નવી દિલ્હી : અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રુપિયો (Indian Rupee)સતત ગગડી રહ્યો છે. મંગળવારે રુપિયો 56 પૈસાના ભારે ઘટાડા સાથે 73.29ના સ્તરે બંધ થયો છે. ચીનના કોરોનાવાયરસના કારણે ભારતીય શેરબજાર ગગડી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રોકાણકારોએ કોરોનાવાયરસના ડરથી પોતાના પૈસા સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાતા સોનામાં લગાવ્યા છે. જેથી શેરબજાર સતત ગગડી રહ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ફેબ્રુઆરી મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 12,684.30 કરોડ રુપિયા અને માર્ચમાં અત્યાર સુધી 1,354.72 કરોડ રુપિયા કાઢી લીધા છે. જો રુપિયો હજુ વધારે ગગડશે તો સરકાર સાથે-સાથે સામાન્ય માણસની મુશ્કેલી પણ વધી જશે. કારણ કે ભારત 80 ટકા કાચું તેલ અને ઘણી વસ્તુઓ વિદેશમાંથી ખરીદે છે. આવા સમયે ઇમ્પોર્ટ કરવું મોંઘું થઈ જશે. જેથી ભારતની સરકારે વધારે ખર્ચ કરવો પડશે. કાચું તેલ મોંઘું થતા પેટ્રોલ-ડીઝલની કિંમત હવે વધી શકે છે.
સામાન્ય માણસ પર શું થશે અસર
- ભારત પોતાની જરુરતનું લગભગ 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છે. - રુપિયામાં ઘટાડાથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત મોંઘી થઈ જશે - તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની ઘરેલું કિંમતમાં વધારો કરી શકે છે. - ડીઝલની કિંમત વધવાથી માલ લાવવાનો ખર્ચ વધી જશે. જેના કારણે મોંઘવારી વધશે. - આ સિવાય ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલ અને દાળને પણ આયાત કરે છે. - રુપિયો નબળો પડવાથી ઘરેલું બજારમાં ખાદ્ય તેલ અને દાળની કિંમતો વધશે.
ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એક અમેરિકી ડોલરના ભાવમાં એક રુપિયાની વૃદ્ધિથી તેલ કંપનીઓ ઉપર 8000 કરોડ રુપિયાનો બોઝ પડે છે. જેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા પર મજબૂત થવું પડે છે. પેટ્રોલિયમ ઉત્પાદની કિંમતોમાં 10 ટકા વૃદ્ધિથી મોંઘવારી લગભગ 0.8 ટકા વધી જાય છે. જેની સીધી અસર ખાવા-પીવા અને પરિવહન ખર્ચ પર પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર