Home /News /business /શેર માર્કેટ: મિશ્ર સંકેતો વચ્ચે ફ્લેટ સ્તરે ખુલ્યું બજાર, સેન્સેક્સ 51,500ની ઉપર

શેર માર્કેટ: મિશ્ર સંકેતો વચ્ચે ફ્લેટ સ્તરે ખુલ્યું બજાર, સેન્સેક્સ 51,500ની ઉપર

પ્રતીકાત્મક તસવીર

Indian market latest update: ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઘરેલુ શેરોમાં કુલ 944.36 કરોડના શેર ખરીદ્યા છે.

મુંબઈ: સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સત્ર સપાટ સ્તરે શરૂ થયું છે. વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેતો છે. શુક્રવારે સવારે ઘરેલુ બજારમાં BSE સેન્સેક્સ (Sensex) 37.13 પોઇન્ટ એટલે કે 0.0.7 ટકા ચઢીને 51,568.65 સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી (Nifty) 50 પણ 12 અંક એટલે કે 0.08 ટકાના નજીવા વધારા સાથે ખુલ્યો છે. પ્રારંભિક કારોબારમાં 787 શેરો વધ્યા, જ્યારે 291 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, 67 શેર્સમાં કોઈ બદલાવ થયો નથી. આજે વિવિધ ક્ષેત્રે મિશ્રિત કારોબાર થઇ રહ્યો છે. જોકે, બ્રોડર ઇન્ડેક્સમાં લીલા નિશાન પર કારોબાર કરી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ (Small cap index) પ્રીમિયમ પર ટ્રેડ કરે છે. સીએનએક્સ મિડકેપ 43 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જો કે, એસજીએક્સ નિફ્રટ લાલ નિશાન પર છે.

સેક્ટોરલ ફ્રન્ટ પર મોટાભાગના સેક્ટર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. ઘટતા ક્ષેત્રોમાં ઓટો, એફએમસીજી અને મેટલ સેક્ટર દેખાઈ રહ્યાં છે. જ્યારે ગ્રીન માર્ક પર વેપાર કરતા ક્ષેત્રોમાં રિયલ્ટી, બેંકિંગ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા, આઈટી, ઓઇલ અને ગેસ, પીએસયુ, એન્ટરટેઇન્મેન્ટ અને ટેક સેક્ટર છે.

કયા શેરોમાં તેજી?

શુક્રવારે શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી રહેલા શેરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, સન ફાર્મા, ઇન્ફોસીસ, વિપ્રો, આઈશર મોટર્સ, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ ટેકનોલોજી, એસબીઆઈ અને નેસ્લે ઈન્ડિયાના શેરો છે. જ્યારે રેડ માર્ક પર વેપાર કરનારા ક્ષેત્રોમાં આઇટીસી, એક્સિસ બેંક, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, કોટક મહિન્દ્રા, શ્રી સિમેન્ટ્સ, ટીસીએસ અને બજાજ ઓટોના શેર્સ છે.

આ પણ વાંચો: હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીએ પત્નીને જન્મ દિવસે આપી અનોખી ભેટ, સ્વખર્ચે સરકારી શાળા બનાવી

953 કંપનીઓના પરિણામો આજે

શુક્રવારે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, ગ્લેનમાર્ક ફાર્મા, એપોલો માઇક્રો સિસ્ટમ્સ, ફોર્સ મોટર્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ સહિત 953 કંપનીઓના પરિણામો જાહેર થવા જઇ રહ્યા છે. આ કંપનીઓ ડિસેમ્બર 2020ના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઘરેલુ શેરોમાં કુલ 944.36 કરોડના શેર ખરીદ્યા છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 707.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. આ નેશનલ સ્ટોક એક્સચેંજના વર્તમાન ડેટા પર આધારિત છે.

આ પણ વાંચો: SBI ગ્રાહક એલર્ટ: જન ધન ખાતા પર બેંક તરફથી બે લાખ રૂપિયાના લાભની જાહેરાત, જાણો વિગત

બિટકોઇનમાં રેકોર્ડ વધારો

ગુરુવારે બિટકોઇન લગભગ 7.4 ટકાની ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. માસ્ટરકાર્ડ અને ન્યૂયોર્ક મેલોન કોર્પના બિટકોઇનને ટેકો આપવાના અહેવાલો પછી તેણે વેગ પકડ્યો છે. હાલમાં ભારતીય રૂપિયામાં એક બિટકોઇનની કિંમત આશરે 35 લાખ રૂપિયા છે.

શુક્રવારે એશિયન બજારોની વાત

એશિયન બજારોમાં મોટાભાગના સૂચકાંકો મિશ્ર ક્લારોબાર કરી રહ્યા છે. શુક્રવારે શરૂઆતી કારોબાર દરમિયાન એશિયાના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એસજીએક્સ નિફ્ટી, નિક્કી 225, સેટ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, તાઇવાન ઇન્ડેક્સ, હેંગસેંગ, કોસ્પી, શાંઘાઈ કમ્પોઝિટ ગ્રીન નિશાન પર છે.

આ પણ વાંચો: ખેડૂતો આનંદો: દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર થશે લૉંચ, જાણો CNG ટ્રેક્ટરના ફાયદા

જાણો, અમેરિકન બજારોની હાલત

અમેરિકન બજારોની વાત કરીએ તો તે ગુરુવારે સપાટ સ્તરે બંધ રહ્યો. નૈસ્ડેક અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સમાં નજીવો વધારો. ખરેખર, અમેરિકામાં નવા પ્રોત્સાહન પેકેજ વિશે અમેરિકામાં દાવ રમાઈ રહ્યા છે. જ્યારે, બીજી તરફ બાઈડન દ્વારા ચીન વિશેના નિવેદન પણ ચર્ચામાં છે. એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ 6.5 પોઇન્ટ એટલે કે 0.17 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ 53 અંક એટલે કે 0.38 ટકા વધીને 14,026 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ સરેરાશ 0.02 ટકા ઘટીને 31,430 પર બંધ રહ્યો.
First published:

Tags: BSE, NSE, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन