એશિયાના તમામ ચલણ પર ભારતીય રૂપિયા પડ્યો ભારે!

News18 Gujarati
Updated: December 23, 2019, 4:34 PM IST
એશિયાના તમામ ચલણ પર ભારતીય રૂપિયા પડ્યો ભારે!

  • Share this:
દુનિયાભરની મોટી અર્થવ્યવસ્થાના ચલણની સામે ભારતીય રૂપિયોમાં(Indian Rupee Best Performing in December) તેજી આવી છે. અમેરિકી ડૉલરની સામે ડિસેમ્બરમાં તે 1 ટકો વધુ મજબૂત થયો છે. ન્યૂજ એજન્સી બ્લૂમબર્ગ (Bloomberg)ની રિપોર્ટ મુજબ એશિયાની મોટી અર્થવ્યવસ્થાના ચલણમાં પણ ભારતીય રૂપિયાએ સૌથી વધુ મજબૂતી બતાવી છે. જો કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતીય રૂપિયામાં 1 ટકાથી વધુ નબળો થયો હતો. તમને જણાવી દઇએ કે ભારતીય રૂપિયાની મજબૂતીનો સીધો આધાર પેટ્રોલ-ડીઝલની કિંમત પર થાય છે. કારણ કે આવામાં ભારતીય તેલ કંપનીઓએ વિદેશથી કાચું તેલ ખરીદવા માટે ઓછા ડૉલર ખરીદવા પડે છે. જેનાથી આપણને ફાયદો થાય છે.

ન્યૂઝ એજન્સી બ્યૂમબર્ગ મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતીય રૂપિયા સૌથી વધુ નબળો પડ્યો હતો. પણ કોર્પોરેટ ટેક્સના કાપ પછી વિદેશી રોકણકારોને શેરબજારમાં મોટી ખરીદી કરી છે. જેનો ફાયદો જ રૂપિયાને મળ્યો. ગત એક મહિનામાં અમેરિકી ડૉલરની સામે ભારતીય રૂપિયા 72.15 થી મજબૂત થઇને 71.16 ના સ્તરે પહોંચ્યો છે.

કેવી રીતે મજબૂત કે નબળો પડે છે રૂપિયો?

રૂપિયાની કિંમત સંપૂર્ણપણે ડિમાન્ડ અને સપ્લાય પર નિર્ભર કરે છે. આ પર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની પણ અસર પડે છે. દરેક દેશ પાસે બીજા દેશોની મુદ્રાનો પણ ભંડાર હોય છે. જેનો ઉપયોગ તે લેવડ દેવડમાં કરે છે. તને વિદેશી મુદ્રા ભંડાર કહે છે. સમય સમય પર તેના આંકડા રિઝર્વ બેંકની તરફથી આવતા રહે છે.
1) જો સરળ શબ્દોમાં કહેએ તો માની લો કે ભારત અમેરિકામાં કંઇક વેપાર કરે છે. અમેરિકાની પાસે 67,000 રૂપિયા છે અને આપણી પાસે 1000 ડૉલર. જો આજ ડૉલરના ભાવ 67 રૂપિયા છે તો બંને પાસે હાલ બરાબર રકમ છે. હવે જો અમેરિકાથી ભારતને કોઇ વસ્તુ મંગાવી હોય જેનો ભાવ આપણા ચલણ મુજબ 6,7000 રૂપિયા છે તો આ માટે આપણે 100 ડોલર ચૂકવવા પડશે.

હવે આપણા વિદેશી ભંડારમાં ખાલી 900 ડોલર બચ્યા. અમેરિકા પાસે 74,800 રૂપિયા છે. આ હિસાબે અમેરિકાના વિદેશી મુદ્રા ભંડારમાં ભારતના જે 67,000 રૂપિયા હતા તે તો ત્યાં જ રહ્યા પણ ભારતના વિદેશી મુદ્રામાં પડેલા 100 ડૉલર પણ તેની પાસે પહોંચી ગયા.જો ભારત આટલી જ ઇનકમ એટલે કે 100 ડૉલરના સામાન અમેરિકાને આપશે તો સ્થિતિ ઠીક થઇ જશે. હવે આ સ્થિતિ જો મોટો પાયે થાય છે તો આપણા વિદેશી મુદ્રા ભંડારમાં હાજર ચલણમાં નબળાઇ આવે છે.

આ સમયે જો આંતરાષ્ટ્રીય બજારથી ડૉલર ખરીવા માંગો છો તો તમારે વધુ રૂપિયા ખર્ચવા પડશે. આ સ્થિતિમાં કેન્દ્રીય બેંક RBI પોતાના ભંડાર અને વિદેશથી ખરીદીને બજારમાં ડૉલરની આપૂર્તિને સુનિશ્ચિત કરે છે.
First published: December 23, 2019, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading