Home /News /business /

Market Closing Bell: રશિયા-યુક્રેન સંકટથી બજારમાં ડરનો માહોલ, સેન્સેક્સ 1,491 પોઇન્ટ તૂટ્યો

Market Closing Bell: રશિયા-યુક્રેન સંકટથી બજારમાં ડરનો માહોલ, સેન્સેક્સ 1,491 પોઇન્ટ તૂટ્યો

શેર બજારમાં કડાકો

Stock market crash: સેન્સેક્સમાં અત્યારસુધીનો સૌથી મોટો કડાકો 23મી માર્ચ, 2020ના રોજ બોલ્યો હતો. એ દિવસે દિવસના અંતે સેન્સેક્સ 4,035 પોઈન્ટ તૂટી ગયો હતો.

    નવી દિલ્હી: યુક્રેન સંકટ (Russia Ukraine clash)ને પગલે બજારમાં ડર વ્યાપી ગયો છે. બજાર સતત ચોથા દિવસે લાલ નિશાન (Indian stock market crash) પર બંધ થયું છે. નિફ્ટી (Nifty 50) આઠ મહિનાની નીચલી સપાટી પર બંધ રહ્યો છે. જ્યારે મિડ કેપ, સ્મૉલ કેપ શેર્સમાં વેચવાલી શરૂ રહી છે. ઑટો, રિયલ્ટી, બેંક શેર્સમાં પણ વેચવાલી જોવા મળી છે. દિવસના અંતે સેન્સેક્સ 1491.04 પોઇન્ટ એટલે કે 2.74 ટકા તૂટીને 52,842.75 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 382.20 પોઇન્ટ એટલે કે 2.35 ટકા તૂટીને 15,863.15 પર બંધ રહ્યો હતો.

    રોકાણકારોના 29 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

    હકીકતમાં દલાલ સ્ટ્રીટ પર સાતમી માર્ચના રોજ મંદીના પક્ષકારોએ મજબૂત પકડ બનાવી લધી હતી. આ સાથે જ ફેબ્રુઆરીથી અત્યારસુધી રોકાણકારોએ 29 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. યુક્રેન પર રશિયાનો હુમલો ફક્ત મોસ્કમો માટે જ નહીં પરંતુ વૈશ્વિક બજાર માટે મોટો ખતરો બની રહ્યો છે. બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત પણ 13 વર્ષની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. અમેરિકા તેમજ તેના સહયોગી દેશો રશિયાના ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ સમચાાર બાદ ક્રૂડ ઓઇલમાં મોટો ઉછાળો આવ્યો હતો. ભારત જેવા દેશ માટે આ મોટો ઝટકો છે. કારણ કે ભારત તેની જરૂરિયાતનું આશરે 80 ટકા ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે.

    ક્રૂડ ઓઇલ 140 ડૉલર પ્રતિ બેરલે પહોંચ્યું

    ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર્સ (Brent crude futures) સાતમી માર્ચના રોજ બપોરે 1:14 વાગ્યે 139.13 ડૉલર પ્રતિ બેરલની સપાટી પર પહોંચી ગયો હતો. 2008 બાદ આ સૌથી ઊંચુ સ્તર છે. જ્યારે યૂએસ ક્રૂડ (US crude) 130 ડૉલરના સ્તર પર પહોંચી ગયું છે.

    આ પણ વાંચો: શેર બજારમાં કડાકા વચ્ચે આ 10 શેર 3-4 અઠવાડિયામાં કરાવશે મોટી કમાણી

    ક્યારે ક્યારે સેન્સેક્સમાં મોટો કડાકો બોલ્યો?

    સેન્સેક્સમાં અત્યારસુધીનો સૌથી મોટો કડાકો 23મી માર્ચ, 2020ના રોજ બોલ્યો હતો. એ દિવસે દિવસના અંતે સેન્સેક્સ 4,035 પોઈન્ટ તૂટી ગયો હતો. 2020ના વર્ષમાં જ 13 માર્ચના રોજ સેન્સેક્સ 3,389 પોઈન્ટ તૂટી ગયો હતો. તેના એક દિવસ પહેલા એટલે કે 12 માર્ચ, 2020ના રોજ સેન્સેક્સ 3,204 પોઈન્ટ તૂટ્યો હતો. જે બાદમાં 16 માર્ચના રોજ સેન્સેક્સ 2,827 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજ રીતે 24 ફેબ્રુઆરી, 2022ના રોજ સેન્સેક્સમાં 2,702 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાને પાંચ જ મિનિટમાં લાગ્યો 400 કરોડનો ઝટકો

    વિદેશી રોકાણકારોની વેચવાલી

    વિદેશી સંસ્થાગત રોકાણકારો (Foreign institutional investors- FII) સતત છઠ્ઠા દિવસે ભારતીય શેર બજારોમાંથી પોતાનો હિસ્સો વેચ્યો છે. છેલ્લા છ મહિનાના આંકડા જોઈએ તો FFIs તરફથી અત્યારસુધી બે લાખ કરોડ રૂપિયાથી વધુની વેચલાવી (Selling) કરવામાં આવી છે. ગત ઓક્ટોબરથી અત્યારસુધી વેચવાલી 2,06,649 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. માર્ચ 2020માં કોવિડ મહામારી (Covid pandemic) ભારતમાં પહોંચી ત્યાર બાદ ફેબ્રુઆરી 2022માં FII તરફથી સૌથી વધુ વેચવાલી કરવામાં આવી છે. (સમગ્ર અહેવાલ વાંચો...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર