Home /News /business /

બજાર ધરાશાયી: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો; 2-3 અઠવાડિયામાં આ 10 શેર કરાવી શકે છે મોટી કમાણી

બજાર ધરાશાયી: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો; 2-3 અઠવાડિયામાં આ 10 શેર કરાવી શકે છે મોટી કમાણી

સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા

Indian Share Market: બપોરે 2:00 વાગ્યા આસપાસ સેન્સેક્સ 57,347, જ્યારે નિફ્ટી 17,120 અંકની આસપાસ હતા. સેન્સેક્સમાં સામેલ તમામ શેરમાં મંદી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી50માં સામેલ ફક્ત બે જ શેર ગ્રીન સિગ્નલમાં જોવા મળ્યા હતા.

મુંબઈ: સતત પાંચમા દિવસે ભારતીય શેર બજાર (Indian Share Market)માં કડાકો જોવા મળ્યો છે. આજે 24 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યા સુધી સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો કડાકો (Sensex down today) બોલી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુની કડાકો (Nifty50 down today) બોલી ગયો હતો. આ દરમિયાન સેન્સેક્સ 57,347 જ્યારે નિફ્ટી 17,120 અંકની આસપાસ હતા. સેન્સેક્સમાં સામેલ તમામ કંપનીઓના શેરમાં મંદી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી50માં સામેલ ફક્ત બે શેર ગ્રીન સિગ્નલમાં જોવા મળ્યા હતા.

ભારતીય શેર બજાર

10 ટકાની મજબૂત રેલી બાદ 21 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં માર્કેટમાં કરેક્શન જોવા મળ્યું હતું. ફુગાવો, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, યુએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને FIIની વેચવાલી વચ્ચે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) ગયા અઠવાડિયે 3.5 ટકા સુધી ઘટ્યા હતા. કેન્દ્રીય બજેટના આગમન પૂર્વે વેપારીઓ સતર્ક દેખાઈ રહ્યા છે. છેલ્લા સપ્તાહ દરમિયાન નિફ્ટીએ 600થી વધુ પોઈન્ટ તૂટીને શુક્રવારે 17617ની સપાટીએ બંધ થયો હતો. ઉર્જા સિવાય, છેલ્લા ટ્રેડિંગ દિવસે લગભગ તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ડેઈલી ચાર્ટ પર લોન્ગ બિયરિશ કેન્ડલ બનાવતી જોવા મળી હતી. ત્યારે આ સમયે માર્કેટમાં નબળાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

મિડકેપ ઇન્ડેક્સ દબાણ હેઠળ

આજના કારોબારમાં ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ અને HDFC જેવી હેવીવેઈટ્સ સ્ક્રીપ્ટ માર્કેટ પર દબાણ લાવી રહી છે. હેવીવેઇટ્સની જેમ મિડકેપ શેરોમાં પણ દબાણ છે. મિડકેપ ઇન્ડેક્સ લગભગ 2.75 ટકા નીચે છે. જોકે, નિફ્ટી બેન્કમાં નિફ્ટી કરતાં ઓછું દબાણ જોવા મળી રહ્યું છે. બજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી વચ્ચે નિફ્ટીના મેટલ, આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ ઓટો, NBFC ઈન્ડેક્સમાં ઘણું દબાણ છે.

નિષ્ણાતનો અભિપ્રાય

5paisa,comના રુચિત જૈન કહે છે કે આ અઠવાડિયે નિફ્ટી માટે 17,500નું લેવલ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નિફ્ટીને આના પર સપોર્ટ છે. જો નિફ્ટી 17,700 ની ઉપર જતો દેખાય છે, તો બજારમાં ફરી એકવાર ખરીદી થતી જોવા મળશે અને નિફ્ટી ફરી એકવાર 17,900-18,000 તરફ જતો જોવા મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગયા સપ્તાહનો ઘટાડો હળવો અને ટૂંકા ગાળાનો ઘટાડો હતો. હવે બજેટ પહેલા બજારમાં ફરી એકવાર તેજી જોવા મળશે. આ દરમિયાન અમે અહીં એવા શેર રજૂ કરી રહ્યા છીએ જેમાં બે ત્રણ અઠવાડિયામાં સારી એવી કમાણી થઈ શકે છે.

Nagaraj Shetti ના નાગરાજ શેટ્ટીની ટોપ પિક્સ

Linde India: Buy| LTP: Rs 2,774.35 | આ સ્ટૉકમાં રૂ. 2630ના સ્ટોપલોસ અને રૂ. 3,065ના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવે છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 10 ટકાનું વળતર જોવા મળી શકે છે.

CCL Products India: Buy| LTP: Rs 460.9 | આ સ્ટૉકમાં રૂ. 430ના સ્ટોપલોસ અને રૂ. 515ના લક્ષ્યાંક સાથે ખરીદીની સલાહ આપવામાં આવે છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 12 ટકાનું વળતર જોવા મળી શકે છે.

Biocon: Buy |LTP: Rs 377.1 | આ સ્ટૉકમાં રૂ. 350ના સ્ટોપલોસ સાથે 417નો લક્ષ્યાંક રાખી ખરીદીની સલાહ આપવામાં આવે છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 11 ટકાનું વળતર જોવા મળી શકે છે.

5paisa.com ના રુચિત જૈનના ટોપ પિક્સ

Hindustan Unilever: Buy| LTP: 2,325.4 | આ સ્ટૉકમાં રૂ. 2,250ના સ્ટોપલોસ સાથે રૂ. 2,440નો લક્ષ્યાંક રાખી ખરીદીની સલાહ આપાઈ છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 5 ટકાનું વળતર જોવા મળી શકે છે.

Bharat Dynamics: Buy| LTP: Rs 459.1 | આ સ્ટૉકમાં રૂ. 435ના સ્ટોપલોસ સાથે રૂ. 500નો લક્ષ્યાંક રાખી ખરીદીની સલાહ અપાય છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 9 ટકાનું વળતર જોવા મળી શકે છે

Hitachi Energy India:Buy | LTP: Rs 3,030.75 | આ સ્ટૉકમાં રૂ. 2,750ના સ્ટોપલોસ સાથે રૂ. 3,450નો લક્ષ્યાંક રાખી ખરીદીની સલાહ અપાય છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 14 ટકાનું વળતર જોવા મળી શકે છે.

Angel One ના અમીત ચૌહાણના ટોપ પિક્સ

Time Technoplast: Buy | LTP: Rs 86.20 | આ સ્ટૉકને રૂ. 77.90ના સ્ટોપલોસ અને રૂ. 102ના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 18.3 ટકાનું વળતર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Multibagger Penny stock: આ સ્ટોકે ત્રણ જ મહિનામાં રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખના બનાવી દીધા 2.5 કરોડ રૂપિયા

Kotak Securities ના શ્રીકાંત ચૌહાણની શોર્ટ ટ્રેડિંગ પિક્સ

Tech Mahindra: Buy| LTP: Rs 1,593.55 | ટેક મહિન્દ્રા પર રૂ. 1480ના સ્ટોપલોસ સાથે રૂ. 1690-1770નો લક્ષ્યાંક રાખી ખરીદી કરવાની સલાહ અપાય છે. 3-4 અઠવાડિયામાં આ સ્ટોક 6-11 ટકાનું વળતર આપી શકે છે.

Tata Power: Buy| LTP: Rs 241.95 | ટાટા પાવરને રૂ.225ના સ્ટોપલોસ સાથે રૂ.268-287નો લક્ષ્યાંક રાખી ખરીદવો. 3-4 અઠવાડિયામાં આ સ્ટોક 11-19 ટકાનું વળતર આપી શકે છે.

IRB Infrastructure: Buy| LTP: Rs 232.60 | IRB ઇન્ફ્રા રૂ. 210ના સ્ટોપલોસ સાથે રૂ. 263-290નો લક્ષ્યાંક રાખી ખરીદવો. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 13-25 ટકા વળતર આપી શકે છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે અભિપ્રાય આપવામાં આવતો નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Share market, Stock tips, સેન્સેક્સ

આગામી સમાચાર