Home /News /business /બજારમાં આગઝરતી તેજી; સેન્સેક્સ 61 હજારને પાર અને નિફ્ટી 18,100ની આસપાસ

બજારમાં આગઝરતી તેજી; સેન્સેક્સ 61 હજારને પાર અને નિફ્ટી 18,100ની આસપાસ

બજારમાં તેજીનો પવન, માર્કેટ હજુ કેટલું ઉપર ચડી શકે?

Indian Sotck Market: ભારતીય શેરબજાર આજે પણ પોઝિટિવ મૂડમાં રહે તેવી પૂરી શક્યતા છે. આ સાથે જ આજે બજાર તેજીની છલાંગ લગાવીને 61 હજારને પાર જઈ શકે છે. તેની પાછળનું કારણ જણાવતા નિષ્ણાતો કહે છે કે ગ્લોબલ માર્કેટમાં આવેલી તેજીની અસર આજે ભારતીય રોકાણકારો અને બજારના સેન્ટિમેન્ટ પર જોવા મળશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ  ભારતીય શેરબજારમાં આજે અપેક્ષા મુજબ આગઝરતી તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક માર્કેટમાંથી મળતા પોઝિટિવ સંકેતોથી નિષ્ણાતોએ ધાર્યું હતું કે બજાર 61 હજારને પાર જઈ શકે છે. તેવામાં આજે સેન્સેક્સ ગઈકાલના બંધ ભાવથી 300 પોઈન્ટથી વધુ ઉછળીને ખૂલ્યું હતું. જ્યારે નિફ્ટી પણ 18,100ની આસપાસ ખૂલીને ટ્રેડ થઈ રહી છે.

  ભારતીય શેરબજાર આજે મંગળવારે 1 નવેમ્બરના દિવસે પોઝિટિવ ઝોનમાં ખૂલી શકે છે. આ સાથે જ બજારમાં સતત ત્રીજા કારોબારી સેશનમાં ઉછાળો થતો જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાંથી પોઝિટિવ સંકેતો અને આજે ઘરેલુ રોકાણકારોના પોઝિટિવ સેન્ટિમેન્ટની અસર બજારમાં મોટા ઉછાળા સ્વરુપે જોવા મળી શકે છે. જેના કારણે સેન્સેક્સના બંને મુખ્ય ઇન્ડેક્સ શરુઆતથી જ તેજી સાથે આગળ વધી શકે છે. બજાર તેજીના મોડમાં હોવાનું તેના પરથી પણ લાગી રહ્યું છે કે છેલ્લા બે કારોબારી સત્રમાં જ બજાર 1000થી વધુ અંક ઉપર ચડી ગયું છે.

  આ પણ વાંચોઃ આનંદો! બળબળતી મોંઘવારીમાં રાહત, LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો

  બજારના છેલ્લા કોરાબારી સત્રની વાત કરવામાં આવે તો સોમવારે સેન્સેક્સ 787 અંક ઉછળીને 60,747 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 225 અંક ઉછળીને 18012 પર પહોંચી ગયો હતો. એક્સપર્ટનું કહેવું છે કે આજે પણ તમામ સંકેતો તેજીના મળી રહ્યા છે તો શરુઆતથી જ સ્થાનિક રોકાણકારો ખરીદી તરફ વળી શકે છે. જેના કારણે બજાર આજના કારોબારમાં 61 હજારને પાર કરી શકે છે.

  અમેરિકાના બજારોની સ્થિતિ


  યુ.એસ.માં ફેડરલ રિઝર્વની બેઠક પહેલા, રોકાણકારો ખૂબ જ સાવધ દેખાઈ રહ્યા છે, જેની અસર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જોવા મળી હતી જ્યાં રોકાણકારોએ જંગી નફો બુક કર્યો હતો. તેના કારણે અમેરિકાના તમામ મુખ્ય શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.39% ઘટીને બંધ થયો, જ્યારે S&P 500 0.75% ઘટીને બંધ થયો. આ સિવાય Nasdaq Composite પર પણ 1.03% નો ઘટાડો જોવા મળ્યો છે.

  આ પણ વાંચો:PM કિસાનથી લઈને રસોઈ ગેસ સુધી, 1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

  યુરોપીયન બજારની સ્થિતિ


  અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન વોલેટિલિટી જોવા મળી છે. યુરોપના કેટલાક બજારો પાછલા સત્રમાં ઉછળીને બંધ થયા હતા, જ્યારે કેટલાકમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું શેરબજાર 0.08 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, લંડન સ્ટોક એક્સચેન્જ અગાઉના ટ્રેડિંગ સેશનમાં 0.66 ટકા વધવામાં સફળ રહ્યો હતો.

  એશિયન બજાર લીલા નિશાન પર


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.66 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.20 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના બજારમાં 2.69 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે તાઈવાનનું બજાર 0.65 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના કોસ્પી પણ આજે 1.39 ટકા વધ્યા છે, જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.74 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચોઃ ઈલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદવું હોય તો પહેલા બેટરી વિશે આ 5 બાબતો જાણી લેવી

  આજે રોકાણકારો અહીં શરત લગાવો


  નિષ્ણાતોનું કહેવું છે કે આજના કારોબારમાં કેટલાક એવા સ્ટોક છે, જેમાં રોકાણકારો પૈસા લગાવીને મોટો નફો કમાઈ શકે છે. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે અને આજના વ્યવસાયમાં Larsen & Toubro, Tata Steel, Castrol India, Glenmark Pharmaceuticals, GHCL, Equitas Small Finance Bank, RMC Switchgears અને Timken India જેવી કંપનીઓના શેર હાઈ ડિલિવરી પર્સન્ટેજની શ્રેણીમાં આવે છે.

  વિદેશી રોકાણકારો ખરીદી તરફ વળ્યા


  આજના કારોબારને વિદેશી રોકાણકારોનો પણ સહયોગ મળશે, કારણ કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં ભારે રોકાણ કર્યું છે. છેલ્લા સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કુલ રૂ. 4,178.61 કરોડનું રોકાણ કર્યું હતું. જો કે, આ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,107.10 કરોડના શેર વેચીને નાણા ઉપાડી લીધા હતા.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन