Home /News /business /

Stock Market Rally: શેર બજારમાં શાનદાર રિકવરી છતાં અપર સર્કિટની સરખામણી લોઅર સર્કિટવાળા શેર વધારે!

Stock Market Rally: શેર બજારમાં શાનદાર રિકવરી છતાં અપર સર્કિટની સરખામણી લોઅર સર્કિટવાળા શેર વધારે!

ભારતીય શેર બજાર.

Stock Market Rally: બજાર નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે વધી રહેલો તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને પગલે સ્ટૉક માર્કેટ માટે હજુ મુશ્કેલીનો સમય પૂર્ણ નથી થયો. ભારત જેવા દેશ માટે ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો ચિંતાનો વિષય છે.

વધુ જુઓ ...
    Stock Market: શેર બજારમાં શુક્રવારે શાનદાર રિકવરી (Stock Market rally) જોવા મળી હતી. સેન્સેક્સ 1300 પોઇન્ટ વધ્યો હતો. આ પહેલા ગુરુવારે રશિયાએ યૂક્રોન પર હુમલો (Russia Ukraine conflict) કરી દેતા શેર બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. જેના પગલે રોકાણકારોના 13.14 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. શુક્રવારે જોરદાર તેજી હોવા છતાં અપર સર્કિટની સરખામણીએ લોઅર સર્કિટ વાળા શેર્સની સંખ્યા વધારે હતી! શુક્રવારે બજારમાં ચારેતરફ રિકવરી જોવા મળી હતી. નિફ્ટી મિડ કેપ (Mid cap) 100 અને સ્મૉલ કેપ (Small cap) 100 ઇન્ડેક્સ આશરે ચાર-ચાર ટકા વધીને બંધ રહ્યા હતા. બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ, આઈટી, મેટલ, ફાર્મા, ઑટો અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 2થી 5 ટકાની તેજી આવી હતી.

    તેજી છતાં બીએસઈમાં આશરે 300 શેરમાં લોઅર સર્કિટ (Lower circuit) લાગી હતી. તેની સરખામણીમાં ફક્ત 250 શેરમાં અપર સર્કિટ (Upper circuit) લાગી હતી. લોઅર સર્કિટ વાળા મોટાભાગના શેર બી ગ્રુપના હતા. સામાન્ય રીતે એ ગ્રુપના શેરમાં લિક્વિડિટી વધારે હોય છે. જેમાં નોર્મલ રોલિંગ સેટલમેન્ટ પ્રોસેસ અંતર્ગત ટ્રેડિંગ થાય છે. બી ગ્રુપના શેર પણ નોર્મલ રોલિંગ સેટલમેન્ટ પ્રોસેસ હેઠળ આવે છે પરંતુ તેનું રેન્કિંગ એ ગ્રુપથી નીચું હોય છે. ટી ગ્રુપના શેર ઇન્ડ્રા ડે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ નથી હોતા.

    કયા શેર તૂટ્યા?

    શુક્રવારે જે શેર્સમાં લોઅર સર્કિટ લાગી તેમાં મેગાસ્ટાર, નારાયણી સ્ટીલ્સ, એસએમગોલ, સિનેવિસ્ટા, નાગરિકા કેપિટલ, વીઆર ફિલ્મ્સ, જેનસોલ એન્જિનિયરિંગ, ડીજે મીડિયાપ્રિન્ટ, મિસ્કિટા એન્જિનિયરિંગ, જેનમ કોર્પોરેશન અને સન રિટેલ સામેલ છે. જેમાંથી મોટાભાગના શેર પાંચ ટકા સુધી તૂટ્યા હતા.

    આ પણ વાંચો: યૂક્રેનમાંથી ભારત આ વસ્તુઓની કરે છે આયાત, યુદ્ધથી થશે અસર

    કયા શેરમાં તેજી?

    સકુમા એક્સપોર્ટનો શેર 10 ટકા વધ્યો હતો. જે બાદમાં તેમાં અપર સર્કિટ લાગી હતી. ઓઇલ કંટ્રી ટ્યૂબુલર, જેનસીસ ઇન્ટરનેશનલ, અરિહંત કેપિટલ માર્કેટ્સ, પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ, કેલિફોર્નિયા સૉફ્ટવેર, લોઇડ્સ મેટલ્સ, શાહ અલોયઝ અને વીઝા સ્ટીલ સશેરમાં પાંચ ટકાના ઉછાળા બાદ અપર સર્કિટ લાગી હતી.

    ક્રૂડ ઓઇલની વધતી કિંમત ચિંતાનો વિષય

    બજાર નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે વધી રહેલા તણાવને પગલે ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે. જેના પગલે શેર બજારની મુશ્કેલી હજુ ઓછી નથી થઈ. હકીકતમાં ભારત જેવા દેશો માટે ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો ચિંતાનો વિષય બની શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું 82-85 ટકા ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે.

    આ પણ વાંચો: રશિયાએ વિદેશી કરન્સી માર્કેટમાં રાખ્યા છે 300 અબજ ડૉલર

    ...તો માર્કેટમાં આવશે તેજી

    જિયોજિત ફાઇનાન્સિયલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજિસ્ટ વી.કે. વિજયકુમારનું કહેવુ છે કે, "બે દેશ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. જેના પગલે સ્થિતિ ખૂબ જ અનિશ્ચિત છે. યુદ્ધ ઝડપથી પૂર્ણ થશે કે લાંબુ ચાલશે તેના પર અનેક વાતો આધાર રાખે છે. જો યુદ્ધ ઝડપથી ખતમ થશે અને રશિયા યૂક્રેનમાં પોતાની પસંદગીની સરકાર બનાવવામાં સફળ રહેશે તો માર્કેટમાં તેજી આવશે. જો આવું નહીં થાય તો બજારમાં મંદી આવી શકે છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Russia Ukraine, Share market, Stock market, સેન્સેક્સ

    આગામી સમાચાર