મુંબઈ: ભારતીય શેર બજારમાં દિવાળી (Diwali 2021) પહેલા જ દિવાળી આવી ગઈ છે. સેન્સેક્સ પ્રથમ વખત 62 હજારને પાર (Sensex @62,000) થયો છે. આજે સવારે 10 વાગ્યે સેન્સેક્સ 62,075 આસપાસ હતી, જ્યારે નિફ્ટી (NIFTY) 18,556ના સ્તર પર હતો. આજે પ્રી-ઓપનિંગ (Pre-Opening)માં બજારની મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 352.67ના અંક પર એટલે કે 0.57 ટકાના વધારા સાથે 62,118.26ના સ્તર પર હતો જ્યારે નિફ્ટી 111.10 અંક એટલે કે 0.60 ટકા વધારા સાથે 18,588.10ના સ્તર પર જોવા મળ્યો હતો. બજારમા રેકોર્ડતોડ તેજી ચાલુ જ છે. બેંક નિફ્ટી (Ban Nifty) 40,000ને પાર થઈ ગયો છે. જ્યારે સેન્સેક્સ 62,000ના સ્તરને સ્પર્શી ગયો છે. IT, PSU, બેંક, ઓટો શેરમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગયો છે.
બજારની આગાળની ચાલ
HDFC Securitiesના નાગરાજ શેટ્ટીનું કહેવું છે કે સ્વિંગ હાઈઝ પર માઈનર અપર અને લોએર શેડો પર એક સ્મૉલ નેગેટિવ કેન્ડલ બનતી જોવા મળી રહી છે. ટેક્નિકલી આ પેટર્ન સ્પિનિંગ ટૉપ ટાઇપની કેન્ડલ પેટર્ન બનવાનો સંકેત છે. સામાન્ય રીતે આ પ્રકારના ફોર્મેશનને ટૉપ રિવર્સલ સાથે જોડીને જોવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ટ્રે઼ડિંગ લૉંગ પોઝિશનને સ્ટૉપલૉસની સુરક્ષા જરૂરી છે.
તેમનું એવું પણ કહેવું છે કે Nifty માટે શૉર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિશન બની રહી છે. જોકે, એકંદરે પેટર્ન લાંબા ગાળે સાવધાની પૂર્વક ટ્રેડ કરવાનો સંકેત આપી રહી છે. આ સમયે બજારમાં ઉપરના સ્તરે શોર્ટ ટર્મ વીકનેસના મોકો બનતા જોવા મળ્યા છે. ઉપરના સ્તરેથી આવતો કોઈ પણ ઘટાડો ખરીદી માટે સારો મોકો છે. તેમનું કહેવું છે કે 18,650 ઊપર આવનારી કોઈ મજબૂત તેજી આ નેગેટિવ સંકેતને નકારી દેશે. નિફ્ટી માટે 18,350ના સ્તરનો સપોર્ટ છે.
સીએનબીસી-આવાજના વીરેન્દ્ર કુમારનું કહેવું છે કે બેંક નિફ્ટીનો રેજિસ્ટેન્સ ઝોન 39810-39960 પર જોવા મળી રહ્યો છે. મોટો રેજિસ્ટન્સ ઝોન 41160-40280 પર છે. બેઝ ઝોન 39560-39410 પર અને મોટો બેઝ ઝોન 39290-39160 પર નજરે પડી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર