Home /News /business /

ડોલરની સરખામણીમાં રૂપિયો 72.50ના નીચલા રેકોર્ડ સ્તર પર

ડોલરની સરખામણીમાં રૂપિયો 72.50ના નીચલા રેકોર્ડ સ્તર પર

આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે.

આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે.

    આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે. ડોલરની સરખામણીમાં રૂપિયો 45 પૈસા નીચે પડીને 72.18 પર ખુલ્યો હતો. એક અમેરિકાના ડોલર પ્રમાણે હાલ રૂપિયાની કિંમત 72.50 થઇ ગઇ છે. જ્યારે શેર બજારમાં પણ ઘટાડો ચાલુ છે. સેન્સેક્સ 100 અંક પડીને વેપાર કરતો દેખાય છે. આ કારણે સેન્સેક્સ 420 અંક તૂટીને 37970.18ના સ્તર પર છે. જ્યારે નિફ્ટી 135 અંક નીચે જઇને 11,453.85ના સ્તર પર આવી ગયો છે. વેપાર દરમિયાન એનએસઇ પર આઈટીને સિવાયના તમામ સેક્ટર લાલ રંગમાં વેપાર કરી રહ્યાં છે. બજારમાં આને કારણે નિવેશકોના 1.54 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે.

    લાર્જ કેપની સાથે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાનું દબાણ છે. બીએસઇનું મિડકેપ ઇન્ડેક્સ 1.13 ટકા પડ્યું છે જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 1.26 ટકા નીચે આવ્યું છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.75 ટકા નીચલા સ્તરે જોવા મળે છે.

    ક્રુડ ઓઇલમાં તેજીથી ડોલરમાં મજબૂતી અને રૂપિયામાં દબાણ જોવા મળી રહ્યું છે. જ્યારે અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર, તુર્કી અને આર્જેન્ટીનામાં કરેન્સી સંકટે રૂપિયાની કમર તોડી દીધી છે.

    ગત છ મહિનામાં રૂપિયો 9.5 ટકા સુધી નીચે આવ્યો છે. જ્યારે ગત કારોબારી દિન રૂપિયો 71.73ના સ્તર પર બંધ થયો હતો. કેડિયા કમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા પ્રમાણે ડોલરની સરખામણીમાં આજે 71.56થી 72.34ની રેન્જમાં ટ્રેડ કરી શકે છે.

    માર્કેટનાં એક ઝટકામાં નિવેશકોના 1.54 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા છે. શુક્રવારે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 1,57,39,787.84 કરોડ રૂપિયા હતા. જ્યારે સોમવારે આ ઘટીને 1,55,85,346 કરોડ રૂપિયા પર આવી ગયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Indian rupee

    આગામી સમાચાર