Home /News /business /

US ડોલરની સામે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે

US ડોલરની સામે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે

પ્રતિકાત્મક તસવીર

રૂપિયામાં આવેલી નરમાશથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત મોંઘી થશે જેનાં કારણે દૂધ, શાકભાજી જેવી રોજીંદી વસ્તુઓ પણ મોંઘી થશે

    નવી દિલ્હી: ભારતીય રૂપિયો તૂટવાનું અટકી જ નથી રહ્યો. ગુરૂવારે એક અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો તેના અત્યાર સુધીનાં રેકોર્ડ સ્તર નીચે પટકાયો છે. રૂપિયો 28 પૈસાનાં ઘટાડા સાથે 68.89નાં સ્તર પર ખુલ્યો છે. આ પહેલાં બુધવારે તે 36 પૈસાનાં ઘટાડા સાથે 68.61નાં સ્તર પર બંધ થયો હતો. આપને જણાવી દઇએ કે ડોલરમાં આવેલી મજબૂતીથી રૂપિયા પર દબાણ વધ્યું છે. ક્રૂડ ઓઇલમાં આવેલા ઉછાળાથી રૂપિયો ફરી વખત નરમ પડ્યો છે. આ વર્ષે રૂપિયો અત્યાર સુધી 8 ટકા સુધી તૂટ્યો છે. તેનાંથી દેશમાં મોંઘવારી વધવાનો ખતરો વધી ગયો છે.

    રૂપિયામાં કેમ આવી નરમાશ: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધવાની આશંકાને કારણે ભારતીય કરન્સી પર દબાણ આવ્યું છે આ ઉપરાંત મહિનાનાં અંતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, IOC, BPCL) તરફથી ડોલરની માંગમાં પણ વધારો થયો છે. આ કારણથી મહિનાનાં અંતમાં ભારતીય રૂપિયો કમજોર થતો જઇ રહ્યો છે.

    રૂપિયામાં આવેલી નરમાશની તમારા ખિસ્સા પર શું થશે અસર

    આ વર્ષે રૂપિયો 8%  થયો નરમ 

    રૂપિયાએ ગત વર્ષની સરખામણીએ 5.96 ટકાની મજબૂતી હાંસેલ કરી છે. જે હવે 2018ની શરૂઆતથી સતત કમજોર પડી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો આશરે 8 ટકા તુટ્યો છે. આ પહેલાં રૂપિયો 24 નવેમ્બર, 2016નાં પ્રતિ ડોલર 68.68નાં ઐતિહાસિક નીચલા સ્તર પર હતો. અને 28 ઓગષ્ટ, 2013નાં રોજ 68.80નાં લાઇફટાઇમ નિચલા સ્તરે નોંધાયો હતો.

    આમ આદમી પર થશે આ અસર

    -ભારત તેની જરૂરીયાતની આશરે 80 ટકા જ પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરી શકે છે.
    -રૂપિયામાં આવેલી નરમાશથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત મોંઘી થશે.
    -ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડિઝલની સ્થાનિક કિંમતમાં વધારો કરી શકે છે.
    -ડિઝલનાં ભાવનાં વધારાથી રોજીંદી ચીજ-વસ્તુ મોંઘી થઇ શકે છે.
    - આ ઉપરાંત, ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલ અને દાળની આયાત પણ કરે છે.
    -રૂપિયાની કિંમત ઘટવાને કારણે સ્થાનિક બજારમાં ખાદ્ય તેલ અને દાળનાં ભાવમાં વધારો થઇ શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Business, Down, Market, US Dollar

    આગામી સમાચાર