં (US Dollar) નરમાઈના કારણે સોનાની કિંમતો સપાટ સ્તર પર રહી છે.

    24 કેરેટ ગોલ્ડનો ભાવ

    ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, આજે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ (Delhi Gold Price) 50,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચેન્નઇમાં 48,720 રૂપિયા, મુંબઈમાં 47,490 રૂપિયા અને કોલકાતામાં 49,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે.

    અમદાવાદ અને વડોદરામાં ગોલ્ડ-સિલ્વરની કિંમત

    Good Returns વેબસાઇટ મુજબ,  મંગળવાર સવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,040 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 46,090 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, અમદાવાદ અને વડોદરામાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,500 રૂપિયા છે.

    50,000 રૂપિયા સુધી જશે સોનું

    વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

    આ પણ વાંચો, Post Officeની આ સ્કીમમાં મળશે પૂરા 14 લાખ 28 હજાર રૂપિયા, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, New Zealandની વેબસાઇટ વેચી રહી છે દેશી ખાટલો, કિંમત સાંભળીને હોશ ઉડી જશે

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: