Share Market Holiday: ધુળેટીના પ્રસંગે આજે BSE અને NSE રહેશે બંધ; આવતા મહિને પણ માર્કેટ બે દિવસ રહેશે બંધ
Share Market Holiday: ધુળેટીના પ્રસંગે આજે BSE અને NSE રહેશે બંધ; આવતા મહિને પણ માર્કેટ બે દિવસ રહેશે બંધ
બીએસઈ બિલ્ડિંગ (ફાઇલ તસવીર)
Share Market Holiday Today: કોમોડિટી માર્કેટની વાત કરીએ તો આજે મૉર્નિંગ સેશન એટલે કે 9થી સાંજે પાંચ વાગ્યા સુધી માર્કેટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. જ્યારે સાંજના સેશનમાં ટ્રેડિંગ થશે.
મુંબઈ. હોળી-ધુળેટીના તહેવારે આજે શેર માર્કેટ (Indian stock market)માં કોઈ ટ્રેડિંગ નહીં થાય. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)માં આજે એટલે કે 18 માર્ચના રોજ કોઈ જ ટ્રેડિંગ નહીં થાય. BSEની ઑફિશિયલ વેબસાઇટ bseindia.com પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 18 માર્ચના રોજ ઇક્વિટી, ડેરિવેટિવ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. આ ઉપરાંત કરન્સી ડેરિવેટિવ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ સેગમેન્ટમાં પણ આજે કોઈ ટ્રેડિંગ નહીં થાય.
કોમોડિટી માર્કેટની વાત કરીએ તો આજે મૉર્નિંગ સેશન એટલે કે 9થી સાંજે પાંચ વાગ્યા સુધી માર્કેટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. જ્યારે સાંજના સેશનમાં ટ્રેડિંગ થશે.
માર્ચ 2022 દરમિયાન સ્ટૉક માર્કેટમાં રજા
માર્ચ મહિનામાં સ્ટૉક માર્કેટમાં આ બીજી વખત રજા છે. હોળી પહેલા 1 માર્ચ, 2022ના રોજ મહાશિવરાત્રીના પર્વને પગલે સ્ટૉક માર્કેટ બંધ રહ્યું હતું. હવે માર્ચ મહિનામાં એક પણ ટ્રેડિંગ હોલિડે નથી. હવે આગામી ટ્રેડિંગ હોલિડે એપ્રિલ મહિનામાં આવશે.
એપ્રિલ 2022માં શેર બજારમાં આવતી રજા
એપ્રિલ મહિનામાં શેર બજારમાં બે રજા આવશે. 14 એપ્રિલ, 2022ના રોજ શેર બજારમાં મહાવીર/ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતી હોવાથી બંધ રહેશે. 15 એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે હોવાથી શેર બજારમાં રજા રહેશે.
ભારતીય શેર બજાર (Indian stock market)માં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. 17 માર્ચના રોજ સેન્સેક્સ અને નિફ્ટી (Nifty 50) મોટા ઉછાળો સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ (Sensex)માં 1047.28 પોઇન્ટ વધીને 57,863.93 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 311.70 પોઇન્ટ વધીને 17287.05 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. એટલે કે સેન્સેક્સમાં 1.84 ટકા અને નિફ્ટી 1.84 ટકા વધીને બંધ રહ્યો હતો.
નિફ્ટી બેંક (Bank Nifty) 680 પોઇન્ટ વધીને 36,429 પર બંધ રહ્યો હતો. મિડ કેપ ઇન્ડેક્સ (Mid cap index) 393 પોઇન્ટ વધીને 28,978 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30માંથી 28 શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના 50માંથી 45 શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી બેંકના 12માંથી 10 શેરમાં તેજી જોવા મળી હતી. ડૉલરની સરખામણીમાં રૂપિયો મજબૂત બન્યો હતો. ડૉલરની સરખામણીમાં રૂપિયો 47 પૈસા મજબૂત થયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર