Home /News /business /Dalal Street this Week: આ અઠવાડિયે આટલા ફેક્ટરો નક્કી કરશે બજારની દશા અને દિશા

Dalal Street this Week: આ અઠવાડિયે આટલા ફેક્ટરો નક્કી કરશે બજારની દશા અને દિશા

ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

Dalal Street this Week: ગત અઠવાડિયે બેન્કિંગ અને ફાઇનાન્સિયલ, FMCG, કેપિટલ ગુડ્સ અને ટેક્નોલોજી શેરોએ બજાર પર દબાણ બનાવ્યું હતું. જોકે, ઑઇલ એન્ડ ગેસ, પાવર, મેટલ અને ઓટો શેરોએ બજારને ટેકો આપ્યો હતો.

  મુંબઈ: પહેલી ઓક્ટોબરના રોજ પૂરા થયેલા અઠવાડિયે પાંચ અઠવાડિયાની તેજી પર બ્રેક લાગી ગઈ હતી. ઘરેલૂ બજાર (Domestic market) માટે કોઈ નવું ટ્રિગર નથી જોવા મળી રહ્યું. ઓઇલની કિંમતમાં વધારો, અમેરિકન બૉન્ડ યીલ્ડમાં વધારો અને ચીનના અર્થતંત્રમાં વધતી ચિંતા જેવા વૈશ્વિક સંકેતોએ બજારના સેન્ટીમેન્ટ પર નકારાત્મક અસર નાખી છે. જોકે, કોર સેક્ટરના મજબૂત આંકડા અને સપ્ટેમ્બરના મજબૂત મેન્યુફેક્ચરિંગ પીએમઆઈએ બજારને વધારે નીચે જતા રોક્યું હતું. ગત અઠવાડિયે બેન્કિંગ અને ફાઇનાન્સિયલ, FMCG, કેપિટલ ગુડ્સ અને ટેક્નોલોજી શેરોએ બજાર પર દબાણ બનાવ્યું હતું. જોકે, ઑઇલ એન્ડ ગેસ, પાવર, મેટલ અને ઓટો શેરોએ બજારને ટેકો આપ્યો હતો.

  બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આગામી અઠવાડિયે બજારમાં કન્સોલિડેશન ચાલુ રહેવાની સંભાવના છે. બજારની નજર અર્થતંત્ર, RBIની ટીપ્પણી, ઓઇલની કિંમતો, US બૉન્ડ યીલ્ડ, યૂએસ રોજગારના આંકડા અને વૈશ્વિક મુદ્દાઓ પર રહેશે. સૈમ્કો સિક્યોરિટીનું કહેવું છે કે આ અઠવાડિયું ખૂબ એક્શન પેક રહેશે. બજારના દિગ્ગજોની નજર RBI મૉનેટરી પૉલિસી પર ટકેલી રહેશે. આ ઉપરાંત ઓપેક (OPEC Meeting)ની આ અઠવાડિયે મળનારી બેઠક પર પણ બજારની નજર રહેશે. બજારમાં ભાગ લેનારા લોકોએ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાણ માટે પણ તૈયાર રહેવું જોઈએ.

  આ ખાસ ઇવેન્ટ પર બજારની રહેશે નજર:

  6-8 ઓક્ટોબર વચ્ચે RBIની મૉનેટરી પૉલિસીની બેઠક (RBI Monetary policy meeting) યોજાશે. આશા છે કે RBI વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરે. જોકે, બજારની નજર ક્રૂડ ઓઇલની વધતી કિંમત, મોંઘવારી, ગ્રોથ અને વૈશ્વિક સ્થિતિ પર આરબીઆઈની ટીપ્પણી પર ચોક્કસ નજર રહેશે.

  OPEC બેઠક

  ક્રૂડ ઓઇલ અને ઓપેલક (Organization of the Petroleum Exporting Countries)ની બેઠક પર બજારની નજર રહેશે. આ બેઠક આ જ અઠવાડિયે યોજાશે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોવિડની ચિંતા ઘટવાથી અને તેની સાથે જ ઔદ્યોગિક, ટૂર અને ટ્રાવેલ જેવી ગતિવિધિ વધતાની સાથે જ ઓઇલની કિંમતો લગભગ ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. ભારત જેવા દેશ માટે આ ચિંતાનો વિષય છે. ઓપેકની આ અઠવાડિયે મળનારી બેઠકમાં નવેમ્બરમાં કુલ ઉત્પાદન પર નિર્ણય લેવામાં આવશે. જેના પર બજારની નજર રહેશે. આ ઉપરાંત ડૉલરની સરખામણીએ રૂપિયાની સ્થિતિ અને FII ફ્લો પર પણ બજારની નજર રહેશે.

  આ પણ વાંચો: Multibagger stock: લિસ્ટ થવાના 45 દિવસમાં જ આ કેમિકલ શેરે આપ્યું 120% વળતર, શું તમારી પાસે છે?

  આ અઠવાડિયે જ માર્કેટ સર્વિસિસ PMI અને માર્કેટ કમ્પોઝિટ PMIના આંકડા આવનારા છે. મંગળવારે આવનારા આ આંકડા પર બજારની નજર રહેશે. આ અઠવાડિયે બીજા ત્રિમાસિકનાં આંકડા પણ જાહેર થશે. શુક્રવારે દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી (TATA consultancy) પોતાના આંકડા જાહેર કરશે જોકે, આ આંકડા શુક્રવારે માર્કેટ બંધ થયા પછી આવશે. જોકે, આંકડા જાહેર થાય તે પહેલા બજારમાં એક્શન જોવા મળી શકે છે.

  આ અઠવાડિયે કૉર્પોરેટ એક્શન પણ જોવા મળશે. જેમ કે Affle India 10 રૂપિયાના ફેસ વેલ્યૂના શેરને બે રૂપિયાના ફેસ વેલ્યૂના શેરમાં વિભાજિત કરશે. તિરુપતિ ફોર્જ લિમિટેડના 10 રૂપિયાના ફેસ વેલ્યૂના શેરને 2 રૂપિયાના ફેસ વેલ્યૂના શેરમાં વિભાજિત કરવામાં આવશે. તિરુપતિ ફોર્જ લિમિટેડ ત્રણ શેર પર ચાર શેરના પ્રમાણમાં બોનસ શેરની જાહેરાત કરી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: OPEC, Share market, આરબીઆઇ, સેન્સેક્સ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन