Gold Silver Price 30 July 2021: સોનાના ભાવ (Gold Price Today) માં આજે તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 47,060 રૂપિયા છે જેમાં 110 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ ગોલ્ડના 10 ગ્રામનો ભાવ 51,340 રૂપિયાએ પહોંચી ગયો છે જેમાં 120 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનું 45,310 રૂપિયાના ભાવે અને 24 કેરેટ સોનું 49,430 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, ભારતીય માર્કેટની સાથોસાથ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,400 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 46,650 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.
સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે.
મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર