આ કારણે ડોલરની સરખામણીમાં આજે મજબૂત બન્યો ભારતીય રૂપિયો

શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયા 49 પૈસા મજબૂત થઇને 71.70ના સ્તર પર ખુલ્યા છે.

News18 Gujarati
Updated: September 14, 2018, 11:12 AM IST
આ કારણે ડોલરની સરખામણીમાં આજે મજબૂત બન્યો ભારતીય રૂપિયો
શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયા 49 પૈસા મજબૂત થઇને 71.70ના સ્તર પર ખુલ્યા છે.
News18 Gujarati
Updated: September 14, 2018, 11:12 AM IST
ભારતીય રૂપિયાની સતત ગગડવાની સ્થિતિ પર કાબુ આવ્યો છે. શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 49 પૈસા મજબૂત થઇને 71.70ના સ્તર પર ખુલ્યા છે. વિશેષજ્ઞો પ્રમાણે દુનિયાભરમાં ડોલરની ડિમાન્ડમાં આવેલી કમીના કારણે રુપિયામાં મજબૂતી પરત આવી છે. ગુરૂવારની સાંજે અમેરિકામાં આવેલા કમજોર આર્થિક આંકડાને જોતા અન્ય કરન્સીના મુકાબલે ડોલર નબળો પડ્યો. એટલે ભારતીય રૂપિયામાં પણ જોરદાર રિકવરી જોવા મળી છે.

નોંધનીય છે કે ગત બુધવારે પણ રૂપિયો 51 પૈસાની મજબૂતીની સાથે 72.19ના સ્તર પર બંધ થયો હતો.

પીએમ મોદી કરશે સમીક્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહ સમીક્ષા બેઠક કરીને અર્થવ્યવસ્થા પર વિચારણા કરશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ બેઠકમાં રૂપિયાના નીચા સ્તર અને તેલની વધતી કિંમતો પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચા એ પણ છે કે રૂપિયાને મજબૂત કરવા માટે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : LICની નવી પોલીસી 'જીવન શાંતિ' લોન્ચ: દરેક વર્ષે મળશે 65 હજાર રૂપિયાનું પેન્શન

શનિવારે થનારી બેઠકમાં વિત્ત મંત્રી અરૂણ જેટલી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન વિવેક દેવરાય અને વિત્ત સચિવ હસમુખ અધિયા ભાગ લેશે.

હવે શું કરશે RBI
Loading...
આ પણ વાંચો : ઇંધણના ભાવ ઐતિહાસિક સપાટીએ, મુંબઇમાં 88 રૂ.ને પાર થયું પેટ્રોલ

વિશેષજ્ઞો જણાવે છે કે અમેરિકી ડોલરના પ્રમાણે રૂપિયો સતત ગબડી રહ્યો છે અને સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ વ્યાજ દરો વધારીને આની પર લગામ લગાવી શકે છે. આ પહેલા વર્ષ 2013માં પણ રૂપિયાના નીચલા સ્તરને રોકવા માટે તે સમયે આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને આ પગલુ ભર્યું હતું.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर