ભારતીય જહાજો પર બૅન થશે આલૂ ચિપ્સ અને બૉટલો, જાણો કેમ લાગૂ પડશે આ નિયમ

News18 Gujarati
Updated: November 4, 2019, 12:17 PM IST
ભારતીય જહાજો પર બૅન થશે આલૂ ચિપ્સ અને બૉટલો, જાણો કેમ લાગૂ પડશે આ નિયમ
આ સિવાય ડિરેક્ટરે કહ્યું કે તેણે સિંગલ યુઝ પ્લાસ્ટિકની બનેલી કટલરી, પ્લેટો અને કપ વગેરે પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જેમાં 10 લિટરની બોટલો, કચરાપેટીઓ, શોપિંગ બેગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સિવાય ડિરેક્ટરે કહ્યું કે તેણે સિંગલ યુઝ પ્લાસ્ટિકની બનેલી કટલરી, પ્લેટો અને કપ વગેરે પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જેમાં 10 લિટરની બોટલો, કચરાપેટીઓ, શોપિંગ બેગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હી- નવા વર્ષમાં 1 જાન્યુઆરી 2020 થી ભારતીય વહાણો પર આઇસક્રીમના કન્ટેનર, હૉટ ડીશ કપ, માઇક્રોવેવ ડીશ અને બટાકાની ચિપ્સની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે નિર્ણય શિપિંગના ડાયરેક્ટર જનરલ ઑફ શિપિંગે લીધો છે. ફક્ત ભારતીય જહાજો જ નહીં પરંતુ આ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બનેલા અન્ય કોઈપણ ઉત્પાદનોને ભારતીય ક્ષેત્રના દરિયામાં તેમજ અન્ય દેશોના જહાજો પર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
આ ઉત્પાદનોમાં પ્લાસ્ટિક બેગ, ટ્રે, કન્ટેનર, ફૂડ પેકેજીંગ માટેની પ્લાસ્ટિક ફિલ્મો, દૂધની બાટલીઓ, ફ્રીઝર બેગ, શેમ્પૂની બોટલો, આઈસ્ક્રીમ કન્ટેનર, પીણાની બોટલો વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ડિરેક્ટરે કહ્યું કે તેણે સિંગલ યુઝ પ્લાસ્ટિકની બનેલી કટલરી, પ્લેટો અને કપ વગેરે પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જેમાં 10 લિટરની બોટલો, કચરાપેટીઓ, શોપિંગ બેગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે સંબંધિત વિભાગોને સર્વે, તપાસ અને ઑડિટ કરવા સૂચના આપવામાં આવી છે.

વિદેશી જહાજોને ભારતીય ક્ષેત્રમાં પહોંચતા સૂચનો
તે સ્પષ્ટ જણાવે છે કે જો કોઈ આ નિયમોનું પાલન ન કરે પકડાઈ જાય, તો જપ્તી પણ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ પણ વિદેશી જહાજ ભારતીય ક્ષેત્રના પાણીમાં આવવા માંગે છે, તો તેઓએ પણ આ નિયમોનું પાલન કરવું પડશે. તેમને ખાતરી આપવી પડશે કે તેઓ આ વસ્તુઓ ભારતીય બંદરો પર ડિસ્ચાર્જ નહીં કરે.

માછલી કરતાં મહાસાગરોમાં વધુ પ્લાસ્ટિક હોઈ શકે છેઆંતરરાષ્ટ્રીય અહેવાલોને હવાલો આપતા એવું કહેવામાં આવ્યું છે કે મોટાભાગના બંદરો પર સિગરેટ બડ્સ, પ્લાસ્ટિક બેવરેજીસ બોટલ, પ્લાસ્ટિકની બોટલ કેપ્સ, ફૂડ રેપર્સ, પ્લાસ્ટિકના ઢાંકણા વગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ એસોસિએશનના એક રિપોર્ટ અનુસાર, જો આ ગતિએ જ સમુદ્રોમાંથી પ્લાસ્ટિકનો ડિસ્ચાર્જ કરવામાં આવતો રહ્યો, તો વર્ષ 2050 સુધીમાં તે માંછલીઓની સંખ્યાને પણ વટાવી જશે.

આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
આ પણ વાંચો-
 
 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading