ભારતીય રૂપિયો ડોલર સામે સૌથી નીચી સપાટીએ પહોંચ્યો, એક ડોલરની કિંમત હવે રૂ.70

News18 Gujarati
Updated: August 14, 2018, 11:45 AM IST
ભારતીય રૂપિયો ડોલર સામે સૌથી નીચી સપાટીએ પહોંચ્યો, એક ડોલરની કિંમત હવે રૂ.70
ન્યૂઝ 18 ક્રિએટિવ

તુર્કીમાં આર્થિક સંકટથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રભાવિત થવાની આશંકાની અસર ભારતીય રૂપિયા પર પણ પડી રહી છે. વર્ષ 2018માં ભારતીય રૂપિયાની કિંમત ડોલરની સરખામણીમાં 10 ટકા જેટલી ઘટી છે.

  • Share this:
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો અત્યાર સુધી સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. ભારે ઘટાડા સાથે એક અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત 70 સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધી ડોલર સામે ભારતીય રૂપિયો દસ ટકા તૂટ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે તુર્કીના સંકટની અસર દુનિયાભરની કરન્સી પર જોવા મળી રહી છે. આ કારણે જ ભારતીય રૂપિયો તૂટી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રૂપિયા રૂ. 72ના અંકને સ્પર્શી શકે છે.

સોમવારે પણ અમેરિકાના ડોલરની સરખામણીમાં રૂપિયો 1.08 રૂપિયા એટલે કે 1.57% તૂટ્યો હતો. સોમવારે એક યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત રૂ.69.91 હતી. તુર્કીના ચલણ લીરામાં આશરે આઠ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન અમેરિકન ડોલર અન્ય ચલણ સામે ખૂબ મજબૂત થઈ ગયો છે.

એક સરકારી બેંકના કોષાધ્યક્ષે કહ્યું કે, "રૂપિયામાં જે ઘટાડો નોંધાયો છે તેનું મુખ્ય કારણ તુર્કીના ચલણ લીરામાં આવેલો ઘટાડો છે." તેમણે કહ્યું કે વિદેશી રોકાણમાં નરમાઈ અને ક્રુડઓઇલના વધી રહેલા ભાવોને કારણે પણ રૂપિયા પ્રભાવિત થયો છે.

શું છે તુર્કી સંકટ?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે તુર્કીથી આયાત કરવામાં આવતા સ્ટીલ તેમજ એલ્યુમિનિયમ પર બે ગણો ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આવું પગલું ત્યારે ભર્યું છે જ્યારે તુર્કી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. હાલ અમેરિકા સાથે કૂટનીતિક બાબતોને લઈને તુર્કીને વિવાદ ચાલી રહ્યો છે. આના કારણે તુર્કીની કરન્સીમાં ઘટાડો નોંધાયો છે.
First published: August 14, 2018, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading